25 વર્ષ બાદ યુરિયા ઉત્પાદન ખર્ચમાં સુધારા તરફ સરકારની મોટી તૈયારી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

સબસિડીનો ભાર વધશે? યુરિયા ભાવ વધારાથી ખેડૂતો પર શું પડશે અસર

દેશમાં સૌથી વધુ વપરાતા ખાતર યુરિયાના ઉત્પાદન ખર્ચમાં સરકાર ટૂંક સમયમાં મહત્વનો ફેરફાર લાવી શકે છે. ખાતર સચિવ રજત કુમાર મિશ્રાએ જણાવ્યું કે વર્ષના અંત સુધીમાં ગેસ આધારિત 30 યુરિયા પ્લાન્ટોના નિશ્ચિત ખર્ચમાં વધારો કરવાની યોજના પર ચર્ચા ચાલી રહી છે. છેલ્લા લગભગ 25 વર્ષથી આ ખર્ચમાં કોઈ સુધારો ન થવાને કારણે ઉદ્યોગમાં ચિંતા વધી હતી, જેને સરકાર હવે દૂર કરવા ઈચ્છે છે. પગાર, મેન્ટેનન્સ અને વર્કિંગ કેપિટલ જેવા ખર્ચો વધ્યા હોવા છતાં નિશ્ચિત દર વર્ષ 2000થી અપરિવર્તિત રહ્યા છે.

25 વર્ષ બાદ ફેરફારની તૈયારી

મિશ્રાએ સ્પષ્ટ કર્યું કે ઉત્પાદન ખર્ચમાં વધારા અંગેનો નિર્ણય મંત્રાલય પોતાના સ્તરે જ લઈ શકશે અને મંત્રીમંડળની મંજૂરી જરૂરી નહીં હોય. તેમણે આશા વ્યક્ત કરી કે નિર્ણય વર્ષના અંત પહેલાં જ જાહેર થઈ શકે છે. ઉદ્યોગની માંગને મંજૂરી મળવાથી યુરિયા ઉત્પાદન સંસ્થાઓને થોડો રાહત શ્વાસ મળશે. વધતા ઓપરેટિંગ ખર્ચને ધ્યાનમાં રાખીને આ સુધારાની મોટી જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

urea production cost india 1.png

- Advertisement -

ખેડૂતો પર પડી શકે છે સંભવિત અસર

હાલમાં સ્પષ્ટ નથી કે ઉત્પાદન ખર્ચ વધવાથી ખેડૂતોને યુરિયા મોંઘું મળશે કે નહીં, પરંતુ બજાર મૂલ્ય વધે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. જો બજારી ભાવમાં વધારો થાય તો ખેડૂતોને બચાવવા માટે સરકારે સબસિડીનો ભાર વધારવો પડશે. અન્યથા, વધેલા ખર્ચનો સીધો અસર ખેડૂતોના ખિસ્સા પર પડશે. સરકાર જો સબસિડી દ્વારા ભાવને સ્થિર રાખે તો તેની અસર ખજાનાં પર વધેલા ખર્ચ રૂપે પડશે.

યુરિયા પર સરકારની મોટી સબસિડી

ભારત સરકાર હાલમાં યુરિયા પર ભારે પ્રમાણમાં સબસિડી આપે છે, જેથી ખેડૂતોને તે ઓછી કિંમતે ઉપલબ્ધ રહે. એક બોરી યુરિયાનો વાસ્તવિક ખર્ચ આશરે રૂ. 1635 છે, જ્યારે ખેડૂતોને તે માત્ર રૂ. 266માં મળે છે. એટલે કે એક બોરી પાછળ સરકાર લગભગ રૂ. 1369 જેટલી સબસિડી આપે છે. કુલ ખર્ચના લગભગ 80 ટકા ભાગનો બોજ સરકાર ઉઠાવે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સબસિડીની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

urea production cost india 2.png

ખેડૂતો માટે યુરિયાની મહત્ત્વની ભૂમિકા

દેશમાં ખેડૂતો દ્વારા વપરાતા કુલ ખાતરમાંથી 50 થી 60 ટકા યુરિયા હોય છે, એટલે યુરિયા ભાવમાં નાનો ફેરફાર પણ ખેતીના ખર્ચમાં મોટો વધારો કરી શકે છે. જો એક બોરીનો ભાવ માત્ર 400થી 500 રૂપિયા સુધી પણ વધે તો પ્રતિ એકર ખેતી ખર્ચમાં 2.5 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે નાના અને સીમાંત ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થશે. ઉપરાંત પાકની ઉત્પાદકતા પણ 8 થી 15 ટકા સુધી ઘટવાની શક્યતા રહે છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.