વાહનચાલકોને મોટો ઝટકો, વ્હીકલ ફિટનેસ ફીસમાં ૧૦ ગણો વધારો; સમય મર્યાદા પણ ઘટાડાઈ
જૂના વાહનોના માલિકોને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ સમગ્ર દેશમાં વાહન ફિટનેસ ટેસ્ટની ફીસમાં સુધારો કર્યો છે. જેમાં કેટલાક વાહનો માટે નવા દરો અગાઉની સરખામણીમાં બમણા થઈ ગયા છે. આ દરો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (પાંચમો સુધારો) હેઠળ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે.
જૂના વાહન માલિકોને વધુ એક ઝટકો લાગ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ સમગ્ર દેશમાં વાહન ફિટનેસ ટેસ્ટની ફીસમાં સુધારો કર્યો છે. જેમાં નવા દરો કેટલાક વાહનો માટે અગાઉની સરખામણીમાં બમણા થઈ ગયા છે. આ દરો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (પાંચમો સુધારો) હેઠળ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે. આમાં સૌથી મોટો ફેરફાર એ છે કે સરકારે ફિટનેસ ફીસની ઉચ્ચ કેટેગરી માટે વાહનની આયુ સીમા ઘટાડી દીધી છે.
બિઝનેસ ટુડેના એક રિપોર્ટ અનુસાર, સરકારે ફિટનેસ ફીસની હાઈ કેટેગરી માટે ઉંમર મર્યાદા ઘટાડી દીધી છે. જો જૂના નિયમની વાત કરીએ તો તેમાં માત્ર ૧૫ વર્ષથી વધુ જૂના વાહનો પર જ સરકાર દ્વારા વધારે ફીસ લગાવવામાં આવતી હતી, પરંતુ હવે સરકારે આ ઉંમર ઘટાડીને ૧૦ વર્ષ કરી દીધી છે. એટલે કે, તમારું વાહન ૧૦ વર્ષ પૂરા થતાં જ વધેલી ફિટનેસ ફીસની કેટેગરીમાં આવી જશે.
વાહનના ૧૦ વર્ષ પૂરા થતાં જ ફીસ વધશે
MoRTHએ સમગ્ર દેશમાં સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કર્યો છે. આ હેઠળ, MoRTH એ ફિટનેસ ટેસ્ટની ફીસમાં વધારો કર્યો છે. MoRTH એ તેને ત્રણ ભાગોમાં વહેંચી દીધું છે:
-
પ્રથમ કેટેગરી: ૧૦ થી ૧૫ વર્ષના વાહનો.
-
બીજી કેટેગરી: ૧૫ થી ૨૦ વર્ષના વાહનો.
-
ત્રીજી કેટેગરી: ૨૦ વર્ષથી વધુ જૂના વાહનો.
હવે સમય જતાં જેમ-જેમ તમારું વાહન જૂનું થશે, તેમ-તેમ તેની ફિટનેસ ફીસ વધતી જશે. અગાઉ લાગુ કરાયેલા નિયમો અનુસાર, ૧૫ વર્ષ જૂના વાહનો માટે ફીસ એકસમાન હતી, પરંતુ હવે દરેક કેટેગરી માટે અલગ-અલગ હિસાબે ફીસ લેવામાં આવશે.
MoRTH દ્વારા લાગુ કરવામાં આવેલો આ નિયમ હવે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ક્વોડ્રિસાઇકલ, લાઇટ મોટર વ્હીકલ, હેવી ગુડ્સ અને પેસેન્જર વ્હીકલ સહિત તમામ વાહનો પર લાગુ થશે. હવે તમારું વાહન નાનું હોય કે મોટું… સમયની સાથે તેની ફિટનેસ ફીસ વધતી જશે.
ભારે વાહનો પર લાગશે ૧૦ ગણી ફીસ
સરકાર દ્વારા વધારવામાં આવેલી ફિટનેસ ફીસની સૌથી વધુ અસર ભારે કોમર્શિયલ વાહનો પર પડશે. તમને જણાવી દઈએ કે ૨૦ વર્ષ જૂના જે ટ્રક અને બસોની ફિટનેસ ફીસ પહેલા ₹૨,૫૦૦ હતી તે હવે વધીને સીધી ₹૨૫,૦૦૦ થઈ ગઈ છે.
આ જ રીતે, ૨૦ વર્ષ જૂના મીડિયમ કોમર્શિયલ વાહનોની ફીસ પહેલા ₹૧,૮૦૦ થતી હતી, પરંતુ તે હવે વધીને ₹૨૦,૦૦૦ થઈ ગઈ છે.
જો લાઇટ મોટર વાહનોની વાત કરીએ, તો તેમના માટે પણ આ વધારો ઘણો વધારે છે. ૨૦ વર્ષથી વધુ જૂના હળવા મોટર વાહનોની ફિટનેસ ફીસ હવે ₹૧૫,૦૦૦ થઈ ગઈ છે. થ્રી-વ્હીલર વાહનો માટે આ રકમ ₹૭,૦૦૦ અને ટુ-વ્હીલર વાહનો માટે ₹૬૦૦ થી વધીને ₹૨,૦૦૦ થઈ ગઈ છે.

