ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી 2024નું અંતિમ પરિણામ જાહેર, 11,899 ઉમેદવારોની પસંદગી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

રાજ્યની સુરક્ષા દળને મળશે નવા લોકરક્ષક, ભરતી બોર્ડે જાહેર કરી ફાઇનલ યાદી

ગુજરાત પોલીસમાં લોકરક્ષક ભરતી 2024ને લઈને લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટી જાહેરાત સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે 12 ડિસેમ્બરે સત્તાવાર વેબસાઇટ પર અંતિમ પસંદગી યાદી જાહેર કરી છે. આ સાથે રાજ્યભરના લાખો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પસંદ થયેલા ઉમેદવારો માટે આગામી તબક્કાની તૈયારી શરૂ થશે.

કુલ પસંદગી અને લિંગ મુજબ આંકડા

અંતિમ પરિણામ મુજબ કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારોનો સમાવેશ થાય છે. પસંદ થયેલ ઉમેદવારોમાં 8,782 પુરુષ લોકરક્ષક અને 3,117 મહિલા લોકરક્ષક સામેલ છે. ભરતી દરમિયાન વિવિધ કારણોસર 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હોવાનું પણ સામે આવ્યું છે.

Gujarat Police LRD Result 2.png

- Advertisement -

યુપીસી અને હથિયારી પોલીસનો કટઓફ

અંતિમ પસંદગી યાદીમાં કટઓફના આંકડા પણ જાહેર કરાયા છે. બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કટઓફ 132.25 રહ્યો છે, જ્યારે મહિલાઓ માટે 113.50 નોંધાયો છે. હથિયારી પોલીસમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કટઓફ 124.50 અને મહિલા ઉમેદવારો માટે 100.75 રહ્યો છે.

Gujarat Police LRD Result 1.png

- Advertisement -

લાંબી ભરતી પ્રક્રિયા બાદ પૂર્ણતા

ગુજરાતમાં લોકરક્ષક કેડરની આશરે 12 હજાર જગ્યાઓ માટે 10.93 લાખ ઉમેદવારો શારીરિક પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 15 જૂન 2025ના રોજ 2.47 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ત્યારબાદ 30 જૂને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. હવે અંતિમ પરિણામ સાથે આ ભરતી પ્રક્રિયાને પૂર્ણવિરામ મળ્યું છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.