શહેરના રિલીફ રોડ પર સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. વાહનો આડેધડ પાર્કિંગ કરાતા હોવાની ફરિયાદને લઇ રિલીફ રોડ પર વાર પ્રમાણે એક તરફ જ વાહન પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામા આવી છે.
જેમાં સોમવાર, બુધવાર અને શુક્રવારે ડાબી તરફ જ્યારે મંગળવાર, ગુરુવારે, શનિવારે અને રવિવારે જમણી બાજુ વાહન પાર્ક કરવાના રહેશે.
આ નિયમ મુજબ પાર્કિંગ નહીં હોય તો વાહનમાલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે સવારે ટ્રાફિક 1 ACP, 1 પોલિસ ઇન્સ્પેક્ટર, 4 PSI, 10 ASI, 20 હેડ કોન્સ્ટેબલ, 40 LRDના જવાનો, 60 TRBના જવાનો સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી.
કુલ 130 પોલિસ કર્મીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. રસ્તા પરના પાર્કિંગ અને લારીઓ દૂર કરી હતી. અનેક વાહનચાલકોને દંડ પણ કર્યો હતો.