સુરતના પોશ એરિયા એવાં પીપલોદમાં આવેલી ઓઈસ્ટર હોટલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતી પકડાઈ છે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને મળેલી બાતમીનાં આધારે ઉમરા પોલીસે દરોડો પાડ્યો હતો અને દારુની મહેફીલ માણતી મોટા ઘરની મહિલાઓને પકડી પાડી છે.
રાત્રીના સમય દરમિયાન મહિલાને પોલીસ લોકઅપમાં રાખી શકાય એમ ન હોવાથી તમામને ઘરે જવા દેવામાં આવી છે અને આવતીકાલે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે. તમામ 21 મહિલાઓનાં આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. ઓઈસ્ટર હોટલમાં બેવડી બનેલી મહિલાઓના નામ વાંચીને ચોંકી જવાય તેમ છે. આ દારુ પાર્ટીમાં મુસ્લિમ મહિલાનું નામ પણ પોલીસ ફરીયાદ દ્વારા જાણવા મળી રહ્યું છે.
પોલીસનાં દરોડામાં ઝડપાયેલી મહિલાઓનાં નામ
- હર્ષા કમલ ચૌધરી – ભટાર
- રોહિણી રોહિતશેઠ -મગદલ્લા રોડ
- આરતી યશ શાહ- પીપલોદ
- ધનીષાબેન અમરસિંહભાઈ વડીયા – પીપલોદ
- નિધિ વિકાશ જૂનેજા – ઘોડ દોડ રોડ
- બિનડિયા દિપક મલ્હોત્રા- વેસુ
- મોના અશોક રાય – સીટી લાઈટ
- કરીશ્મા ફિરોઝખાન આસીફખાન-અડાજણ
- રાનું સુમિતકુમાર – ભટાર
- સાક્ષી રવિ યદાની – ઘોડ દોડ રોડ
- શીખા અતુલ ખુલ્લર – સીટી લાઈટ
- મોના અવનીશ મોદી – અઠવાલાઇન્સ
- આરતી અનિલ ચોપરા – પીપલોદ
- સીપ્રા સેસવ જૈન – અઠવાલાઇન્સ,
- કાજલ મનોજ ચાવાળા-પીપલોદ
- શિલ્પા કુણાલ બજાજ – પાર્લે પોઇન્ટ
- નીલકમલ વિકાશ મોંઘા – વીઆઇપી રોડ
- પ્રિયાંશા વરૂણ ખન્ના – પીપલોડ
- મોનીકા હિરેન દમણવાળા – અઠવાલાઇન્સ
- રીનાબેન હરુ રોય – પીપલોદ
- મમતા અખિલ ડાવર – પાર્લે પોઇન્ટ