એશિયન ગેમ્સ 2026: 20 સપ્ટેમ્બરે ભારતીય ખેલાડીઓનો વ્યસ્ત દિવસ, હોકી ટીમ પણ પ્રથમ પૂલ મેચ રમશે

4 Min Read

એશિયન ગેમ્સ 2026: 20 સપ્ટેમ્બરે ભારતીય દળનો વ્યસ્ત દિવસ, હોકીથી લઈને શૂટિંગ અને ક્રિકેટ સુધી અનેક મુકાબલા

આઈચી-નાગોયામાં ચાલી રહેલી 2026 એશિયન ગેમ્સમાં 20 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે ખાસ વ્યસ્ત રહેવાનો છે. ઉદ્ઘાટન સમારોહ બાદ હવે વિવિધ રમતોની સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. હોકીની પુરુષ અને મહિલા ટીમો પોતાની પૂલ મેચોથી અભિયાન શરૂ કરશે, જ્યારે મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશ સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. શૂટિંગ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, વુશુ, ટેકબોલ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સહિતની અનેક સ્પર્ધાઓમાં પણ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.

20 સપ્ટેમ્બરે ભારતીય દળ માટે વહેલી સવારથી જ સ્પર્ધાઓ શરૂ થઈ જશે. વુશુમાં સૂરજ સિંહ મયંગલામ્બમ પુરુષોની ચાંગક્વાન ફાઈનલમાં મેડલ માટે દાવેદારી રજૂ કરશે. આ મુકાબલો સવારે 5:30 વાગ્યે ISTથી શરૂ થવાનો છે. ત્યારબાદ શૂટિંગમાં ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદ મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ક્વોલિફિકેશન અને ટીમ ફાઈનલમાં ભાગ લેશે.

- Advertisement -

hocky0.jpg

શૂટિંગ, ટેકબોલ અને ટેબલ ટેનિસથી દિવસની શરૂઆત

મહિલાઓની 10 મીટર એર રાઈફલની સ્પર્ધા સવારે 6:15 વાગ્યે શરૂ થશે. આ ઈવેન્ટમાં ટીમ મેડલ માટેની સ્પર્ધા ઉપરાંત વ્યક્તિગત ફાઈનલ માટે પણ ભારતીય ખેલાડીઓની નજર રહેશે. વ્યક્તિગત ફાઈનલ સવારે 11 વાગ્યે યોજાવાની છે, જોકે તેમાં સ્થાન મેળવવું ક્વોલિફિકેશનના પરિણામ પર નિર્ભર રહેશે.ટેકબોલમાં પણ ભારત માટે મેડલની તક રહેશે. ક્વિન્સી ડી’સોઝા મહિલા સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનની યુઈના સાકામોટો સામે રમશે. આ મુકાબલો સવારે 6:30 વાગ્યે છે. ત્યારબાદ ક્વિન્સી ડી’સોઝા અને મોહમ્મદ અનસ બેગની જોડી મિક્સ્ડ ડબલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં વિયેતનામની જોડી સામે ટકરાશે.

- Advertisement -

ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ટીમ સવારે 6:30 વાગ્યે ગ્રુપ Fમાં ઈન્ડોનેશિયા સામે અભિયાન શરૂ કરશે. પુરુષોની ટીમ સવારે 9 વાગ્યે ઈન્ડોનેશિયા સામે રમશે. મહિલા ટીમ બપોરે 12:30 વાગ્યે સિંગાપોર સામે અને પુરુષોની ટીમ બપોરે 3 વાગ્યે ઈરાન સામે પણ મુકાબલો કરશે.સ્વિમિંગમાં આકાશ મણિ પુરુષોની 100 મીટર ફ્રીસ્ટાઈલની પાંચમી હીટમાં સવારે 7:22 વાગ્યે ઉતરશે. પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોકની ત્રીજી હીટમાં ઉત્કર્ષ પાટીલ અને રિષભ દાસ સવારે 7:37 વાગ્યે ભાગ લેશે.

હોકી ટીમોની શરૂઆત અને મહિલા ક્રિકેટનો સેમિફાઈનલ મુકાબલો

ભારતીય હોકી માટે પણ 20 સપ્ટેમ્બર મહત્વપૂર્ણ છે. મહિલા ટીમ પૂલ Bમાં ઉઝબેકિસ્તાન સામે સવારે 7:30 વાગ્યે પોતાની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ પુરુષોની ટીમ પૂલ Aમાં ઈન્ડોનેશિયા સામે સવારે 11:30 વાગ્યે મેદાનમાં ઉતરશે. બંને ટીમો પોતાના પૂલ અભિયાનની શરૂઆત જીત સાથે કરવા માટે સ્પર્ધામાં ઉતરશે.ક્રિકેટમાં દિવસનો સૌથી મહત્વપૂર્ણ મુકાબલો મહિલા સેમિફાઈનલનો રહેશે. ભારતીય મહિલા ટીમ સવારે 10:30 વાગ્યે બાંગ્લાદેશ સામે સેમિફાઈનલ રમશે. આ મેચ ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં ભારત માટે મહત્વપૂર્ણ રહેશે.

બેડમિન્ટનમાં ભારત પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં કઝાકિસ્તાન સામે રમશે. આ મુકાબલો સવારે 11:30 વાગ્યે શરૂ થવાનો છે. એટલે 20 સપ્ટેમ્બરે ભારતીય દળ માટે મેદાનથી લઈને કોર્ટ અને પૂલ સુધી સતત એક્શન જોવા મળશે.

- Advertisement -

hocky.jpg

બપોર બાદ વુશુ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં પડકાર

બપોર બાદ પણ ભારતીય ખેલાડીઓની સ્પર્ધાઓ ચાલુ રહેશે. મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સુચિકા તારિયાલ મહિલાઓની પરંપરાગત 60 કિગ્રા કેટેગરીની ક્વાર્ટર ફાઈનલમાં મંગોલિયાની અલ્તાનચિમેગ બાઈગાલમા સામે સવારે 7:10 વાગ્યે રમશે. પુરુષોની પરંપરાગત 77 કિગ્રા કેટેગરીમાં વરુણ સન્યાલની ક્વાર્ટર ફાઈનલ બપોરે 2 વાગ્યે છે.

સેપાક તકરાવમાં ભારતીય પુરુષોની ટીમ રેગુ ગ્રુપ Bની સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત વુશુમાં પણ બે ભારતીય ખેલાડીઓ નોકઆઉટ તબક્કામાં ઉતરશે. મહિલાઓની 52 કિગ્રા સાન્ડામાં અપર્ણા રાઉન્ડ ઓફ 16માં ઈરાનની સોગંદ સિંકાએચેતન સામે બપોરે 3:10 વાગ્યે રમશે. પુરુષોની 75 કિગ્રા સાન્ડામાં વિક્રાંત બલ્યાનનો મુકાબલો ઈરાનના સોહેલ મૌસવી સામે સાંજે 4:50 વાગ્યે થશે.

Share This Article