ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો પ્રારંભ, વિકસિત ભારત માટે માઈનિંગ સેક્ટરનો રોડમેપ તૈયાર થશે

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

ખનિજ સંપત્તિથી આત્મનિર્ભર ભારત તરફ ગુજરાતની મજબૂત ભૂમિકા: રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં મહત્વપૂર્ણ ચર્ચા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ ત્રણ દિવસીય શિબિરમાં દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વિકસિત ભારત ૨૦4૭ ના લક્ષ્યને હાંસલ કરવા માટે માઈનિંગ સેક્ટરનો ભાવિ રોડમેપ અહીં તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ પ્લેટફોર્મને નવા ભારતના નિર્માણ માટે એક સક્ષમ મંચ ગણાવ્યું છે.

ખનિજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર સ્તંભ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે માઈનિંગમાં પારદર્શિતા અને ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે. ગુજરાતે લિગ્નાઈટ, લાઈમસ્ટોન અને બોક્સાઈટ જેવા મહત્વના ખનિજોના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં ખનિજ ચોરી રોકવા અને પરિવહન પર દેખરેખ રાખવા માટે જીપીએસ આધારિત વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ રીફોર્મ્સથી વહીવટમાં વધુ શિસ્ત અને નિયમોનું પાલન સુનિશ્ચિત થયું છે.

National Mineral Chintan Shivir 2026 2.png

- Advertisement -

કેન્દ્રીય મંત્રીઓએ આપ્યો ગ્રોથ મંત્ર

કેન્દ્રીય ખાણ ખનિજ મંત્રી જી. કિશન રેડ્ડીએ શિબિરમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૪ની સરખામણીએ મિનરલ એક્સપ્લોરેશનમાં ૧૯૦ ટકાનો જંગી વધારો થયો છે. ભારત હવે લિથિયમ અને કોબાલ્ટ જેવા ક્રિટિકલ મિનરલ્સના નિષ્કર્ષણથી આગળ વધીને તેના રિસાયકલિંગ અને રિપ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સરકારનો લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ઈ-વેસ્ટમાંથી મહત્વના ખનિજો મેળવવાનો છે. ગુજરાત મોડેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે અનેક રાજ્યો વિકાસ માટે સ્પર્ધા કરી રહ્યા છે.

પર્યાવરણ અને જળ જાળવણી પર ભાર

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ખનિજ સંપત્તિને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી તેની સાથે જળ વ્યવસ્થાપનનો સમન્વય કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે માઈનિંગ વિથ માઈન્ડફુલનેસનો મંત્ર આપતા કહ્યું કે ખાણકામ પ્રક્રિયામાં પાણીનો પુનઃઉપયોગ અને રિસાયકલિંગ ખૂબ જ જરૂરી છે. જો પર્યાવરણ અને ભૂગર્ભ જળના સ્તરને ધ્યાનમાં રાખીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો જ લાંબાગાળાનો આર્થિક ફાયદો મેળવી શકાશે.

- Advertisement -

National Mineral Chintan Shivir 2026 1.png

આત્મનિર્ભરતા અને ભવિષ્યનું આયોજન

શિબિર દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી સતિષચંદ્ર દુબેએ જણાવ્યું કે ૨૦૨૬નું વર્ષ ખનિજ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે નિર્ણાયક સાબિત થશે. બેટરી નિર્માણમાં વપરાતા ખનિજોના ઉત્પાદન માટે હરાજીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને આધુનિક સાધનોના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ અને પ્રદૂષણમાં ઘટાડો થશે. આ અવસરે વિવિધ રાજ્યોના મંત્રીઓ અને ભારત સરકારના સચિવોએ ઉપસ્થિત રહીને ખનિજ ક્ષેત્રે ખાનગી રોકાણ વધારવા પર ચર્ચા કરી હતી.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.