નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્રની વ્યાપક તૈયારી
આણંદ જિલ્લામાં આગામી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે કમર કસી છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કુલ ૫૦,૯૬૬ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે, જેમના માટે ગેરરીતિ મુક્ત અને તણાવરહિત માહોલ સુનિશ્ચિત કરવા એક્શન પ્લાન અમલી બનાવાયો છે.
આણંદ જિલ્લાના પરીક્ષાર્થીઓ અને કેન્દ્રોની વિગત
| પરીક્ષાનો પ્રવાહ | વિદ્યાર્થીઓની સંખ્યા | કેન્દ્રો/બિલ્ડિંગની સંખ્યા |
| ધોરણ ૧૦ (SSC) | ૩૧,૯૧૪ | ૪૦ કેન્દ્રો, ૧૧૨ બિલ્ડિંગ |
| ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ | ૪,૧૫૯ | ૦૫ કેન્દ્રો, ૨૧ બિલ્ડિંગ |
| ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ | ૧૪,૮૯૩ | ૨૧ કેન્દ્રો, ૪૫ બિલ્ડિંગ |
| કુલ | ૫૦,૯૬૬ | ૧૭૮ બિલ્ડિંગ |
વિદ્યાર્થીઓની સુવિધા અને દેખરેખ
તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે:
-
સીસીટીવી મોનિટરિંગ: દરેક પરીક્ષા કેન્દ્ર, બિલ્ડિંગ અને બ્લોકમાં સીસીટીવી કેમેરા કાર્યરત રહેશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.
-
દિવ્યાંગ ઉમેદવારો: દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા અને નિયમ મુજબ લહિયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
-
કંટ્રોલ રૂમ: જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે, જેનો સંપર્ક નંબર ૦૨૬૯૨-૨૬૪૧૫૩ છે.
માનસિક તણાવ નિવારવા હેલ્પલાઇન નંબર્સ
પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન તેમજ માનસિક તણાવ દૂર કરવા માટે વિવિધ હેલ્પલાઇન સેવાઓ ઉપલબ્ધ છે:
૧. બોર્ડ ટોલ ફ્રી હેલ્પલાઇન: ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ (સવારે ૧૦ થી સાંજે ૬)
૨. જીવન આસ્થા (૨૪x૭): ૧૮૦૦-૨૩૩-૩૩૩૦
૩. સ્ટેટ કંટ્રોલ રૂમ: ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ / ૯૯૦૯૦૩૮૭૬૮
આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ અને વલ્લભ વિદ્યાનગર જેવા ઝોનમાં વહેંચાયેલા પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ સમિતિ સતત નિરીક્ષણ કરી રહી છે.

