જંબુસર પંથકની રેશનિંગની દુકાનોના સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામતા કાર્ડ ધારકો હાલાકીમાં મુકાયા હતા. રેશનીંગની દુકાનોના સંચાલકોએ રેલી સ્વરૂપે જઇ જંબુસર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આધાર કાર્ડ લિંક સોફ્ટવેર સુધારો તથા કમિશનમાં વધારો કરવા બાબતે આકસ્મિક વીજળી હડતાલ પાડતા કાર્ડ ધારકો પરેશાન થઇ રહ્યા હોઇ જંબુસર શહેર અને તાલુકાની સસ્તા અનાજની બોંતેર દુકાન જેમાં રોગચાળા હજાર આઠસો કાર્ડ ધારકો છે રેશનિંગની દુકાનના સંચાલકોની પડતર માંગણીઓ અને ખામી ભરેલા આધાર સોફ્ટવેર સુધારો કરવા તથા કમિશનમાં વધારો કરવા અંગે મામલતદાર કચેરી ખાતે સંચાલકો એકત્ર થઇ મામલતદાર જંબુસરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સરકારના રોજ બરોજના નીત નવા નિયમોથી આધાર કાર્ડ લિંક થતા નથી અને ગ્રાહક અને દુકાનદાર વચ્ચે રોજબરોજ ઝઘડા ઉદભવે છે તથા દેશના સરકારી દુકાન સંચાલકોને કમિશનમાં તફાવત છે દિલ્હી તથા રાજસ્થાનમાં એક ક્વિન્ટલ અનાજ પાછળ સંચાલકોને કમિશન પેટે ૨૦૦ રૂપિયા આપવામાં આવે છે જ્યારે ગુજરાતમાં એક ક્વિન્ટલના એક પંદર રૂપિયા જાહેર કરી હાલમાં પંચ્યાશી રૂપિયા કમિશન પેટે ચૂકવવામાં આવે છે આ બંને નિયમોનો નિકાલ ના આવે ત્યાં સુધી જંબુસર તાલુકાના તમામ સચેત દુકાન સંચાલકો હડતાળ ચાલુ રાખશે અને અનાજ વિતરણ કરવામાં નહીં આવે તેમ પ્રમુખ વિજયભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે સદર આવેદનપત્ર આપવા જંબુસર શહેર અને તાલુકાના સરકારી દુકાન સંચાલકો હાજર રહ્યા હતા…