વલસાડમાં જાણીતા યોગગુરૂ પ્રીતિબેન પાંડે સહિતની મહિલાઓ સન્માનિત
વલસાડના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજમાં સ્ત્રી શક્તિકરણને વેગ આપતી મહિલાઓનું તેમના ઘરે જઈ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦ વર્ષથી વધુ સમયથી યોગના ક્ષેત્રે નિ:સ્વાર્થ સેવા કરી રહેલા જાણીતા યોગગુરૂ શ્રીમતી પ્રીતિબેન પાંડેને યોગના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ તબીબ , ખેલ જગત, પત્રકારત્વ, વ્યાપાર તથા રાજકારણ ક્ષેત્રમાં આગેવાન બહેનોને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. નગર મંત્રી ખ્યાતિ બોરસે, સંયોજક ક્રિષ્ના યોગી, SFD સંયોજક પ્રિયા યાદવ તથા વિભાગ છાત્રા પ્રમુખ પરિતા દેસાઈ, વાપી વિસ્તારિકા તથા ડો. હેમલતા પરમાર જિલ્લા પ્રમુખ, પ્રાંત છાત્રા કાર્યસહ પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
