મીરા શુક્લ
અાજે સવારે હું અને મારો ભાણીયો યુગ ફરવા નીકળ્યા, કાર વસ્ત્રાપુર પર જતી હતી ત્યાં સીગ્નલની બાજુમાં અેક બાઈકવાળો અેના સ્ટીયરીંગ પર મોટો સળીયો યુ અાકારે લગાવીને બેઠો હતો. છ વર્ષના યુગે મને પુછ્યું અા બાઈક પર સળિયો કેમ છે?
પ્રશ્નો પુછવામાં ફાસ્ટ બોલર બ્રેટલીને હરાવનાર યુગના સવાલનો જવાબ અાપ્યો કે પતંગની દોરીથી ગળુ ન કપાય એટલે ? અેણે તરત પુછ્યું કે અા બોર્ડમાં તો ચકલીનું ગળુ કપાતુ બચાવ્યું છે ? માણસનું કેમ કપાય? મે એને સમજાવ્યો કે રસ્તાપર પતંગની દોરીથી ગળુ કપાઈ જાય વગેરે વગેરે એણે તરત કીધુ તમે કારમાં સળીયા લગાવો ગળું નહી કપાય રસ્તા પર અાવતી જાહેરાતો જોઈ અવનવા સવાલ પુછતો રહ્યો, મને થયું કે જો અા બાળકોમાં અાવા સવાલો અાવે છે તો અાવનારા દિવસોમાં છાપામાં ઉતરાયણ વખતે કઈ જાહેરાત હશે? મે નવી બનનારી જાહેરાતોની કલ્પના કરીતો કંઈક અાવી હતી.
લગ્ન વિષયક
જોઈએ છે અાઘેડ નિ:સંતાન ડાયવોર્સીને ફીરકી પકડનાર, જ્ઞાતિબાધ નથી.
નોકરી વિષયક
જોઈએ છે લેડિઝ અને જેન્ટસ ટ્રેઇન્ડ ફીરકી પકડનાર ક્વોલીફિકેશનની જરૂર નથી, ફીરકી પકડતાં સમયે બીજે ફાંફા ન મારે
જોઈએ છે
સળંગ બે દિવસ કાપ્યો છે અને લપેટની બૂમો પાડનાર લેડિઝ અને જેન્ટસ ક્વોલીફિકેશન અવાજ મોટો હોવો જોઈએ
જોઈએ છે
કોઈપણ ગૂંચ ઓછામાં ઓછા વેસ્ટેજ સાથે ઉકેલી અાપનાર લૂંટેલી દોરીનું પીલ્લુવાળી શકે અને લચ્છા મારી શકે તેવો ટ્રેઈન્ડ સ્ટાફ
જોઈએ છે
પતંગ લૂંટનાર મેનપાવર ઝાડમાં ફસાયેલા પતંગ લૂંટી શકે દુશ્મનના પતંગમાં કુશળતાથી લંગસ નાંખી શકે, સમય સવારથી સાંજ સુધી.
ઉત્તરાયણ સર્વીસીસ
તમારા ઘરમાં છોકરા અાળસુ છે? કિન્ના બાઁધવાનો કંટાળો અાવે છે? તો ઘેરબેઠાં બેવડી દોરીથી કિન્ના બંધાવો, કોમ્પ્યુટરરાઇઝ્ડ પતંગ બેલેન્સીંગ કરાવવાની સાથે સાથે અોછી હવામાં ચગે તેવા પતંગ બાંધી અાપવામાં અાવશે.
ઉત્તરાયણ OLX (જુના પતંગ લે વેચ માટે)
2017ના મોડલવાળા પતંગ ચીલ, ઢાલ ઘેશીયા, પાવલા અને ફુદ્દીવાળા પતંગ ખરીદવા અમારી એપ ડાઉનલોડ કરી ઓર્ડર કરો અેક હાથે વપરાયેલા પતંગ ખરીદો અાકર્ષક ભાવે.
શૈક્ષણિક ક્લાસીક પતંગ ચગાવતાં શીખો થીયરી અને પ્રેક્ટીકલ
અાગળવાળાના ધાબામાં છોકરીના મંગેતરનો પતંગ હાથોહાથ કાપવાની ટ્રેઈનીંગ ઓછી દોરીમાં પતંગ ચગાવતા શીખો. પતંગ ખેંચીને કાપતા શીખો.થીયરી માટે ખાસ નાસામાં ટ્રેઇન થયેલા એરોનીટીકલ અેન્જિનિયર અને પ્રેક્ટીકલ માટે ખાડિયાના છાપરે 40 વર્ષ પતંગ ચગાવવાના અનુભવી કોચીંગ અાપશે.
ખાસ નોંધ
અખિલ ગુજરાત ઝંડાધારી સંઘની વાર્ષિક બેઠક
ઝંડાધારી સંઘના માનવંતા સભ્યોને જણાવવાનું કે ઝંડા સંઘની સામાન્ય વાર્ષિક સભા 12 જાન્યુઅારીએ રાખવામાં અાવેલ છે જેમાં ગતવર્ષમાં લૂંટાયેલા પતંગથી થયેલી અાવકના ખર્ચનો વાર્ષિક હિસાબ રજૂ કરવામાં અાવશે નવા જોડાયેલા સભ્યોને ટ્રેનીંગ અાપવા ઉપરાંત અા વર્ષે ઉત્તરાયણમાં માત્ર પતંગ લૂંટવા અને વેચવાની ટ્રેનીંગ અપાશે.
નોંધ અા વર્ષે ચૂંટાયેલા અેમ.એલ.એ દ્વારા દરેક ઝંડાધારી સંઘના સભ્યોને અેક ઝંડો, પતંગ શોધવા બાઈનોક્યુલર અને અકસ્માતથી બચવા હેલ્મેટ અાપવામાં અાવશે. લી.અધ્યક્ષ અખિલ ગુજરાત ઝંડાધારી સંઘ