ગુજરાતના સાયબર સેન્ટરે વૈશ્વિક સાયબર સ્લેવરી નેટવર્કનો મુખ્ય સૂત્રધાર “ધ ગોસ્ટ” ઝડપી લીધો

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

હજારો યુવાનોને ફસાવનારા વૈશ્વિક સાયબર રેકેટનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

ગાંધીનગરમાં યોજાયેલી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જાહેરાત કરી કે ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે વિશ્વના સૌથી ઘાતકી સાયબર સ્લેવરી નેટવર્કના માસ્ટરમાઇન્ડ  “ધ ગોસ્ટ” તરીકે ઓળખાતા નીલ પુરોહિતને ઝડપી પાડ્યો છે. આણંદનો રહેવાસી નીલ પુરોહિત મલેશિયા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરી તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે.

નીલ પુરોહિતનું નેટવર્ક : વૈશ્વિક સ્તરે ફેલાયેલું ભયાનક જાળ

હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દક્ષિણ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલું હતું. આ ગેંગે વિવિધ દેશોના હજારો યુવાનોને સાયબર ગુલામીમાં ધકેલ્યા હતા, જેમાં ભારતના 500થી વધુ યુવાનોનો સામાવેશ થાય છે. મ્યાનમારના કેકે પાર્કથી લઈને કંબોડિયા, થાઇલેન્ડ, વિયેતનામ અને દુબઈ સુધી આ નેટવર્કના કેમ્પો સક્રિય હતા, જ્યાં લોકોને જબરદસ્તી ફ્રોડ કરવા માટે મજબૂર કરવામાં આવતા.

harsh sanghvi ghost arrest 1.png

- Advertisement -

આ રેકેટ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, ઇજિપ્ત, બેનિન, કેમરૂન અને ટ્યુનિશિયા જેવા અનેક દેશોમાંથી લોકોને લલચાવીને ગુલામીમાં ફસાવતો હતો. દરેક વ્યક્તિ પર લગભગ ત્રણ લાખ રૂપિયા કમિશન લઈ વિદેશી ટિકિટ, એરપોર્ટ પિકઅપ અને સરહદ પાર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવતી. ભારતીય ભૂમિ પર તેની સામે 126 કરતા વધુ સબ-એજન્ટ સક્રિય હતા. પાકિસ્તાની હેન્ડલર્સ અને ચીની HR કંપનીઓ સાથેનો તેનો સીધો સંપર્ક આ નેટવર્કને વધુ ખરાબ રીતે ખતરનાક બનાવતો હતો.

તપાસ કેવી રીતે પહોંચી “ધ ગોસ્ટ” સુધી

ગુજરાત ATS અને સાયબર ટીમે વિદેશમાં ફસાયેલા ભારતીય યુવાઓને પરત લાવવાની કામગીરી દરમિયાન આ નેટવર્કની મૂળ વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. “ધ ગોસ્ટ” તરીકે ઓળખાતો નીલ પુરોહિત કોઈ ભારતીય ટેલિકોમ સિમ ન વાપરતો અને ગુપ્ત રીતે સતત દેશ બદલતો. પેટા એજન્ટોની હરકતો પર નજર રાખીને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા અંતે તેને જાળમાં લાવવામાં આવ્યો.

- Advertisement -

harsh sanghvi ghost arrest 2.png

ગુજરાતનું સાયબર સેન્ટર વિશ્વનું અદ્યતન સુરક્ષા કેન્દ્ર બની રહ્યું છે

હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતે 500 કરોડના રોકાણથી ઉભું કરેલું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હવે વિશ્વની ટોચની તપાસ એજન્સીઓની સમકક્ષ ક્ષમતા ધરાવે છે. આ કામગીરી એ વાતનું સાબિતીરૂપ છે કે ભારતનું સાયબર સુરક્ષા ક્ષેત્ર હવે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધી અનેક સાગરિતોને ઝડપવામાં આવ્યા છે અને આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેવાની છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.