મુકેશ અંબાણીની કંપનીની ધમાકેદાર ઓફર, 90 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ 5G ડેટાનો લાભ
દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના લાખો ગ્રાહકોને સુવિધાજનક અને પરવડે તેવા પ્લાન્સ પૂરા પાડવા માટે જાણીતી છે. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની આ કંપની સમયાંતરે એવા જબરદસ્ત પ્રીપેડ પ્લાન્સ માર્કેટમાં ઉતારે છે, જેમાં માત્ર મોબાઈલ ડેટા કે કોલિંગ જ નહીં પરંતુ ઓવર-ધ-ટોપ (OTT) સબ્સ્ક્રિપ્શન અને ક્લાઉડ સ્ટોરેજ જેવી આધુનિક સુવિધાઓ પણ ગ્રાહકોને મળે છે. હાલમાં જિયોનો ₹૮૯૯ નો ૫G રિચાર્જ પ્લાન ગ્રાહકો વચ્ચે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જે લાંબી વેલિડિટી અને અદ્ભુત ફાયદાઓ સાથે આવે છે.
જો તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ અને સાથે વધારે ડેટાનો વપરાશ કરતા હોવ, તો જિયોનો આ ૯૦ દિવસનો પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
૯૦ દિવસની લાંબી વેલિડિટી અને ૨૦૦GB ડેટાનો ધમાકા
જિયોના આ ₹૮૯૯ વાળા પ્રીપેડ પ્લાનની સૌથી મોટી ખાસિયત તેની ૯૦ દિવસની લાંબી વેલિડિટી છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને કુલ ૨૦૦GB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. જેમાં દરરોજ ૨GB ડેટા વપરાશ માટે મળે છે અને તેની સાથે કંપની ૨૦GB વધારાનો (બોનસ) ડેટા પણ ગ્રાહકોને પૂરો પાડે છે.
આનો અર્થ એ થયો કે જો તમારો દૈનિક ૨GB ડેટા પૂરો થઈ જાય તો પણ તમે વધારાના ૨૦GB ડેટામાંથી હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ ચાલુ રાખી શકો છો. જો દૈનિક મર્યાદા પૂરી થઈ જાય તો પણ ઈન્ટરનેટ બંધ થતું નથી, પરંતુ તેની સ્પીડ ઘટીને ૬૪Kbps થઈ જાય છે.
અનલિમિટેડ ૫G ડેટા અને મફત કોલિંગ સુવિધા
હાઈ-સ્પીડ ૪G ડેટા ઉપરાંત, આ પ્લાનમાં પાત્ર (Eligible) વપરાશકર્તાઓને અનલિમિટેડ ૫G ડેટાનો ઉપયોગ કરવાની સુવિધા પણ મળે છે. આ અનલિમિટેડ ૫G સેવા માટે ગ્રાહક પાસે ૫G સક્ષમ સ્માર્ટફોન (૫G Device) હોવો જરૂરી છે અને તે વિસ્તારમાં જિયોનું ૫G નેટવર્ક કવરેજ ઉપલબ્ધ હોવું આવશ્યક છે. ૫G યુઝર્સ માટે ડેટા વપરાશની કોઈ જ દૈનિક મર્યાદા રહેતી નથી.
આ ઉપરાંત, ૯૦ દિવસ સુધી દેશના કોઈપણ ખૂણે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. સાથે જ ગ્રાહકોને દરરોજ ૧૦૦ મફત SMS ની સુવિધા પણ આપવામાં આવે છે.
JioHotstar અને JioAICloud જેવા વધારાના ડિજિટલ લાભો
જિયો માત્ર કોલિંગ અને ડેટા સુધી મર્યાદિત નથી રહેતું, પરંતુ પોતાના યુઝર્સને ડિજિટલ મનોરંજન અને સુરક્ષા પણ પૂરી પાડે છે. ₹૮૯૯ ના આ પ્લાન સાથે ગ્રાહકોને JioHotstar નું સબ્સ્ક્રિપ્શન મળે છે, જેથી તેઓ પોતાના ફેવરિટ શાનદાર શો, સ્પોટ્સ અને મુવીઝ જોઈ શકે છે.
આ સાથે જ ડિજિટલ ડેટા સ્ટોરેજ માટે કંપની JioAICloud ની સેવા પણ આ પ્લાનમાં શામેલ કરે છે, જેથી ગ્રાહકો પોતાનો મહત્વપૂર્ણ ડેટા ક્લાઉડ પર સુરક્ષિત રાખી શકે.
તમામ વયજૂથના યુઝર્સ, ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને વર્કિંગ પ્રોફેસનલ્સ કે જેમને સતત ઈન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર રહે છે, તેમના માટે આ ૯૦ દિવસનો પ્લાન કિંમત અને સુવિધાઓની દ્રષ્ટિએ અત્યંત ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.
