રાજકોટ જિલ્લામાં માનવતાને શરમાવે એવી દુષ્કર્મની ઘટના, બાળકીની હાલત ગંભીર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

આટકોટ પંથકમાં નિર્ભયા જેવી ઘટનાથી લોકોમાં આક્રોશ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે કે જેણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. માત્ર છ વર્ષની બાળકી પર એક દુષ્કર્મી વ્યક્તિએ અમાનવીય કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ બાળકીને શારીરિક શોષણ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લાકડી જેવી વસ્તુ ઘુસાડી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર નિર્ભયા કાંડની યાદ તાજી કરી છે.

રમતી બાળકીને ખેતરમાંથી ઉઠાવી ગાંભીર ઇજા સાથે છોડીને ફરાર

બાળકી પોતાના ઘર પાસેના ખેતરમાં રમતી હતી ત્યારે આરોપીએ તેને જબરદસ્તી ઉઠાવી લઈ ગયો હતો. શોષણ કર્યા પછી બાળકી ને કણસતા હાલતમાં ખેતરમાં જ ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. ડોક્ટરો અનુસાર હાલત અત્યંત ગંભીર છે અને ટીમો સતત સારવારમાં લાગી છે.

child abuse rajkot atkot case.jpeg

- Advertisement -

પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં, અનેક ટીમો તપાસમાં જોડાઈ

દુષ્કર્મની જાણ થતાં જ આટકોટ પોલીસ, LCB અને SOGની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાળકીની હાલત જાણ્યા બાદ પોલીસે તરત જ POCSO અને સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉપલા અધિકારીઓ પણ સતત આટકોટ પોલીસ સ્ટેશનમાં પહોંચીને તપાસની ગતિ તીવ્ર બનાવી રહ્યા છે. પોલીસે વિસ્તારની ચકાસણી વધારી આરોપીને પકડવા માટે મોહિમ તેજ કરી છે.

આરોપીની શોધમાં પોલીસે ઘેરો સખત કર્યો, ઝડપ માટે ભારે દોડધામ

આટકોટ પોલીસ સ્ટેશનમાં હાલ તંગદિલીનો માહોલ છે અને દરેક ટીમ આરોપી સુધી પહોંચવા માટે કાર્યરત છે. પોલીસે ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ કોઈ પણ પ્રકારની હળવાશ દાખવી નથી. ટેક્નિકલ સર્વેલન્સ, સ્થાનિક ઇનપુટ અને માનવબુદ્ધિનો સહારો લઈને પોલીસે શોધ કામગીરી ઝડપી બનાવી છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આરોપીને ટૂંક સમયમાં કાયદાની પકડમાં લાવવામાં આવશે.

- Advertisement -

child abuse rajkot atkot case.png

બોટાદમાં પણ ઉમરથી નાની સગીરા પર દુષ્કર્મ, બાળકી માતા બની

આ ઘટનાની વચ્ચે બોટાદ જિલ્લાના તરઘરા ગામમાંથી પણ ચોંકાવનારી માહિતી મળી છે. અહીં 70 વર્ષીય અરજણ ખોડા ચાવડાએ 14 વર્ષીય સગીરા પર લાંબા સમય સુધી શોષણ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. તબિયત બગડતા સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીએ નવજાતને જન્મ આપ્યો છે. હાલ બાળકને ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. રાજ્યમાં નાબાલિગો સામેના ગુનાઓ વધી રહ્યાં છે તેવા સંકેતોથી સમાજમાં ચિંતા ફેલાઈ છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.