નોકરી-ધંધામાં આવક વધારવી છે તો કરો આ ઉપાય :
ૐ સર્વ મંગલ માંગલ્યૈ, શિવે સર્વાર્થ સાધિકે । શરણ્યૈ ત્ર્યમ્બકે ગૌરી, નારાયણી નમોસ્તુતે ।।
આ એક મંત્રનો જાપ કરવાથી બધી જ સમસ્યાનું આવશે નિરાકરણ.
મેષ:
આજ નો દિવસ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતાવાળો રહે. ધંધા-આવક થાય.
વૃષભ:
આપના કાર્યમાં વ્યસ્ત રહો. મહત્ત્વના કામકાજ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. સંસ્થાકીય કામમાં દોડધામ રહે.
મિથુન:
આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. અન્યનું કાર્ય આપની પાસે આવવાથી કાર્યબોજ વધે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કર્ક:
જેમ-જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને સાનુકૂળતા સરળતા થતી જાય. આપના રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કામ ઉકેલાય.
સિંહ:
નોકરી-ધંધાના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મહત્ત્વના નિર્ણયો મુલ્તવી રાખવા. કોર્ટ-કચેરીના કામમાં ધીરજ રાખવી.
કન્યા:
આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય થઈ શકે. ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. આનંદ થાય.
તુલા:
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે પણ દોડધામ-ખર્ચ અનુભવાય. ધંધામાં આવક થાય.
વૃશ્ચિક:
આપને માનસિક પરિતાપ-વિચારની દ્વિધા જણાય. આવેશમાં આવી જઈને કોઈ નિર્ણય કરવો નહીં. ખર્ચ જણાય.
ધન:
આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં.
મકર:
આપને કામમાં સાનુકૂળતા-સરળતા થતી જાય. કાર્યની પ્રશંસા થવાથી ઉત્સાહ વધે. ધંધામાં લાભ-ફાયદો જણાય.
કુંભ:
આપના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. નોકરી-ધંધાર્થે બહાર કે બહારગામ જવાનું બને.
મીન:
ધર્મકાર્ય-શુભકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.