પારડી તાલુકાના શિક્ષકોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ, હવે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રાકૃતિકના ખેતીના પાઠ ભણાવશે
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે શિક્ષકો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેને અપનાવવાની રીતો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમથી શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે જાણવામાં મદદ મળી હતી અને તેઓ તેમના વિદ્યાર્થીઓને પણ આ વિશે જાણકારી આપી શકશે. જેથી નવી પેઢીના યુવાધનમાં પ્રાકૃતિક ખેતીની બીજ રોપાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા શિક્ષકો માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.