Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

nokia india

નવી દિલ્હી: નોકીયા બ્રાન્ડના ગ્લોબલ વેચાણ પર અધિકાર ધરવાનર કંપની એચએમડી ગ્લોબલે ઇન્ડિયન માર્કેટમાં ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એન્ડ્રોઈડ બેઝડ આ સ્માર્ટફોન 16 જૂનથી માર્કેટમાં આવશે. તેની કિમત 9,499 રૂપિયાથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોકીયા-3 અને નોકીયા-5 માત્ર દુકાનો પર મળશે. નોકીયા-3ની કિમત 9,499 રૂપિયા અને નોકીયા-5ની કિમત 12,899 રૂપિયા રહેશે. નોકીયા-3 16 જૂનથી માર્કેટમાં ઉપલબ્ધ હશે જ્યારે નોકીયા-5 માટે 7 જુલાઇથી બુકિંગ શરૂ થશે. આ સિવાય નોકીયા-6ની કિમત 14,999 રૂપિયા હશે જેનું બુકિંગ 14 જુલાઇથી એમેઝોન પર શરૂ થશે.

Read More
yahoo

ટેલીકોમ કંપની વેરિજોને લગભગ રૂ.૨૯ હજાર કરોડમાં યાહુનું હસ્‍તાંતરણ પૂરૂ કર્યું : યાહુના સીઈઓ મરિસા મેયરે રાજીનામુ આપ્‍યું: હવે યાહુ ઈન્‍ટરનેટને ‘ઓથ’ નામના એક નવા યુનિટ સાથે જોડવામાં આવશે : તેના સીઈઓ એઓએલના પૂર્વ સીઈઓ ટીમ આર્મસ્‍ટ્રાંગ હશેઃ ઓથમાં એઓએલ અને હફિંગટન પોસ્‍ટની પણ ભાગીદારી છે

Read More
petrol

નવી દિલ્‍હી :  પેટ્રોલ-ડીઝલના રોજ ભાવ ફેરફારબાબતે  ઓઇલ મિનિસ્ટર આજે ઓઇલ કંપનીઓને અનેડીલર્સ એસો,ને ડેઇલી પ્રાઇસ ચેન્જ બાબતે મળ્યા હતાજેમાં પેટ્રોલ ડીલર્સોએ તેમની સૂચિત હડતાલ પાછી ખેંચીલીધી હતી. 16 જૂને સવારના 6 વાગ્યાથી પેટ્રોલ ડીઝલનાભાવો રોજ રોજ ફેરવાશે       તેવું જાણવા મળેલ છે.       

Read More
500

[one_third]તમે ૫૦૦ની નવી નોટ ધ્યાનથી જોશો તો નોટના સિરીયલ નંબરના શરૃઆતના ૩ આંકડાઓ પછી એક નાનકડી ખાલી જગ્યા દેખાશે જેના પછી ૬ આંકડાઓ લખવામાં આવ્યા છે. આ ખાલી જગ્યાના બેકગ્રાઉન્ડમાં ધ્યાનથી જોશો તો તેમાં ઈનસેટ લેટર એ લખવામાં આવ્યો છે. જેના આધારે નોટ અસલી છે કે નહીં તે ઓળખી શકાશે.[/one_third] રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૫૦૦ રૃપિયાના દરની નવી નોટ જાહેર કરી છે. જોકે આ સાથે જ અત્યારે ચલણમાં રહેલી નોટો પણ ચલણમાં યથાવત રહેશે. નવી ૫૦૦ની નોટ પણ મહાત્મા ગાંધી સીરીઝની છે. જેમાં ઈનસેટમાં અંગ્રેજી કેપિટલ અક્ષર એ લખવામાં આવ્યો છે. આ નવી નોટ પર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર…

Read More
number plates

અમદાવાદ તા. ૧૪: રાજયની ૩ર RTO કચેરીઓમાં વાહન ૪.૦ સોફ્‌ટવેરનું સફળ અમલીકરણ કરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે. વાહન ૪. ૦ સોફ્‌ટવેર અંતર્ગત ર.પ૦ લાખ વાહનોની નોંધણી થકી રૂા.૪પ૦ કરોડના નાણાકીય વ્‍યવહારો થયા હોવાનું જાણવા મળે છે. સોફ્‌ટવેર અપડેટ થતાં હવે દેશના ૬પ૦ જિલ્લાઓની RTO કચેરી એકજ સોફ્‌ટવેર હેઠળ કામગીરી કરશે. ઉપરાંતદ્દ અરજદાર વાહન નોંધણીની તમામ બાબતો ઓનલાઇન જોઇ શકશે, તેમજ ડુપ્‍લીકેટ કે ખોટા વાહનોની નોંધણી અટકાવી શકાશે. રાજયની RTOકચેરીમાં વાહન નંબરની જાહેર હરાજી પણ ટૂંક સમયમાં ઓનલાઇન કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની ૩૬ પૈકી ૩ર આર.ટી.ઓ.કચેરીમાં કેન્‍દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ વાહન ૪.૦ સોફ્‌ટવેરનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્‍યું…

