ધોલેરાથી પોરબંદર સુધી મોટી ડીલ! દક્ષિણ કોરિયાની કંપનીઓ આ શહેરોમાં કરશે અધધ… રોકાણ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

 વાઇબ્રંત ગુજરાત ૨૦૨૭ પહેલા મોટો ધમાકો: જાણો સિંગાપોર પ્રવાસમાં મંત્રીશ્રીએ શું લાવ્યા મોટી ભેટ?

૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ૨૦૨૭ ની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રોકાણકારોને આકર્ષવા માટે અત્યારથી જ ચક્ર ગતિમાન કર્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ૧૯ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાનો સફળ પ્રવાસ ખેડ્યો હતો.

આ આઠ દિવસીય પ્રવાસનો મુખ્ય આશય ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેના ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ તરીકે રજૂ કરવાનો, આંતરરાષ્ટ્રીય વ્યાપારી ભાગીદારી મજબૂત કરવાનો અને આગામી સમિટ માટે વૈશ્વિક દિગ્ગજ કંપનીઓને આમંત્રણ આપવાનો હતો.

- Advertisement -

પાવર-પેક્ડ પ્રતિનિધિ મંડળ અને મુખ્ય ફોકસ ક્ષેત્રો

આ ઉચ્ચસ્તરીય ડેલિગેશનમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તથા નોડલ ઓફિસર પી. ભારતી (IAS), પ્લાનિંગ વિભાગના સચિવ આદ્રા અગ્રવાલ (IAS), DSTના જોઈન્ટ ડાયરેક્ટર વસીમ મન્સુરી અને GIFT સિટીના AVP નિસર્ગ આચાર્ય ઉપરાંત ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન, FICCI અને KPMG ના વરિષ્ઠ પ્રતિનિધિઓ જોડાયા હતા.

image 7

- Advertisement -

પ્રતિનિધિ મંડળે આ પ્રવાસ દરમિયાન મુખ્યત્વે સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ, ડિજિટલ ટેકનોલોજી, હેલ્થકેર, એગ્રી-ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેરિટાઇમ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ભવિષ્યના વિકાસલક્ષી ક્ષેત્રો પર વિશેષ ભાર મૂક્યો હતો.

સિંગાપોર પ્રવાસ: ૨૦થી વધુ બેઠકો અને મોટા રોકાણની સંભાવનાઓ

સિંગાપોર પ્રવાસ દરમિયાન ડેલિગેશને ૯ વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, ૨ સરકારી (G2G) બેઠકો, ૫ રાઉન્ડટેબલ અને ૪ સાઇટ વિઝિટ સહિત એકંદરે ૨૦ જેટલી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. મંત્રીની ટીમે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી ગન સિઓવ હુઆંગ અને ભારતના હાઈકમિશનર ડૉ. શિલ્પક અંબુલે સાથે દ્વિપક્ષીય સભાઓ યોજી હતી.

આ ઉપરાંત SSIA, SICCI, AIBP અને TiE સિંગાપોર જેવા અગ્રણી વેપારી મંડળો સાથે ફળદાયી ચર્ચાઓ થઈ હતી. ડેલિગેશને માઇક્રોન, ગ્લોબલ ટેક સોલ્યુશન્સ અને ASMPT જેવી હાઇ-ટેક ફેસિલિટીઝની મુલાકાત પણ લીધી હતી.

- Advertisement -

સિંગાપોરથી ગુજરાતમાં રોકાણના મુખ્ય પ્રસ્તાવો:

  • ગ્લોબલ ટેક સોલ્યુશન્સ: ધોલેરા ખાતે ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગ યુનિટ.

  • ભારત સેમિટેક: સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ.

  • ઓટોડેસ્ક (AutoDesk): GIFT સિટીમાં નવી ઓફિસ શરૂ કરવાની ઉત્સુકતા.

  • રેડવુડ ઇન્ટિરિયર: પોરબંદર ખાતે આધુનિક ફર્નિચર ઉત્પાદન એકમ.

