Video: ચોધાર આંસુએ રડતી જોવા મળી વડા પાઉં ગર્લ! પતિની ગંદી હરકતોનો પર્દાફાશ કરતા મચાવ્યો હોબાળો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

Video: ચસોચસ રડતી ‘વડા પાઉં ગર્લ’નો વધુ એક વીડિયો વાયરલ, પતિની કરતૂતો બતાવીને ખોયો આપો

દિલ્હીની પ્રખ્યાત ‘વડા પાઉં ગર્લ’ એટલે કે ચંદ્રિકા દીક્ષિત ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે, આ વખતે તે તેના કોઈ ફૂડ સ્ટોલ માટે નહીં, પરંતુ તેના વિખરાયેલા લગ્નજીવનને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં ચંદ્રિકા તેના પતિ યુગમ ગેરા પર ચીસો પાડતી અને રડતી જોવા મળી રહી છે, જેના કારણે ઈન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો છે.

કિચનમાં વાસણો પછાડ્યા: હાઈ-વોલ્ટેજ ડ્રામા

નવા વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ચંદ્રિકાનો પતિ યુગમ કહી રહ્યો છે કે, “જ્યારે પણ હું કઈ કરું તો તે મારી રાઈડની વચ્ચે આવી જાય છે, જ્યારે ક્યાંક ફરવા જાવ તો પણ વચ્ચે આવી જાય છે.” આ સાંભળીને ચંદ્રિકા કિચનમાં ઉભી રહીને જોર જોરથી બરાડા પાડે છે. તે કહે છે, “જા ફરવા, ઘરનો બધો ખર્ચ હું ઉઠાવું છું, દુકાને જાવ છું, ઘર સંભાળું છું, બાળકને સંભાળું છું, શું હું પાગલ છું?” ગુસ્સામાં લાલચોળ થયેલી ચંદ્રિકા કિચનનું વાસણ જોરથી જમીન પર પછાડી દે છે.

- Advertisement -

પતિ પર છેતરપિંડીના ગંભીર આક્ષેપો

ચંદ્રિકાએ તેના પતિ યુગમ ગેરા પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડતી જોવા મળે છે. ચંદ્રિકાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “પુરાવા મારી પાસે પણ છે.” વીડિયોમાં તે પોતાના ફોનની સ્ક્રીન બતાવે છે, જેમાં તેનો પતિ એક અજાણી છોકરી સાથે જોવા મળી રહ્યો છે. જોકે, ચંદ્રિકાએ તે છોકરીનો ચહેરો ઇમોજીથી છુપાવી દીધો છે.

- Advertisement -

‘બે મહિનાથી બધું સહન કરી રહી છું’

ચંદ્રિકાએ વીડિયોમાં પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, “મારે દુનિયાને શું બતાવવું છે? શું મારે અમારા ઝઘડા બતાવવા છે? હું બે મહિનાથી વધુ સમયથી આ બધું સહન કરી રહી છું. હું કામ કરું છું, ઘર અને બાળક સંભાળું છું અને તમે આ બધું કરી રહ્યા છો? જે છોકરી આખો દિવસ તમારી આગળ-પાછળ ફરે છે, તેના વિશે શું? મારો પતિ, મારો પ્રેમ… આ બધું વિચારીને મારું મગજ ફાટી રહ્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by Chandrika Gera (@chandrika.dixit)

પબ્લિસિટી સ્ટંટ કે સત્ય? સોશિયલ મીડિયામાં બે ભાગ

ચંદ્રિકા દીક્ષિતના આ બંને વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને મૂંઝવણમાં મૂકી દીધા છે.

- Advertisement -
  • સમર્થકો: ઘણા ચાહકો ચંદ્રિકાના સપોર્ટમાં આવ્યા છે અને તેના પતિની ટીકા કરી રહ્યા છે.
  • ટીકાકારો: બીજી તરફ, કેટલાક લોકો માની રહ્યા છે કે આ બધું નવું સ્ક્રિપ્ટેડ નાટક અથવા ‘પબ્લિસિટી સ્ટંટ’ છે જેથી તે ફરીથી લાઈમલાઈટમાં આવી શકે.

અત્યારે તો આ અંગત લડાઈ સોશિયલ મીડિયાના ચોરે ચર્ચાઈ રહી છે. શું આ ખરેખર ચંદ્રિકાના જીવનની મુશ્કેલ ક્ષણો છે કે પછી સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાનો કોઈ નવો પેતરો? તે તો સમય જ કહેશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.