IND vs PAK મેચ રદ: PCB થશે કંગાલ? 2200 કરોડના ફટકાથી પાકિસ્તાન ક્રિકેટ રોડ પર આવી જશે!

4 Min Read

IND vs PAK મેચ રદ થવાથી PCBને ભારે નુકસાનની શક્યતા, અંદાજે ₹2200 કરોડની ખોટ

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુચર્ચિત મેચ રદ થવાની શક્યતાએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટમાં ભારત સામે રમવાનું ટાળવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે માત્ર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) જ નહીં પરંતુ ICC, બ્રોડકાસ્ટર્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સને પણ ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. આ ટૂર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નક્કી કરવામાં આવી હતી. પરંતુ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જો આ નિર્ણય યથાવત્ રહે છે, તો ક્રિકેટ ઈતિહાસની સૌથી આવક લાવનારી મેચોમાંની એક રદ થવાની શક્યતા છે.

- Advertisement -

pak.jpg

IND vs PAK મેચ = કરોડો ડોલરની આવક

ICC ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર રમત પૂરતી સીમિત નથી હોતી, પરંતુ તે એક વૈશ્વિક ઇવેન્ટ બની જાય છે. એક અંદાજ મુજબ, ભારત-પાકિસ્તાન વચ્ચેની એક મેચથી આશરે $250 મિલિયન (₹2200 કરોડથી વધુ)ની આવક થાય છે. આ આવકમાં ટીવી બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ, ડિજિટલ સ્ટ્રીમિંગ, જાહેરાતો, સ્પોન્સરશિપ, ટિકિટ વેચાણ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે બંને ટીમો હવે માત્ર મલ્ટી-નેશન ટૂર્નામેન્ટમાં જ આમને-સામને આવે છે. આ જ કારણે ICC દરેક મોટા ટૂર્નામેન્ટમાં બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખે છે, જેથી દર્શકોની ઉત્સુકતા અને આવક બંને વધે.

ભારતીય બ્રોડકાસ્ટરને પણ કરોડોની ખોટ

જો આ મેચ ન રમાય, તો ભારતીય મીડિયા બ્રોડકાસ્ટર JioStarને પણ ભારે નુકસાન થશે. હાલ JioStar ICC સાથેના લગભગ $3 બિલિયનના કરારને ફરીથી ચર્ચા હેઠળ રાખવાનો પ્રયાસ કરી રહી છે. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન માત્ર 10 સેકન્ડની જાહેરાત માટે લગભગ ₹40 લાખ સુધી ચૂકવવામાં આવે છે. એક અંદાજ મુજબ, આ એક જ મેચથી બ્રોડકાસ્ટરને ₹200થી ₹250 કરોડની જાહેરાત આવક થાય છે, જે હવે ગુમાવવાની શક્યતા છે.આ સાથે ICCની આવક પર પણ સીધી અસર પડશે, કારણ કે આ મેચ ટૂર્નામેન્ટની સૌથી વધુ જોવાતી અને સૌથી વધુ કમાણી કરાવતી મેચ ગણાય છે.

pak11.jpg

- Advertisement -

પાકિસ્તાનને પણ મોટું આર્થિક જોખમ

જો પાકિસ્તાન આ મેચનો બહિષ્કાર કરે છે, તો નિયમો અનુસાર ભારતને ‘વોકઓવર’ દ્વારા પૂર્ણ પોઈન્ટ્સ મળી જશે. પરંતુ ICC પાસે સંપૂર્ણ અધિકાર છે કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આર્થિક દંડ લાદી શકે.

પૂર્વ ICC અને PCBના કમ્યુનિકેશન હેડ સામી-ઉલ-હસન બર્નીએ આ મામલે કહ્યું હતું કે,
“એક ભારત-પાકિસ્તાન મેચનો ખર્ચ અને આવક મળીને આશરે $250 મિલિયન જેટલી થાય છે. પાકિસ્તાનની વાર્ષિક ક્રિકેટ આવક માત્ર $35.5 મિલિયન છે. આવી સ્થિતિમાં જો ICC દ્વારા દંડ ફટકારવામાં આવે, તો PCB માટે આ નુકસાન સહન કરવું અશક્ય બની શકે છે.”તેમના જણાવ્યા મુજબ, જો PCB પર ભારે દંડ લાદવામાં આવે, તો તે પાકિસ્તાન ક્રિકેટના અસ્તિત્વ માટે પણ ગંભીર જોખમ બની શકે છે.

ભારત-પાકિસ્તાન મેચ માત્ર ક્રિકેટ મેચ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાંની એક છે. જો T20 વર્લ્ડ કપ 2026માં આ મેચ રદ થાય છે, તો તેનો ફટકો PCB, ICC, બ્રોડકાસ્ટર્સ અને સમગ્ર ક્રિકેટ ઈકોસિસ્ટમને લાગશે. આવનારા દિવસોમાં પાકિસ્તાનના નિર્ણય પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.

Share This Article