‘હીરો ગુમાવી સોનાની શોધ કરી?’ શુભમન ગિલની સદીથી ફરી ચર્ચામાં વેંકટેશ અય્યર, KKR ફેન્સે કર્યા ટ્રોલ!

5 Min Read

શુભમન ગિલની દરેક સદી બાદ વેંકટેશ અય્યરને સાંભળવા પડે છે KKR ફેન્સના ટોણા, કહ્યું- ‘હીરો ગુમાવ્યો’

આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શનની સાથે ફ્રેન્ચાઇઝીના નિર્ણયો અને ચાહકોની પ્રતિક્રિયાઓ પણ ચર્ચામાં રહે છે. ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે હવે એવો ખુલાસો કર્યો છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કેટલાક ચાહકો આજે પણ શુભમન ગિલની સફળતા માટે તેમને જવાબદાર ઠેરવે છે. ગિલ જ્યારે પણ સદી ફટકારે છે, ત્યારે સોશિયલ મીડિયા પર અય્યરને નિશાન બનાવવામાં આવે છે. અય્યરના જણાવ્યા અનુસાર, KKRના પેજ પર ચાહકો લખે છે કે ‘સોનાની શોધમાં હીરો ગુમાવી દીધો.’ આ ટોણા અને નફરતનો સામનો તેઓ લાંબા સમયથી કરી રહ્યા છે.

આકાશ ચોપરાના પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન અય્યરે KKR સાથેના પોતાના અનુભવ, ગિલને ટીમમાંથી રિલીઝ કરવાના નિર્ણય અને 2026ની હરાજી પહેલાં ફ્રેન્ચાઇઝીમાંથી બહાર થવા અંગે વાત કરી હતી. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે જોડાયા બાદ ચાહકોનો અલગ જ ઉત્સાહ પણ અનુભવ્યો હતો.

- Advertisement -

shubman.jpg

ગિલને રિલીઝ કરવાના નિર્ણય બાદ અય્યર બન્યા નિશાન

કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2022 પહેલાં શુભમન ગિલને રિલીઝ કર્યો હતો. ત્યાર બાદ નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે ગિલને 8 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ગિલે ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને આગળ જતાં ટીમની કેપ્ટનશિપ પણ સંભાળી.બીજી તરફ, KKRએ વેંકટેશ અય્યરને પોતાની સાથે જાળવી રાખ્યા હતા. આ નિર્ણયથી નારાજ થયેલા કેટલાક ચાહકોએ ગિલને છોડવા બદલ અય્યરને જવાબદાર માનવાનું શરૂ કર્યું. અય્યરે જણાવ્યું કે ગિલ જ્યારે પણ સદી ફટકારે છે, ત્યારે KKRના સોશિયલ મીડિયા પેજ પર તેમના વિશે ટિપ્પણીઓ કરવામાં આવે છે.

- Advertisement -

પોડકાસ્ટમાં અય્યરે કહ્યું હતું કે, “મારે લાંબા સમય સુધી ઘણી નફરતનો સામનો કરવો પડ્યો છે. આજે પણ જ્યારે શુભમન સદી ફટકારે છે, ત્યારે KKRના પેજ પર લોકો કોમેન્ટ કરે છે કે સોનાની શોધમાં અમે હીરો ગુમાવી દીધો.”આ ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે કે ફ્રેન્ચાઇઝીના જૂના નિર્ણયની અસર માત્ર ટીમ પૂરતી રહી નહોતી, પરંતુ તેનો પડઘો ખેલાડીના સોશિયલ મીડિયા અનુભવમાં પણ પડતો રહ્યો હતો. ગિલની સતત સફળતા બાદ કેટલાક ચાહકો જૂના નિર્ણયને યાદ કરીને અય્યરને ટાર્ગેટ કરતા રહ્યા છે.

₹23.75 કરોડમાં ખરીદ્યા, પછી KKRએ જ રિલીઝ કર્યા

વેંકટેશ અય્યરે KKR સાથેના પોતાના તાજેતરના અનુભવ વિશે પણ વાત કરી હતી. ફ્રેન્ચાઇઝીએ તેમને 2025ની સીઝન પહેલાં 23.75 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યા હતા. જોકે, ત્યાર પછીની સીઝન પહેલાં જ તેમને ટીમમાંથી રિલીઝ કરી દીધા હતા.અય્યરે જણાવ્યું કે KKRમાંથી બહાર થવાના નિર્ણયને લઈને તેઓ માનસિક રીતે પહેલેથી જ તૈયાર થઈ ગયા હતા. તેમણે ફ્રેન્ચાઇઝીના સહ-માલિક શાહરુખ ખાન સાથે પણ મુલાકાત કરી હતી અને નિર્ણય બદલાશે તેવી આશા રાખી હતી. જોકે, અંતે તેમનું નામ રિલીઝ થયેલા ખેલાડીઓમાં રહ્યું.

તેમણે કહ્યું કે હરાજી પહેલાં જ તેઓ માનસિક રીતે KKRથી આગળ વધી ચૂક્યા હતા અને હવે ટીમ સાથે જળવાઈ રહેવાની અપેક્ષા રાખતા નહોતા. એટલે હરાજીમાં ફરી KKR સાથે જોડાવાની શક્યતા અંગે પણ તેઓ ખાસ વિચારી રહ્યા નહોતા.આઈપીએલ 2026ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અય્યરને પોતાની ટીમમાં સામેલ કર્યા. આ રીતે તેમના આઈપીએલ કરિયરમાં નવો અધ્યાય શરૂ થયો. KKRમાં મોટા કરાર સાથે રમ્યા બાદ RCBમાં તેમને નવી ભૂમિકા અને નવો માહોલ મળ્યો.

- Advertisement -

shubman gi.jpg

RCBના ચાહકોનો જુસ્સો જોઈને અય્યર પણ આશ્ચર્યચકિત

RCB સાથે જોડાયા બાદ અય્યરને બેંગલુરુના ચાહકોનો અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. તેમણે જણાવ્યું કે ટીમના સમર્થકોનો લગાવ અને સમર્પણ તેમણે અગાઉ ક્યારેય આ રીતે અનુભવ્યું નહોતું. ખાસ કરીને મેચ પહેલાં કેટલાક ચાહકો RCBની જર્સીની પૂજા કરતા હોવાનો અનુભવ તેમના માટે આશ્ચર્યજનક હતો.અય્યરે કહ્યું હતું કે, “તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ મેં લોકોને મેચ પહેલાં RCBની જર્સીની પૂજા કરતા જોયા છે. આ કંઈક અલગ જ હતું. ચાહકોનો જુસ્સો એક અલગ સ્તર પર છે.”

આઈપીએલ 2026માં અય્યરને શરૂઆતની કેટલીક મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું અને તેઓ બેન્ચ પર રહ્યા હતા. બાદમાં તેમને ઇમ્પેક્ટ સબ્સ્ટિટ્યૂટ તરીકે તક મળી. એક મેચમાં તેમણે 15 બોલમાં અણનમ 29 રન બનાવ્યા અને ટીમને 201 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી, જોકે RCB એ મેચ હારી ગઈ હતી.પંજાબ કિંગ્સ સામેની મેચમાં અય્યરે વધુ એક યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેમણે 40 બોલમાં અણનમ 73 રન બનાવ્યા હતા. સમગ્ર સીઝનમાં તેમણે સાત મેચમાં 52.25ની સરેરાશથી કુલ 209 રન નોંધાવ્યા. RCBએ સતત બીજી વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું, જેમાં અય્યરનું પણ યોગદાન રહ્યું.

Share This Article