NSE IPO: દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જના IPOનું પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો વિગતો

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

દસ વર્ષની લાંબી રાહનો આવ્યો અંત! NSE IPO ની ડેટ જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ફોર્મ.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના આઈપીઓ (IPO) ની લાંબા સમયથી ચાલી રહેલી રાહ આખરે પૂરી થઈ છે. એક્સચેન્જે આ બહુપ્રતિક્ષિત પબ્લિક ઈશ્યૂનું પ્રાઇસ બેન્ડ અધિકૃત રીતે જાહેર કરી દીધું છે. કંપની દ્વારા આ પ્રાઇસ બેન્ડ રૂ. ૧,૭૦૦ થી રૂ. ૧,૭૮૫ પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. માર્કેટ શેરની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ આ મેગા આઈપીઓ મારફતે રૂ. ૨૨,૫૬૧ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. રોકાણકારો માટે આ ઈશ્યૂ ૧૭ સપ્ટેમ્બરે ખુલશે.

રિટેલ રોકાણકારો ૧૭ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન આ આઈપીઓ માટે પોતાની બોલી (Bidding) લગાવી શકશે. જ્યારે એન્કર રોકાણકારો માટે આ ઈશ્યૂ એક દિવસ પહેલાં એટલે કે ૧૬ સપ્ટેમ્બરે ખુલશે. જો તમે પણ આ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો જાણી લો કે તેનો લોટ સાઈઝ ૮ ઈક્વિટી શેરનો રાખવામાં આવ્યો છે. ૨૧ સપ્ટેમ્બરે ઈશ્યૂ બંધ થયા બાદ ૨૨ સપ્ટેમ્બરે શેરોનું એલોટમેન્ટ ફાઈનલ થશે. ત્યારબાદ ૨૪ સપ્ટેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેરોનું લિસ્ટિંગ કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડની ઉપરની મર્યાદા (Upper Band) મુજબ NSE નું કુલ વેલ્યુએશન રૂ. ૪.૪૨ લાખ કરોડ આંકવામાં આવ્યું છે.

- Advertisement -

ipo2.jpg

સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) ઈશ્યૂ

આ આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) પર આધારિત છે, જેનો અર્થ એ છે કે કંપની આ ઈશ્યૂ દ્વારા કોઈ નવા શેર જારી કરવાની નથી. શરૂઆતના ડ્રાફ્ટ પેપર્સ મુજબ OFS હેઠળ ૧૪.૮૯ કરોડ શેર વેચવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ઈશ્યૂનું કદ ૧૫ ટકા ઘટાડવામાં આવ્યું છે. હવે એક્સચેન્જના ૧૦ વર્તમાન શેરધારકો કુલ ૧૨.૬૪ કરોડ ઈક્વિટી શેર જ વેચાણ માટે મૂકશે.

- Advertisement -

કારણ કે આ સમગ્ર ઈશ્યૂ OFS છે, તેથી શેર વેચાણમાંથી મળનારી તમામ રકમ સીધી જ પોતાની ભાગીદારી વેચી રહેલા શેરધારકોના ખાતામાં જશે. આ પ્રક્રિયામાંથી NSE ને પોતાની કામગીરી માટે કોઈ ભંડોળ કે રકમ મળશે નહીં.

કયા મોટા રોકાણકારો પોતાના શેર વેચી રહ્યા છે?

આ વિશાળ આઈપીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સૌથી વધુ ૧.૫૯ કરોડ શેરોનું વેચાણ કરવા જઈ રહી છે. આ ઉપરાંત કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (૧.૧૮ કરોડ શેર), અરાન્ડા ઈન્વેસ્ટમેન્ટ્સ (૧.૧૨ કરોડ શેર), MS સ્ટ્રેટેજિક (૧.૧ કરોડ શેર) અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની પણ પોતાના શેરોનું વેચાણ કરશે. SBI કેપિટલ માર્કેટ્સ ૮૭.૮ લાખ શેર વેચશે.

અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે બેંક ઓફ બરોડા અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (GIC) સહિતની કેટલીક અગ્રણી સંસ્થાઓએ વેચાણ માટે મુકેલા શેરોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. બીજી તરફ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીએ તો OFS માંથી પોતાનું નામ સંપૂર્ણપણે પાછું ખેંચી લીધું છે. જોકે, એક્સચેન્જે પોતાના કર્મચારીઓ માટે રૂ. ૭૦ કરોડના શેર અનામત રાખ્યા છે, જેમાં કર્મચારીઓને આખરી ઈશ્યૂ પ્રાઇસ પર પ્રતિ શેર રૂ. ૧૭૦ નું વિશેષ ડિસ્કાઉન્ટ (વળતર) આપવામાં આવશે.

- Advertisement -

શેરહોલ્ડિંગ પેટર્ન: કોની પાસે કેટલો હિસ્સો છે?

નેશનલ સ્ટોક એક્સચેન્જના વર્તમાન શેરધારકો પર નજર કરીએ તો દેશી નાણાકીય સંસ્થાઓથી લઈને વિદેશી રોકાણકારો સુધીની મોટી ભાગીદારી જોવા મળે છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC ૧૦.૭૨ ટકા હિસ્સા સાથે NSE ની સૌથી મોટી શેરધારક છે. જ્યારે SBI ગ્રુપ પાસે કુલ ૭.૫ ટકા ભાગીદારી છે. આ સિવાય સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL) ૪.૪૪ ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારોમાં ટેમાસેકની સબ્સિડિયરી અરાન્ડા ઈન્વેસ્ટમેન્ટ્સ અને કેનેડા પેન્શન પ્લાન (CPPIB) નું મોટું રોકાણ છે.

Snapdeal

આ વિશાળ આઈપીઓને સક્ષમ રીતે માર્કેટમાં લાવવા માટે માર્ચ ૨૦૨૬ માં ૨૦ જાણીતી ઈન્વેસ્ટમેન્ટ બેંકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, સિટી બેંક, જેપી મોર્ગન અને HSBC જેવા વૈશ્વિક નામો સામેલ છે. સાથે જ કાનૂની સલાહ માટે સિરિલ અમરચંદ મંગળદાસ અને ટ્રાઈલીગલ (Trilegal) જેવી દિગ્ગજ લો ફર્મ્સની મદદ લેવામાં આવી છે.

૧૦ વર્ષનો લાંબો રાહ જોવાનો સમય આખરે પૂરો થયો

NSE એ સૌથી પહેલા ડિસેમ્બર ૨૦૧૬ માં આઈપીઓ લાવવા માટે સેબી (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા. તે સમયે આઈપીઓ દ્વારા આશરે રૂ. ૧૦,૦૦૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ ‘કો-લોકેશન સિકામ’ (Co-location scam) અને અન્ય કેટલાક નિયામકીય મુદ્દાઓને કારણે સેબીએ આ ઈશ્યૂ પર લાંબા સમય સુધી રોક લગાવી દીધી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ જૂન ૨૦૨૬ માં સેબી સમક્ષ ફરીથી નવો ડ્રાફ્ટ જમા કરાવવામાં આવ્યો હતો, જેને સપ્ટેમ્બર ૨૦૨૬ માં આખરે મંજૂરી મળી ગઈ છે.

એક્સચેન્જના નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો, એપ્રિલ-જૂન ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ૭ ટકા વધીને રૂ. ૩,૧૨૦ કરોડ નોન્ડયો છે, જ્યારે કુલ આવક પણ ૯ ટકાના વધારા સાથે રૂ. ૫,૨૫૨ કરોડ પર પહોંચી છે. જોકે, આ અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં એક્સચેન્જનો વાર્ષિક ચોખ્ખો નફો ૧૫ ટકા ઘટીને રૂ. ૧૦,૩૦૨ કરોડ રહ્યો હતો અને કુલ આવક રૂ. ૧૮,૭૧૩ કરોડ નોંધાઈ હતી.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.