અમદાવાદ ખાતે ભારતના પ્રથમ સિલિકોન સ્ટોર ઝોનટોમનો પ્રારંભ કરવામાં આવ્યો. એબીસીડી ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા ભારતના પ્રથમ સિલિકોન સ્ટોર ઝોનટોમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઝોનટોમ દવારા ગુજરાતમાં પણ પોતાનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે. આ શરૂઆત ભારતનાં સૌથી વ્યસ્ત શહેર ગણાતાં અમદાવાદથી શરૂ કરવામાં આવેલ તેનાથી વિશેષ બીજું શું હોઈ શકે કે જ્યાંના લોકોએ હજુ સુધી થિમ બેઝ્ડ પાર્ક ઇમેજિકાનો પૂરતો આનંદ માણ્યો નથી. ઝોનટોમ પાસે આ પાર્કનાં એક એકથી ચડિયાતાં ઉત્પાદનો છે અને તે આ પાર્કનું અધિકૃત મર્ચેન્ડાઇઝ છે. આ જોડાણનાં ભાગરૂપે ઝોનટોમ આ પાર્કનાં ઉત્પાદનો કે જેમાં તેનાં કેરેક્ટર, સોફ્ટ ટોય્ઝ, વસ્ત્રો અને વિવિધ સાધનોનો સમાવેશ થાય છે તેનું વેચાણ કરશે.
આ તમામ ઉત્પાદનો ઝોનટોનનાં ભારતભરમાં પથરાયેલા સ્ટોર્સમાં જોવા મળશે. આ જોડાણને કારણે ભારત ઇમેજિકા થિમ પાર્કની વધારે નજીક આવશે. ભારતના લોકો હવે ઝોનટોમમાંથી ઇમેજિકાની ટિકિટો બુક કરાવી શકશે કારણ કે તે ઇમેજિકાના અધિકૃત ટિકિટિંગ પાર્ટનર પણ છે.
ઝોનટોમ કંપનીના અમદાવાદ ખાતેના પ્રારંભ સાથે એક નવી શરૂઆત થઈ રહી છે. ભારતનાં દૈનિક જીવનમાં જરૂરી એવાં સલામત ઉત્પાદનો ઝોનટોમ પૂરાં પાડશે. તેના ઉત્પાદનો ફૂડ ગ્રેડ સિલિકોનનાં બનેલાં હોવાને કારણે તે સલામત છે. જો ઝોનટોમ વિશે જાણવામાં આવે તો ભારતમાં સિલિકોન રબર એડિટિવ્સ અને માસ્ટર બેચિસ બનાવનારા તેઓ પ્રથમ છે ભારતમાં પ્રથમ સિલિકોન સ્ટોર શરૂ કરીને સિલિકોનનાં ઉત્પાદનો વેચવા ની ઈચ્છા ધરાવે છે