નાનાપોંઢાના નાની તંબાડીથી ૧૯ વર્ષીય પરિણીતા એક વર્ષીય દીકરી સાથે ગુમ

1 Min Read

નાની તંબાડીની ૧૯ વર્ષીય પરિણીતા એક વર્ષની દીકરી સાથે ગુમ

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે નાની તંબાડી ગામમાં ભાટડા ફળિયા ખાતે રહેતા મયુર વિકેશભાઈ પટેલની ૧૯ વર્ષીય પત્ની પ્રિયા પોતાની એક વર્ષીય દીકરી વિહાને સાથે લઈ તા. ૨૪/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૧-૩૦ થી બપોરે ૧-૩૦ વાગ્યાના સમય દરમિયાન ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર પ્રિયા ગુજરાતી ભાષા જાણે છે.

IMG 20251229 190207.jpg

- Advertisement -

જે શરીરે મધ્યમ બાંધો, ઘઉવર્ણ અને પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છે. શરીરે લીલા કલરની નાઈટી પહેરી હતી અને જમણા હાથમાં અંગુઠા પાસે પતંગીયાનું ટેટુ કરાવ્યું છે. વિહા એ લાલ કલરનું ટી-શર્ટ અને વાદળી કલરનું હાફ પેન્ટ પહેર્યુ હતું. જે કોઈને પણ આ મા-દીકરીની ભાળ મળે તો ડુંગરા પોલીસ મથકે ફોન નં. ૬૩૫૯૬૨૬૧૩૨ અથવા ૯૩૨૮૩૭૦૬૫૨ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Share This Article