ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

માતા અને નવજાતના સ્વાસ્થ્ય માટે અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલ, ઉમરપાડામાં 20 હજારથી વધુ લોકો જોડાયા!

સુરત : અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા તાલુકામાં અમલી સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 16થી 21 નવેમ્બર દરમિયાન નવજાત શિશુ સંભાળ સપ્તાહ (Newborn Care Week)ની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં કુલ 20,057 લોકોએ સહભાગી બની અભિયાનને સફળ બનાવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ માતા અને નવજાત શિશુના આરોગ્ય, પોષણ તથા યોગ્ય સંભાળ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો હતો.

સપ્તાહ દરમિયાન જાગૃતિ રેલી, નવજાત શિશુની સંભાળ અંગે માર્ગદર્શન, સ્તનપાનનું મહત્ત્વ, કાંગારુ મધર કેર (Kangaroo Mother Care), નવજાત શિશુમાં જોખમી લક્ષણોની ઓળખ, માતાઓ માટે કાઉન્સેલિંગ, પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન તેમજ સ્વચ્છતા અંગે નિદર્શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને સુપોષણ સંગિનીઓના સહયોગથી માતાઓને બાળકની યોગ્ય સંભાળ, પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

- Advertisement -

20 અને 21 નવેમ્બરના રોજ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળ પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં બાળકો માટે વિવિધ રમતો, ચિત્રકામ, વાર્તા અને કઠપૂતળીના કાર્યક્રમો, પોષણ સ્ટોલ, બાળકોનું વૃદ્ધિ માપન, આરોગ્ય તપાસણી તેમજ સ્વસ્થ જીવનશૈલી અને સારી આદતોને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માતા અને બાળકના સ્વાસ્થ્ય તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સરકારના આરોગ્ય વિભાગ, પંચાયતના આઇસીડીએસ વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી યોજાયેલી આ ઉજવણીનો સંદેશ હતો કે સ્વસ્થ માતા, સુરક્ષિત નવજાત અને સુપોષિત બાળક એ સ્વસ્થ સમાજનો પાયો છે.

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.