જ્યારથી રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ ની નોટો ચલણ માંથી બંધ થઇ ત્યારથી માંડી અત્યાર સુધી બેંકો બહાર જોવા મળતી સામાન્ય લોકો લાઈનો હજુપણ જોવા મળી રહી છે. એટલુજ નહિ પરંતુ નવી નોટોની પણ ડુપ્લીકેટ નોટો પણ છાપવા માંડી છે. જયારે એટીએમ ખાલી થઇ ગયા છે. આ બધી વાતો વચ્ચે સરકારી બેંકો સહિતની કેટલીક બેન્કોનું પોલમપોલ બહાર આવ્યું છે. જેમાં ૫૦ જેટલી બેંકો સામે ઇડી દ્વારા તપાસ શરૂ થઇ છે. આ બેન્કોના અધિકારીઓ કાળા નાણાને વ્હાઈટ કરવા અબજોપતિઓને મોટા પાયે નોટો ચેન્જ કરતા હોવાની વાતો બહાર આવી રહી છે. પરિણામે મોટા લોકો જ ડાયરેક્ટ નોટો ઉઠાવી લેતા હોવાથી સામાન્ય લોકોને…
કવિ: SATYA DESK
એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં ‘હેલો! ઇન્ડિયા’ મેગઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. ડિસેમ્બર મંથના આ ઈશ્યૂની તે કવરગર્લ પણ બની છે. તેણે મેગઝીન માટે અલગ-અલગ સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યું છે. બધા જ ફોટોઝમાં તે સુંદર લાગી રહી છે. જુઓ તેના કેટલાક ગ્લેમરસ ફોટોઝ…
સૌરાષ્ટ્ર-કચ્છમાં આશ્ર્ચર્યજનક રીતે ઠંડી વધવાના બદલે ઘટી ગઈ છે. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાન એકાએક વધ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે બાકી દિવસભર શિયાળાનો અહેસાસ થતો નથી. બપોરના સમયે તો ઉનાળા જેવો તડકો તપી રહ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઠંડી જૂનાગઢના ગીરનાર પર્વતની ભવનાથ તળેટીમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે અન્યત્ર તાપમાન 10થી 17 ડિગ્રી સુધી રહ્યું છે. જૂનાગઢ જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ વધીને 71 ટકા થયું છે અને પવનની ઝડપમાં પણ ઘટાડો થયો છે. જ્યારે ગીરનાર પર્વતની ભવનાથ…
અનામત મુદ્દે સરકાર અને પાટીદારો વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ મામલે સરકારે પાટીદારોને સમસ્યાનો ઉકેલ લાવવા માટે અગાઉ વાતાઘાતો માટે બોલાવેલી બેઠકમાં કોઈ નિર્ણય નહિ આવતા ફરી એક વખત બીજી બેઠક મળી હતી. જેમાં પાસના કન્વીનરો હાજર રહ્યા હતા. જોકે, પાટીદારોએ અનામત મુદ્દા અંગેના પોતાના પુરાવા સરકારને આપ્યા હતા. જે પુરાવા સ્વીકારી લીધા બાદ આવતા સપ્તાહે બીજી બેઠક બોલાવવા માટે નક્કી થયું હતું. પાસના કન્વીનરો એ મીડિયાને જણાવ્યું હતું કે સરકાર તરફ થી કોઈ પાસ પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા. અને સરકારે જે પુરાવા માંગ્યા હતા ટે તમામ પુરાવા નીતિન પટેલને સુપ્રત કર્યા હતા. જેનો અભ્યાસ કરવા અંગેની ખાત્રી આપવામાં આવી…
વલસાડ જીલ્લાના વલસાડ અને કપરાડાની ૩૨ જેટલી શાળાઓમાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે ટે માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ફિલ્ટર ટાંકીઓની યોજનામાં સબંધીતોએ ૯૦ ટકાનું ઉઘરાણું કરી લઇ લાખ્ખો રૂપિયાની ગોબાચારી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવતા સરકારી યોજનામાં કરુભગત ટોળકીઓ હજુ પણ સક્રિય હોવાનું સપાટી ઉપર આવ્યું છે. સરકારની સને ૨૦૧૪-૧૫ ની ૪૧ વિકાસશીલ તાલુકાની જોગવાઈ હેઠળ એક કરોડ રૂપિયાના ખર્ચે વલસાડ જીલ્લાના વલસાડ અને કપરાડાની ૩૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં જી.આર.પી. તેરાફીલ પાણીની ટાંકીઓ મૂકી બાળકોને ખનીજયુક્ત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી જીલ્લા આયોજન કચેરી દ્વારા આ ગ્રાન્ટ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ને ફાળવવામાં આવી હતી. અને…
જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર અબુ દુજાના છુપાયો હોવાની સૂચના સુરક્ષાદળોને ગઈકાલે જ મળી હતી. જેના પગલે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંને તરફથી કલ્લાકો સુધી ચાલેલા ગોળીબારમાં ત્રણ સ્થાનિક આતંકી માર્યા ગયા છે. લશ્કર-એ-તૈયબાના માર્યા ગયેલા ત્રણ આતંકીમાં રાહીલ અમીન, માજીદ જરગર અને વસીમ છે. જો કે, માર્યા ગયેલા આતંકીઓમાં અબુ દુજાના શામેલ નથી. માનવામાં આવી રહ્યું છે તેઓ કાલે સાંજથી જ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સુરક્ષાદળોને માહિતી મળી હતી કે અબુ દુજાના અહીં સંતાયો છે. અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે સામસામા…
હજુ તો જુવાનીમાં ડગ મુકે તે પેહલા જ યુવતીને દિલ દઈ બેઠેલો સગીરની લવસ્ટોરી રંગ પકડે તે પેહલા જ તેની ક્રુર હત્યા થતા અહીના સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનારી મચી ગઈ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ધોરણ-10માં ભણતા વિદ્યાર્થી 18 વર્ષીય પરેશ સવારે ગાંઠિયા અને ખારી લેવા જતો હતો, ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની ધરપકડ પણ કરી લીધી છે. આ અંગેની વિગત એવી છે કે, બાપુનગરના હરદાસનગરની ચાલીમાં રહેતો પરેશ ધોરણ-10માં ભણે છે અને બે વાર નાપાસ થયો છે. તેને તેના જ વિસ્તારની એક મુસ્લિમ છોકરી સાથે પ્રેમસંબંધ હતા, જેની જાણ…
વલસાડ નગર પાલિકાના પ્રમુખ સોનલ બેન સોલંકીએ જીલ્લા સમાહર્તાના આદેશ સામે ઉપરની કોર્ટમાં અપીલમાં જવાને બદલે જીલ્લા મેજીસ્ટ્રેટ સામે જ આંદોલનની ચીમકી આપી અજ્ઞાનતાનું પ્રદર્શન કરતા સબંધીતોમાં આ મુદે ભારે ગણગણાટ શરૂ થયો છે. વલસાડના કલ્યાણ બાગ તથા નીરા કેન્દ્રની સામે આવેલા ફુવારા સાથેના સર્કલ ટ્રાફિકને અડચણરૂપ હોય અને અકસ્માતોનો ભય રેહતો હોય આ સર્કલ નાનું કરવા માટે આરટીઆઈ કાર્યકર્તા કેતન શાહ દ્વારા રજૂઆત કરી હતી. જે સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી દ્વારા સમયાંતરે સુનાવણીઓ પણ કરવામાં આવી હતી. ઉપરાંત તા. ૨૦-૭-૨૦૧૫ના રોજ તત્કાલીન ચીફ ઓફિસરશ્રી દ્વારા મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી દરમ્યાન આ બાબતે પોલીસ ખાતાનો અભિપ્રાય મેળવી નવેસરથી ડીઝાઇન બનાવીને…
રણવીરસિંહે દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં એની ઈચ્છા વ્યકત કરતા કહ્યું હતું કે બાબા રામદેવની બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે. આ ઇવેન્ટમાં રણવીર બાબા રામદેવ પાસે યોગ શીખતો જોવા મળ્યો હતો. બાબા રામદેવને તેને કહ્યું હતું. કે તે ડાન્સ તો નહી કરી શકે, પરંતુ જો તેની ઇચ્છા હોય તો તે યોગ કરી શકે છે.તેથી રણવીર અને બાબા રામદેવે ‘બાજીરાવ મસ્તાની’ના ગીત ‘મલ્હારી….’ પર યોગ કર્યા હતા. યોગ શીખ્યા બાદ રણવીરે મજાક કરતાં બાબા રામદેવને કહ્યું હતું કે બાબા, જો તમારી બાયોપિક બનાવવામાં આવે તો હું એમાં કામ કરવા ઇચ્છીશ.