Video: અક્ષય ખન્નાની ફેન બની બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી, ‘ધુરંધર’ના ગીત પર ડાન્સ કરી કરી જોરદાર પ્રશંસા
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે સિનેમાઘરોમાં તોફાન મચાવી રહી છે. ત્રીજા અઠવાડિયે પણ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી અને તે ખૂબ જ જલ્દી 600 કરોડ ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જો કોઈ એક વ્યક્તિની સૌથી વધુ ચર્ચા થતી હોય, તો તે છે અક્ષય ખન્ના. અક્ષયે ફિલ્મમાં રહેમાન ડકૈતનું પાત્ર ભજવ્યું છે, જેનો ડાન્સ સીક્વન્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
શિલ્પા શેટ્ટી પર ચડ્યો અક્ષય ખન્નાનો જાદુ
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અક્ષય ખન્નાની સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોની સાથે શિલ્પાએ ફિલ્મનો રિવ્યુ પણ આપ્યો છે અને આખી સ્ટારકાસ્ટના ભારોભાર વખાણ કર્યા છે. શિલ્પાએ લખ્યું, “ફેન તો મળ્યો નથી, પણ હું ફેન થઈ ગઈ છું. તો આ ટ્રેન્ડ કરવો તો બનતો જ હતો!”
શિલ્પાએ કોના માટે શું કહ્યું?
પોતાની પોસ્ટમાં શિલ્પાએ ફિલ્મના મુખ્ય કલાકારોની પ્રશંસા કરતા લખ્યું:
- અક્ષય ખન્ના: “ઓહ માય ગોડ! ઓરા મેક્સ (Aura Max).” અક્ષયના પર્ફોર્મન્સથી શિલ્પા ખૂબ જ પ્રભાવિત થઈ છે.
- રણવીર સિંહ: “રણવીર તમારો સમય આવી ગયો છે. તમે કેરેક્ટરમાં એકદમ ફિટ હતા.”
- આર માધવન: “માધવન, તમારાથી શ્રેષ્ઠ આ રોલ બીજું કોઈ ન કરી શક્યું હોત.”
- અન્ય સ્ટાર્સ: અર્જુન રામપાલને ‘જબરદસ્ત’ અને સંજય દત્તને ‘હંમેશની જેમ રોકસ્ટાર’ ગણાવ્યા છે. આ ઉપરાંત ગૌરવ ગેરા અને માનવ ગોહિલની કાસ્ટિંગ માટે તેણે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાનો પણ આભાર માન્યો છે.
View this post on Instagram
આદિત્ય ધરનું શાનદાર વિઝન
શિલ્પાએ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરના વખાણ કરતા તેમને ‘વિઝનરી’ કહ્યા છે. તેણે કહ્યું કે આદિત્યએ લાંબા સમય બાદ સૌથી વધુ દેશભક્તિ જગાડતી ફિલ્મોમાંની એક બનાવી છે. ફિલ્મના સંગીત માટે શાશ્વત સચદેવના પણ વખાણ કર્યા અને કહ્યું કે ‘ધુરંધર’ના ગીતો અત્યારે તેની ફેવરિટ પ્લેલિસ્ટમાં છે.
શું છે ફિલ્મની વાર્તા?
‘ધુરંધર’માં રણવીર સિંહ એક ભારતીય જાસૂસ (Spy) ના રોલમાં છે, જે પાકિસ્તાન જાય છે અને ત્યાં લ્યારી ટાઉનની ગેંગનો હિસ્સો બને છે. ત્યાં તે અક્ષય ખન્ના (રહેમાન ડકૈત) સાથે કામ કરે છે. ફિલ્મમાં રણવીર, અક્ષય, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજોની જુગલબંધી જોવા મળે છે.
