હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સવારના સમયે જાણે કે સમી સાંજ ન પડી ગઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ છે.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ અમદાવાદમાં વાહનચાલકોને પાણી ભરાયા હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વહેલી સવારથી શહેરના ગોતા, રાણીપ, સાબરમતી, ન્યૂ રાણીપ, સુભાષ બ્રિજ, મોટેરા, ચાંદખેડા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નરોડા, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.