નિમિષા પારેખની અનોખી ‘મેહંદીકૃત રામાયણ’: પૂજ્ય મોરારી બાપુએ હૃદયપૂર્વક આપ્યા આશીર્વચન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

નિમિષા પારેખ દ્વારા રચિત મેહંદીકૃત રામાયણ માટે મોરારી બાપુએ આપ્યા આશીર્વચન

સુરતના વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં મેહંદીકૃત એક્ઝિબિશનમાં મેહંદીકૃત રામાયણનું વિશેષ આકર્ષણ • વારલી ચિત્રકલાના સ્વરૂપમાં મેહંદીથી રામાયણના 51 પ્રસંગો પુસ્તકના સ્વરૂપે પ્રકાશિત કરાયું,

સુરતના વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે એક અનોખું મેહંદીકૃત એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. તારીખ 8 ઓક્ટોબર 2026ના રોજ સવારે 10 કલાકથી શરૂ થયેલા આ એક્ઝિબિશનને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિઝિટર્સ અને શહેરના મહાનુભાવો પધાર્યા હતા.

- Advertisement -

surat.jpeg

મેંહદીકલ્ચરના કો-ફાઉન્ડર નિમિષા પારેખ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્ઝિબિશનમાં ખાસ નિમિષા પારેખ દ્વારા બનાવવામાં આવેલા પેઇન્ટિંગ અને સાથે જ મેહંદીકૃત રામાયણ આકર્ષણનું કેન્દ્ર હતું.

- Advertisement -

રામાયણના 51 પ્રસંગોને વારલી ચિત્રકલા સ્વરૂપે મેહંદીમાં રચીને તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. હાલમાં જ નિમિષા પારેખે જાણીતા રામકથાકાર પૂજનીય મોરારી બાપુને મેંહદીકૃત રામાયણ ભેટમાં આપીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રામાયણને આ રીતે મેહંદીના સ્વરૂપે જોઇને મોરારી બાપુએ પુસ્તકને લઇને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને પુસ્તકની રચનાને આશીર્વચન આપ્યા હતા અને સાથે જ આ કલાને વધુ વિકસિત કરવા માટે નિમિષા પારેખને પણ આશીર્વાદ આપ્યા હતા.

surat1.jpg

એક્ઝિબિશનમાં સવારથી જ કલારસિકોએ આ પેઇન્ટિંગ ઉપરાંત મેહંદીકૃત રામાયણના પુસ્તકને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. આ બાબતે મેહંદીકલ્ચરના સહ-સ્થાપક નિમિષા પારેખે જણાવ્યું હતું કે, આપણી કલા, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા માટે આ પુસ્તક એક ઓસ્પિશિયસ ગિફ્ટ માટે બેસ્ટ છે. રામાયણના આ 51 પ્રસંગોને વારલી કલા સ્વરૂપે દર્શાવીને લોકોને અચરજ પમાડી દેનાર નિમિષા પારેખે કેન્વાસ તેમજ અલગ અલગ રીતે મેહંદીને દર્શાવીને પોતાની કલાનું અનોખું પ્રદર્શન કર્યુ હતું. આ એકદિવસીય એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતના જાણીતા મહાનુભાવો પધાર્યા હતા અને નિમિષા પારેખના આ કલાને બિરદાવી હતી.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.