  • માઇક્રોન & ASMPT: એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ ઇકોસિસ્ટમમાં વિસ્તરણ.

  • કેપેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર & ડે નોરા: ડેટા સેન્ટરો અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે વોટર અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ.

દક્ષિણ કોરિયા પ્રવાસ: સેમિકન્ડક્ટર, શિપબિલ્ડિંગ અને ટુરીઝમ પર ભાર

સિંગાપોર બાદ પ્રતિનિધિ મંડળે દક્ષિણ કોરિયામાં ૨૫ જેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેમાં ૧૫ વન-ટુ-વન મીટિંગ્સ, ૩ રાઉન્ડટેબલ અને ૭ સાઇટ મુલાકાતો સામેલ હતી. ટીમ દ્વારા HJ હેવી ઇન્ડસ્ટ્રીઝ, હાનવા ઓશન, હાન્યાંગ એન્જિનિયરિંગ, GnBS ઇકો અને સિઓલ સેમિકન્ડક્ટર જેવા તકનીકી રીતે સમૃદ્ધ સેન્ટર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ કોરિયાથી મુખ્ય સંભવિત રોકાણો:

  • GnBS Eco: ધોલેરા SIR ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ માટે ૧૨ એકર જમીનની માંગણી.

  • સિલિકોન ડિસ્પ્લે: ૧૨-ઈંચ TFT ફિંગરપ્રિન્ટ-સેન્સર સેમિકન્ડક્ટર ફેબ સ્થાપવામાં રસ.

  • LAMKO & ડોંગવૂ ફાઇન-કેમ: ધોલેરા અથવા વડોદરામાં સેમિકન્ડક્ટર ગ્રેડ કેમિકલ્સ અને મટીરિયલ્સનું ઉત્પાદન.

  • NOVA Data Centers: ઈનફિક્સઝોન અને ફ્યુચરોટેક સાથે મળીને હાઇપરસકેલ ડેટા સેન્ટરનો વિકાસ.

  • હાનવા & દાસુન શિપબિલ્ડિંગ: પીપાવાવ અને સ્થાનિક કંપનીઓ સાથે મેરીટાઇમ તથા શિપબિલ્ડિંગમાં ભાગીદારી.

  • HJ હેવી ઇન્ડસ્ટ્રીઝ: પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને ઇન્ટરનેશનલ રિસોર્ટ પ્રોજેક્ટ્સ વિકસાવવાની ઈચ્છા.

ગુજરાતમાં રોકાણકારો માટે સરળતા અને સિંગલ પોઇન્ટ સિસ્ટમ

મુલાકાત દરમિયાન રોકાણકારોને ઝડપી મંજૂરીઓ મળે તે માટે સિંગાપોર ગુજરાતી સોસાયટી અને SICCI સાથેની બેઠકમાં સિંગાપોરમાં ‘ગુજરાત સપોર્ટ ઓફિસ’ અથવા ASEAN પ્રદેશ માટે GIFT સિટી કાર્યાલય શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો.

આ સાથે જ, કોરિયન કંપની SOFTPV સાથેની બેઠકમાં દક્ષિણ કોરિયાના રોકાણકારોને માર્ગદર્શન અને પ્રોજેક્ટ ફેસિિલિટેશન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) નિયુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેનો અમલ કરવા સરકારે સકારાત્મક વલણ દર્શાવ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૭ માટે રોકાણનો નવો રોડમેપ

માનનીય મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં યોજાયેલો આ ૮ દિવસીય રોડ-શો અત્યંત સફળ રહ્યો છે. સિંગાપોર અને દક્ષિણ કોરિયાના અગ્રણી ઉદ્યોગગૃહમાં ગુજરાતમાં રોકાણ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી, શિપબિલ્ડિંગ, AI અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં થયેલી આ ઉચ્ચસ્તરીય ચર્ચાઓ અને રોકાણના પ્રસ્તાવો આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અબજો રૂપિયાનું વૈશ્વિક રોકાણ લાવવામાં એક માર્ગદર્શક અને સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.