અમદાવાદમાં પોશ વિસ્તારમાં ‘ગે’ લોકોનો મોટો વર્ગ ઉભો થઇ ગયો અને ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન ગે લોકોને પુરુષનો સહવાસ પસંદ આવી રહ્યો છે આવા લોકો સેન્સેટિવ હોય છે અને એક પુરુષ બીજા પુરુષ સાથે ખુબજ ખુશીથી એકબીજાની ફિલિંગ શેર કરી રહયા છે.
પેજ-થ્રી લાઈફસ્ટાઈલનું કલ્ચર હવે અમદાવાદમાં જોવા મળી રહ્યું છેઅને હાઈપ્રોફાઇલ લોકો અને પરિવારોમાં ગે અને લેસ્બિયન સંબંધો ખુબજ ચર્ચાસ્પદ બન્યા છે. આ આખી એક દુનિયા છે જેમાં પ્રોફેસર, બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેવા વ્યવસાય સાથે જોડાયેલા સુશિક્ષિત અને સંપન્ન વ્યક્તિઓ પણ ગે ગૃપોમાં સામેલ છે.
હેલો Dude, મારા ઘરે આવો હું સાવ એકલો જ છું’ અથવાતો પોતાના ફ્રેન્ડની એટલી ચિંતા કરે કે તે બન્ને એક જગ્યાએ ભેગા થઈ એકબીજાની વાતો શેર કરી થોડી મસ્તી કરી લે.
મીડિયા હાઉસના રિપોર્ટમાં તો એટલે સુધી દાવો કરવામાં આવ્યો છે કે
ગે એપ્લિકેશનમાં એક-બે નહીં પણ સેંકડો લોકો એવા છે કે જેઓપોતાની સાચી આઈડી વડે ચેટ કરે છે. આવી એપમાં 97 ટકા લોકો રિયલ ગે-LGBT હોય છે. તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ સમલૈંગિક સબંધ માટે કરે છે. જ્યારે કેટલાક બીજાને ફસાવીને લૂંટવાનો ધંધો કરે છે અને ફિઝિકલી એસોલ્ટ પણ કરે છે.
કેટલાક લોકોને ટોળકી દ્વારા પહેલાં સજાતીય સેક્સ માટે ઉતેજીત કરીને ટ્રેપની જગ્યાએ બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેમના વાંધાજનક સ્થિતિમાં ફોટો-વીડિયો ઉતારી લેવામાં આવે છે. શરુમાં તો રીતસર જાણે ગે કલબ હોય તેવી તેમને ફીલ આપી મોજ કરાવાય છે અને પછી રુપિયા પડાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ મુંબઈ,દિલ્હી જેવા મોટા શહેરોમાં આ કલચર હતું જે હવે અમદાવાદમાં પણ આવી ગયું છે અને ગે લોકોની એક પોતાની આખી દુનિયા છે જેમાં તેઓ મોજ કરી રહયા છે.