ક્રેગ એર્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં 75 વર્ષ બાદ 41 વર્ષથી મોટી ઉંમરના બેટ્સમેને ફટકાર્યું બેવડી સદી!

4 Min Read

ક્રેગ અર્વિને 41 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજા સૌથી મોટી ઉંમરના બેટર બન્યા

ટેસ્ટ ક્રિકેટમાં ઉંમર માત્ર એક આંકડો છે, તે વાત ઝિમ્બાબ્વેના અનુભવી બેટર ક્રેગ અર્વિને સાબિત કરી બતાવી છે. 41 વર્ષની ઉંમરે પણ તેમની બેટિંગનો દમ એવો રહ્યો કે તેમણે અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી દીધી. શારજાહમાં રમાઈ રહેલી આ મેચની બીજી ઇનિંગ્સમાં અર્વિને 279 બોલમાં 206 રન બનાવ્યા અને પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો. તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બેવડી સદી ફટકારનાર ત્રીજા સૌથી મોટી ઉંમરના બેટર બની ગયા છે.

અર્વિને આ સિદ્ધિ 41 વર્ષ અને 82 દિવસની ઉંમરે મેળવી છે. તેમની આ ઇનિંગ્સના આધારે ઝિમ્બાબ્વેએ બીજી ઇનિંગ્સમાં 5 વિકેટે 523 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ ઇનિંગ્સ દરમિયાન વેસ્લી માધેવેરેએ પણ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. જોકે, મેચના પાંચમા અને અંતિમ દિવસે પણ રમત આગળ વધવા છતાં મુકાબલો ડ્રોમાં સમાપ્ત થયો હતો.

- Advertisement -

k.jpg

75 વર્ષ જૂના રેકોર્ડની યાદીમાં અર્વિનનું નામ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઉંમરે બેવડી સદી ફટકારનાર બેટરોની યાદીમાં ક્રેગ અર્વિને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેમની આગળ માત્ર બે દિગ્ગજ બેટરો છે. દક્ષિણ આફ્રિકાના એરિક રોવાન આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમણે 1951માં હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ સામે 42 વર્ષ અને 6 દિવસની ઉંમરે 236 રનની ઇનિંગ્સ રમી હતી.બીજા સ્થાને ઇંગ્લેન્ડના મહાન બેટર જેક હોબ્સ છે. તેમણે 1924માં લોર્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે 41 વર્ષ અને 195 દિવસની ઉંમરે 211 રન બનાવ્યા હતા. હવે 41 વર્ષ અને 82 દિવસની ઉંમરે 206 રન બનાવીને અર્વિને આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

- Advertisement -

આ સિદ્ધિ ખાસ એટલા માટે પણ છે કે ટેસ્ટ ક્રિકેટમાં 40 વર્ષથી વધુ ઉંમરના બેટર દ્વારા છેલ્લે બેવડી સદી ફટકારવામાં આવી હતી તેને ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો હતો. ઇંગ્લેન્ડના ગ્રેહામ ગૂચે 1994માં ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે 210 રન બનાવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 40 વર્ષ અને 314 દિવસ હતી. તેમની આ ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડે તે ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 90 રનથી જીતી હતી. ત્યારથી અર્વિન પહેલાં કોઈ 40 વર્ષથી વધુ ઉંમરના બેટરે ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી નહોતી.

ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના બેટરો:

એરિક રોવાન (દક્ષિણ આફ્રિકા) – 42 વર્ષ અને 6 દિવસ

- Advertisement -

જેક હોબ્સ (ઇંગ્લેન્ડ) – 41 વર્ષ અને 195 દિવસ

ક્રેગ અર્વિન (ઝિમ્બાબ્વે) – 41 વર્ષ અને 82 દિવસ

પેટ્સી હેન્ડ્રેન (ઇંગ્લેન્ડ) – 40 વર્ષ અને 361 દિવસ

ગ્રેહામ ગૂચ (ઇંગ્લેન્ડ) – 40 વર્ષ અને 314 દિવસ

ડડલી નર્સ (દક્ષિણ આફ્રિકા) – 40 વર્ષ અને 207 દિવસ

k0.jpg

ઝિમ્બાબ્વે માટે 26 વર્ષ બાદ ટેસ્ટમાં બેવડી સદી

ક્રેગ અર્વિનની આ ઇનિંગ્સ માત્ર વ્યક્તિગત રેકોર્ડ પૂરતી મર્યાદિત નથી. તે ઝિમ્બાબ્વે ક્રિકેટ માટે પણ મોટી સિદ્ધિ છે. દેશના કોઈ બેટરે ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લે બેવડી સદી ફટકારી હતી તેને લગભગ 26 વર્ષ વીતી ગયા હતા. હવે અર્વિને 206 રનની ઇનિંગ્સ રમીને આ લાંબી રાહનો અંત લાવ્યો છે.

ઝિમ્બાબ્વે તરફથી છેલ્લી ટેસ્ટ બેવડી સદી નવેમ્બર 2000માં નોંધાઈ હતી. ત્યારે દિગ્ગજ બેટર એન્ડી ફ્લાવરે નાગપુરમાં ભારત સામે અણનમ 232 રન બનાવ્યા હતા. ત્યારબાદ લાંબા સમય સુધી ઝિમ્બાબ્વેનો કોઈ બેટર ટેસ્ટમાં 200 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો.અર્વિને પોતાની શાનદાર બેટિંગથી આ દુષ્કાળનો અંત લાવવાની સાથે ઉંમરને પડકારતી ઇનિંગ્સ પણ રમી છે. 279 બોલનો સામનો કરીને બનાવેલા 206 રન ઝિમ્બાબ્વે માટે યાદગાર બની રહેશે. તેમની સાથે વેસ્લી માધેવેરેની પ્રથમ ટેસ્ટ સદી પણ ટીમ માટે મહત્વપૂર્ણ રહી હતી.

Share This Article