નાગપુરના ક્રાઈમ અને રેડ લાઈટ એરિયામાંથી પણ મને 99% મત મળ્યા: નિતિન ગડકરીનું ચોંકાવનારો દાવો સાથે સ્પષ્ટતા

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

નાગપુરના ગુનેગારોએ પણ ગડકરીને આપ્યા ધાણીધૂફ વોટ, ખુલ્લેઆમ કહી દીધી આ મોટી વાત!

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવ અને વિશિષ્ટ નિવેદનો માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે આપેલું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. મહારાષ્ટ્રના નાગપુરથી સાંસદ એવા ગડકરીએ જણાવ્યું છે કે, નાગપુરના ઉચ્ચ શિક્ષિત વિસ્તારો કરતાં પણ વધુ મત તેમને અંડરવર્લ્ડ, ગુનાખોરી સાથે જોડાયેલા વિસ્તારો અને રેડ-લાઈટ વિસ્તારોમાંથી મળ્યા છે.

જોકે, આ ચોંકાવનારા દાવાની સાથે તેમણે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી હતી. ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ગુનાહિત અને અંડરવર્લ્ડ વિસ્તારોમાંથી સમર્થન મળવાનો અર્થ એવો બિલકુલ નથી કે તેમની સાથે મારા કોઈ “ગાઢ કે અંગત સંબંધો” છે.

- Advertisement -

nitin1.jpg

આઈઆઈએમ નાગપુર મીડિયા કોન્ક્લેવ ૨૦૨૬ માં ખુલ્લો દાવો

આઈઆઈએમ નાગપુર (IIM Nagpur) મીડિયા કોન્ક્લેવ ૨૦૨૬ ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ આ રસપ્રદ વિગતો શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “હું વિચારધારાની બાબતમાં અત્યંત કટ્ટર અને સ્પષ્ટ છું, છતાં નાગપુરના અંડરવર્લ્ડ અને સામાજિક જગતના ૯૯ ટકા લોકો મારા સમર્થક છે. પરંતુ, આ પરથી એવો અર્થ ન કાઢવો કે મારી તેમના સાથે કોઈ નજીકની સંબંધો છે. મેં તે વિસ્તારોમાં રસ્તાઓ બનાવ્યા છે, પાયાની સુવિધાઓ આપી છે અને સામાજિક વિકાસના કામો કર્યા છે, જેના કારણે લોકોએ મને પ્રેમ અને વોટ આપ્યા છે.”

- Advertisement -

૬૯ વર્ષીય ગડકરીએ વધુમાં સ્વીકાર્યું હતું કે, પોતાના લાંબા રાજકીય જીવનમાં તેઓ સમાજના દરેક વર્ગ અને સ્તરના લોકો સાથે સંબંધો ધરાવે છે. તેમણે ખૂબ જ નિખાલસતાથી ઉમેર્યું કે, “મેં રાજકારણમાં બધું જ જોયું અને કર્યું છે. મેં સારા કામો પણ કર્યા છે અને કેટલાક કડવા નિર્ણયો પણ લીધા છે, પરંતુ મારા સંબંધો તમામ ક્ષેત્રના લોકો સાથે સમાન રહ્યા છે.”

શિક્ષિત લોકોના મતદાન વલણ પર ગડકરીનો પ્રહાર

કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ સમાજના ઉચ્ચ શિક્ષિત અને સંભ્રાંત વર્ગના મતદાન વલણ પર પણ તીખો પ્રહાર કર્યો હતો. તેમણે દેશના ભવિષ્યની મોટી મોટી ચર્ચાઓ કરતા પણ વોટ આપવા ન જતા લોકોની ટીકા કરી હતી.

મંત્રીએ કહ્યું કે, “શિક્ષિત લોકો ઘર કે ઓફિસમાં બેસીને રાજકારણની મોટી વાતો કરે છે, પણ જ્યારે વોટ આપવાનો સમય આવે ત્યારે બહાના બનાવે છે. ‘હું હમણાં જઉં છું, થોડીવાર પછી જઉં છું’ કરતા કરતા સાંજના ૫ વાગી જાય છે અને આખરે તેઓ મતદાન કરવા ઘરની બહાર નીકળતા જ નથી. અને પછી એ જ લોકો ચિંતા વ્યક્ત કરતા પૂછે છે કે ‘આ દેશનું શું થશે?'”

- Advertisement -

લોકશાહી માટે નેતાઓ નહીં પણ જનતા મોટો પડકાર

લોકશાહીની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતા નિતિન ગડકરીએ એક ખૂબ જ ગંભીર અને વિચારવા જેવો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આપણી લોકશાહી સામે સૌથી મોટો પડકાર રાજકીય પક્ષો કે તેમના નેતાઓ નથી, પરંતુ પોતે મતદાતાઓ (જનતા) છે.

nitin1.jpg

તેમણે સ્પષ્ટ કર્યું કે, “લોકશાહીની સફળતા માટે જનતાની પોતાની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી સૌથી વધુ મહત્વની છે. નાગરિકોએ નાત-જાત, ધર્મ, સંપ્રદાય કે ભાષાના આધારે વોટ આપવાને બદલે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમજદારીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.”

જોકે, પોતાના ભૂતકાળને યાદ કરતા તેમણે ઈમાનદારીથી એ પણ કબૂલ્યું હતું કે, પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેમણે પણ જાતિ આધારિત રાજકારણના કેટલાક પ્રયોગો કર્યા હતા, પરંતુ સમય જતાં તેમને સમજાયું કે વિકાસ અને જનસેવા જ રાજકારણનો સાચો માર્ગ છે.

ગડકરીના આ નિવેદનો ફરી એકવાર દર્શાવે છે કે તેઓ પાયાના રાજકારણ અને જનતાની માનસિકતાને કેટલી ઊંડાણપૂર્વક સમજે છે. તેમના આ વક્તવ્યથી એક તરફ વિકાસલક્ષી રાજકારણની સરાહના થઈ રહી છે, તો બીજી તરફ શિક્ષિત વર્ગની નિષ્ક્રિયતા પર પુનઃવિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.