બોટાદ જિલ્લામાં આપત્તિ પ્રતિસાદ વધુ મજબૂત બન્યો, DEOC દ્વારા ૨૨ પ્રકારના શોધ અને બચાવ સાધનોની ખરીદી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
1 Min Read

GSDMAની ગ્રાંટથી બોટાદ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે આધુનિક સંસાધનોનો ઉમેરો

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ક્ષમતાને વધુ સઘન બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાંટના માધ્યમથી બોટાદ જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (DEOC) માટે અત્યાધુનિક બચાવ સાધનોની ખરીદી કરવામાં આવી છે.

આગોતરા ચેતવણી અને તાત્કાલિક પ્રતિસાદ માટે Gem પોર્ટલ દ્વારા કુલ ૨૨ પ્રકારના મહત્વપૂર્ણ સંસાધનો વસાવવામાં આવ્યા છે, જેની યાદી નીચે મુજબ છે:

  • બચાવ સાધનો: બોટ, લેડર્સ (સીડી), રોપ (દોરડા), હારનેશ અને ચેઇન શો.

  • વીજળી અને પ્રકાશ: પોર્ટેબલ જનરેટર, પોર્ટેબલ લાઇટ્સ અને હાઇડ્રોલીક ફુટ પંપ.

  • સલામતી અને સુરક્ષા: સેફ્ટી ગોગલ્સ, ફાયર બ્લેંકેટ્સ, રેઇન કોટ અને અમ્બ્રેલા.

  • મેડિકલ અને સંદેશાવ્યવહાર: ફર્સ્ટ એઇડ કીટ, સ્ટ્રેચર, મેગા ફોન અને સાયરન.

  • સાધન-સામગ્રી: પાવર કટર, ડ્રિલ મશીન, એક્ષ (કુહાડી), શોવેલ્સ (પાવડા), જેક્સ અને ટેંટ.

Botad District Disaster Management Resources 2026.png

- Advertisement -

આ તમામ સંસાધનોની સમીક્ષા જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોય અને નિવાસી અધિક કલેક્ટર પી.એલ. ઝણકાત દ્વારા કરવામાં આવી હતી. આ સાધનો કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેવી કે પૂર, વાવાઝોડું કે ધરતીકંપના સમયે શોધ અને બચાવ કામગીરીમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

જિલ્લા પ્રશાસનની આ પહેલથી આપત્તિ સમયે પ્રતિભાવ આપવાની ઝડપ વધશે અને નાગરિકોની જાન-માલની સુરક્ષા વધુ મજબૂત બનશે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.