Read More
cellular mobile

[highlight] ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી લાદવાથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ભંગ થશે [/highlight] ભારતમાં ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે તો એશિયન દેશો તરફથી વિરોધનો સામનો કરવો પડશે તેવી બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી નાખવાથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફડીએ)નો ભંગ થશે તેવી દલીલ પણ કરવામાં આવી છે. સીંગાપોર, થાયલેન્ડ, વિયેટનામ, ઇન્ડોનેશીયા અને મલેશિયા સહિતના દેશો ભારત સરકારના નિર્ણય સામે વિરોધ કરી શકે છે. હાલ બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમમાં ક્વોલકમ, ઇરીક્શન, ફેસબુક, ગુગલ, માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ સહિતની કંપનીઓ સામેલ છે. આ તમામ કંપનીઓ ભારતમાં ઇમ્પોર્ટેડ મોબાઇલ ઉપર કસ્ટમ ડ્યુટી લાદવામાં ન આવે તેવુ…

Read More
bharuch BJP

ભરૂચ: ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યામાં સંડોવાયેલા દાઉદ ઇબ્રાહિમના સાગરિત જાવો ઉર્ફે ઝાહિદમિયા શેખની દ. આફ્રિકાના પ્રિટોરીયામાંથી સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. બેવડી હત્યાની તપાસમાં ભારતીય પોલીસે પૂછપરછની માગ કરતાં આફ્રિકાની સરકારે પરવાનગી આપી છે. શિરિષ અને પ્રજ્ઞેશની બીજી નવેમ્બર ૨૦૧૫ના રોજ સેવાશ્રમ રોડ પર આવેલા સૂર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. દાઉદ ઇબ્રાહિમે કટ્ટરવાદી હિન્દુ નેતાઓની હત્યા માટે તેને સોપારી આપી હોવાનો ખુલાસો એનઆઇએએ કર્યો હતો. કેસમાં ૧૨ આરોપીની ધરપકડ કરાઈ છે.

Read More
amazon in talks to buy bigbasket

ઓનલાઇન કરિયાણું વેચતી ઇ-કોમર્સ કંપની બિગબાસ્કેટને ખરીદવા એમેઝોન વાતચીત કરી રહી છે. ઝડપથી વિકસતા બજારમાં પગ જમાવવાના પ્રયત્નોના ભાગરૂપે કંપની આ પગલું ભરી રહી હોવાનું જાણકારોએ કહ્યું હતું. આ અંગેની ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે અને તેનાથી વેચાણ સુનિશ્ચિત છે તેમ કહી ન શકાય તેમ જાણકાર સૂત્રે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું. બિગબાસ્કેટનું સંચાલન સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાઇઝ પ્રા લિ કરે છે, તે ભારતની સૌથી મોટી ઓનલાઇન ગ્રોસર છે અને દેશનાં ૨૫ શહેરોમાં કાર્યરત છે. બિગબાસ્કેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમેઝોન કંપની ખરીદી રહી હોવાની વાત ખોટી છે. એમેઝોનના પ્રતિનિધિએ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર…

Read More
arjun modhvadia

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આજ રોજ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનોએ એક પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કર્યુ હતુ. જેમાં અર્જુન મોઢવાડિયાએ પ્રેસ મિડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે મધ્યપ્રદેશના મંદસૌરમાં બનેલ ઘટના ખુબજ દુખદ છે. તેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી અમે શિવરાજ સિંહ ચૌહાણના રાજીનામાની માંગણી કરીયે છીએ. તો સાથો સાત ખેડૃુતોના દેવા માફ થાઈ તેવી વિનંતી પણ અમે સરકારને કરીયે છીએ. તો આગામી 16મી જુનના રોજ કોંગ્રેસ રાજ્યવ્યાપી ચક્કાજામનો કાર્યક્રમ આપશે તેવુ પણ જણાવ્યુ હતુ.

Read More
surat

સુરત : સુરત માં  એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે..ચાલતી ટ્રેનમાં જ  એક 32 વર્ષીય મહિલા પર બળાત્કારની ઘટના બનતા સૌ કોઈ અચમબામાં પડી ગયા છે અને મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવી રહયા છે.ટ્રેનના પેન્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા શખ્સે મહિલાને સારી બેઠક વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી જનરલ ડબ્બામાંથી પેન્ટ્રી વિભાગમાં બોલાવી હતી ,જ્યાં તેની પર દુષ્કર્મ ગુજરવામાં આવ્યો હોવાની ફરિયાદ સુરત રેલવે પોલીસ માં નોંધાઇ છે. બાંદ્રા થી નીકળેલી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં એક 32 વર્ષીય મહિલા પોતાની બેનપણી સાથે જયપુર જવા નીકળી હતી.તારીખ 9 મી ના રોજ મહિલા ટ્રેનના  જનરલ ડબ્બામાં બેસી હતી.ત્યારબાદ તારીખ 10 મીની મોડી રાત્રે…

Read More