સુરત: રાંદેરનાં મુસ્તકીમ ઉર્ફે મુસ્તાક ઝૂનઝુનિયા અને ગની મેમણને દિલ્હી પોલીસ ઉંચકી ગઈ, USDTમાં કરોડો રુપિયાનો કર્યો છે મોટો ખેલ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

દિલ્હી સાયબર ક્રાઈમ સેલની મોટી કાર્યવાહી: સુરતમાંથી USDT અને ઓનલાઈન ગેમિંગના વેપલા સાથે સંકળાયેલા બે ઝડપાયા

સુરતમાં ઓનલાઈન USDT અને ગેમિંગનાં વેપલાની સામે પોલીસ દ્વારા સિકંજો કસાતા સુરત રાંદેર રોડનાં ગોરાટ વિસ્તારમાં રહેતા બે શખ્સોને દિલ્હી સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની વિશ્વસનીય માહિતી મળી રહી છે.

જાણવ મળ્યા પ્રમાણે સુરતનાં ગોરાટ રોડ, ઝૈનબ હોસ્પિટલ નજીક આવેલા અલ્ટીમેટ ટાવરમાં રહેતા મુસ્તકીમ ઉર્ફે મુસ્તાક ઝુનઝુનિયા અને ગની મેમણે નામની વ્યક્તિઓ USDT અને ઓનલાઈન ગેમિંગનો ઓનલાઈન વેપલો કરતા હતા. દિલ્હી સાયબર સેલમાં આ બન્નેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સૂત્રો મુજબ અંદાજે દોઢથી બે કરોડ રુપિયાની ઓનલાઈન ગેમિંગ અને USDTનાં ફ્રોડમાં બન્નેની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ સુરત આવી હતી અને બન્નેને ઉંચકીને દિલ્હી જવા રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

WhatsApp Image 2025 12 06 at 7.11.01 PM

સૂત્રો મુજબ મુસ્તકીમ ઉર્ફે મુસ્તાક ઝુઝુનિયા દ્વારા દોઢ-બે વર્ષ પહેલાં અપહરણ કરીને 35 લાખના USDTની લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાની વધુ વિગતો એવી છે કે મુસ્તકીમ ઉર્ફે મુસ્તાક ઝુઝુનિયાનું ઝૈનબ હોસ્પિટલ નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. ઝુનઝુનિયાનાં પગના અંગુઠા પર ચાકુ અંગુઠો કાપી લેવાની ધમકી આપી 35 લાખના USDT ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ઓનલાઈન USDTની લૂંટની ગુજરાતની પ્રથમ ઘટના બની હતી અને આ ઘટનાએ ખાસ્સી એવી ચકચાર મચાવી હતી. ઓનલાઈન USDTની લૂંટ કરી ઝુનઝુનિયાને ઓલપાડથી સુરતના વિવિધ વિસ્તારોમાં ફેરવ્યા બાદ તેને લીંબાયતમાં તરછોડી દેવામાં આવ્યો હતો. જોકે, 35 લાખ રુપિયાના USDT પડાવી લેવામાં કાવતરાખોરો સફળ રહ્યા હતા પરંતુ બાદમાં ઝુઝુનિયાએ પોલીસ ફરિયાદ કરી હતી અને લૂંટ કેસમાં પોલીસે રાજકોટ સહિત સુરતનાં કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.

- Advertisement -

મહત્વની વાત એ છે કે લૂંટ સમયે ઝુનઝુનિયાએ USDT અને ઓનલાઈન ગેમિંગને લઈ ફરિયાદ કરી હોવા છતાં સુરત પોલીસે જે-તે વખતે ઝુઝુનિયાના USDTનાં નેટવર્કની તપાસ કેમ ન કરી? આ સવાલ દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ઉભા થઈ રહ્યા છે. દેશભરમાં ઓનલાઈન ગેમિંગ અને USDT પ્રતિબંધિત છે ત્યારે ઝુનઝુનિયા અને ગની મેમણનો USDTનો વેપલો કેવી રીતે ધમધમી રહ્યો હતો તે પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.