સામરપાડા: ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સામરપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કૃષિ સખી અંબાબેન અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ સાથે જ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો (૧) જીવામૃત, (૨) ઘનજીવામૃત, (૩) બીજામૃત, (૪) આચ્છાદાન અને (૫) મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ સિવાય જીવામૃત કેવી રીતે બનાવવું એ અંગે પણ પ્રેક્ટીકલ તાલીમ ખેડૂતોને આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે પણ સમજણ આપવામાં આવી હતી.
