ગુજરાત એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોની સુખાકારી માટે નવો અભિગમ: “ટોયલેટ બ્લોક અપગ્રેડેશન” ડ્રાઇવ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

એસેટી બસમાં મુસાફરી કરતા પહેલા આ જરૂર જાણી લો: સરકારે લીધો મોટો નિર્ણય!

મુસાફરી દરમિયાન નાગરિકોને ઉત્તમ, આધુનિક અને સ્વચ્છ સુવિધાઓ પૂરી પાડવી એ હંમેશાં સરકાર અને તંત્રની પ્રાથમિકતા રહી છે. આ જ ઉદ્દેશ્ય સાથે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરના એસ.ટી. બસ સ્ટેશનો પર એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત બસ સ્ટેશનો પરના ટોયલેટ બ્લોક્સને આધુનિક બનાવવાની સાથે જરૂરિયાત મુજબ રીન્યુએશન અને રિપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મુસાફરોની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા

લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલો માટે બસ સ્ટેશન પર સ્વચ્છતા અને પાયાની સગવડો હોવી અનિવાર્ય છે. ભૂતકાળમાં ઘણીવાર એસ.ટી. બસ સ્ટેશનો પર સ્વચ્છતાના અભાવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા માટે એસ.ટી. નિગમે અગાઉ એક વિસ્તૃત સર્વે કર્યો હતો, જેના આધારે ‘બસ સ્ટેશન બેઝીક ફેસીલીટી અપગ્રેડેશન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

૫૬ બસ સ્ટેશનો પર અપગ્રેડેશનની કામગીરી

આ યોજના હેઠળ રાજ્યના કુલ ૫૬ બસ સ્ટેશનો પર ટોયલેટ બ્લોક્સના રીપેરીંગ અને આધુનિકીકરણનું મોટું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં ઉત્સાહજનક પ્રગતિ જોવા મળી છે:

  • પૂર્ણ થયેલ કામગીરી: અત્યાર સુધીમાં રાજ્યના ૬ બસ સ્ટેશનો પર રીન્યુએશન અને રિપેરીંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

  • પ્રગતિ હેઠળના બસ સ્ટેશનો: હાલમાં ૧૭ જેટલા બસ સ્ટેશનો પર આધુનિકીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

  • સમયમર્યાદા: બાકી રહેલા તમામ ૩૩ બસ સ્ટેશનો પરની આ રીપેરીંગ અને અપગ્રેડેશનની કામગીરી આગામી ૮ થી ૧૨ મહિનાની અંદર તબક્કાવાર રીતે પૂર્ણ કરી દેવાનું નિગમનું આયોજન છે.

આધુનિક સુવિધાઓ અને સગવડોનો વ્યાપ

આ સ્પેશિયલ ડ્રાઇવનો મુખ્ય હેતુ મુસાફરોને એકદમ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને આધુનિક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ટોયલેટ બ્લોક્સમાં વ્યાપક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે:

- Advertisement -
  • મજબૂત પ્લમ્બિંગ અને ડ્રેનેજ: જૂની અને જર્જરિત પ્લમ્બિંગ સિસ્ટમને બદલીને નવી પ્લમ્બિંગ લાઈનો, નવા યુરિનલ્સ અને ડબલ્યુ.સી. પાન ફિટ કરવામાં આવી રહ્યા છે, તેમજ ડ્રેનેજ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

  • નવો દેખાવ અને સચોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, આકર્ષક અને ટકસાડ ફ્લોરિંગ, આધુનિક ઇલેક્ટ્રિફિકેશન અને સુંદર કલરકામ કરવામાં આવી રહ્યું છે જેથી પરિસર હંમેશાં સ્વચ્છ અને દેખાવમાં સુંદર લાગે.

  • મહિલા મુસાફરોની વિશેષ સંભાળ: મહિલા મુસાફરોની વધતી જતી અવરજવર અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, સ્થળની જરૂરિયાત મુજબ અંદાજિત ૨૫ નવા યુરિનલ્સ, ૨૦ જનરલ ડબલ્યુ.સી. અને ૨૫ જેટલા મહિલા ડબલ્યુ.સી. વધારવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

રીઅલ-ટાઇમ નિરીક્ષણ માટે “મુસાફર સેવા સેતુ” એપ્લિકેશન

માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પૂરતું મર્યાદિત ન રહેતા, તેની જાળવણી લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવ્યો છે. મુસાફરો મુસાફરી દરમિયાન બસ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્વચ્છતાને લગતી કોઈપણ ફરિયાદ રીઅલ-ટાઇમમાં સીધી જ સંબંધિત વિભાગ સુધી પહોંચાડી શકે, તે માટે તમામ બસ સ્ટેશનો પર ક્યુઆર કોડ (QR Code) આધારિત “મુસાફર સેવા સેતુ” એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે. મુસાફરો આ કોડ સ્કેન કરીને પોતાની ફરિયાદ નોધાવી શકશે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેનો ઉકેલ લાવી શકાય.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.