રાજ્યમાં દારૂબંધીને લઇ સરકાર દ્રારા મોટા- મોટા કાવા-દાવાઓ કરવામાં આવતુ હોય છે. હોવા છતાયં દિનપ્રતિદિન ગુજરાતમાંથી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બુટલેગરો બેફામ બની દારૂની રેલમછેલ ચલાવી રહ્યા છે જાણે કે દારૂ વેચવાનો પરવાનો મળ્યો હોય તેવી રીતે દારૂનો જ્થ્થો ઘૂસાડી રહ્યા છે ત્યારે રાજસ્થાનમાંથી બુટલેગરો દ્રારા પોલીસની નાક નીચેથી લાખો રૂપિયાનો દારૂ નીતનવા- કિમિયાઓ અપનાવી ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે ધીમે –ધીમે દારૂનું દૂષણ અજગરી ભરડો લઇ રહ્યુ છે.જેને લઇ બુટલેગરોને ડામવા અમદાવાદ પોલીસ સક્રિય બની શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ સામે તવાઇ બોલાવી છે.
બુટલેગરો દારૂ ધુસાડવા ગમે તેટલા કિમિયાઓ અજમાવી લે પણ પોલીસની ચાંપતી નજરથી બચી શકતા નથી અમદાવાદ સરહદી વિસ્તાર અસલાલીમાંથી મોઘીદાટ કારમાં લઇ જવાતો વિદેશી દારૂની બાતમી અસલાલી પોલીસને મળી હતી જેમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે નાકાબંધી કરી કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે યુગલ પાંડે નામના બુટલેગરને દબોચી પાડ્યો હતો મળી આવેલા વિદેશી દારૂની કિં 1 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે પોલીસ બુટલેગરની સઘન પૂછપરછ કરતા રાજસ્થાનમાંથી મોટી માંત્રમાં દારૂ ગુજરાતમાં લાવવામાં આવતો હતો જે રાજસ્થાનના ભોલું શર્મા નામના બુટલેગર દ્રારા જથ્થો મોકલાતુ હોવાનું ખુલ્યુ છે. પોલીસે પ્રોહબિશન એકટ હેઠળ ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.