Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

shaktikant

વારંવાર નોટો બદલવા આવનારની હવે માઠી દશા : મત દેવા વખતે જેમ આંગળી પર શાહી લગાડાય છે, તેમ નોટ બદલ્યા પછી આંગળી પર ન ભૂસાય તેવી શાહી લગાડાશે : મોટા શહેરોમાં આજથી જ અમલ અમને માહિતી મળી છે કે બેંકો અને એટીએમમાં લાંબી લાઈનો. એક જ વ્યકિત વારંવાર નોટ બદલવા જાય છે. વારેવારે નોટ બદલનાર ગાળીયામાં ફસાશે : મત દેવા વખતે જેમ શાહી લગાવાય છે તેમ નોટ બદલ્યા બાદ પણ શાહી લગાડાશે જનધન ખાતામાં કાળુ નાણુ આવ્યે કાર્યવાહી કરાશે. ખાતા ધારક ખોટો ઉપયોગ રોકે યુવાઓને ઈ-વોલેટ અને ઈ-બેંકીંગના સાચા ઉપયોગ માટે ખાસ ટાસ્ક ફોર્સ બનાવાઈ આરબીઆઈના સ્ટાફને હડતાલ પર જવાની…

Read More
supremecourt

નવી દિલ્લીઃ એક 1000 અને 500 રૂપિયાની જુની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કેંદ્ર સરકારના નિર્ણયને રદ્દ કરવાની માંગ સાથે બે અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઇ હતી. જેમા નોટ પ્રતિબંધના નિર્ણય પર સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો હતો. કેંદ્રની મોદી સરકારે 500 અને 1000 ની બદલામાં 2000 અને 500 ની નવી ચલણી નોટો બહાર પાડી હતી. સરકારના આ નિર્ણયથી દેશની આમ જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે જુની નોટો બદલવા માટે 50 દિવસનો મસય આપ્યો છે. પરંતુ બેંક અને એટીએમ બે દિવસ બંધ રહેતા આમ લોકો ઘણી મુશ્કેલીમાં મુકાય ગયા હતા. લોકોની…

Read More
62 floor london

લંડનઃ યુકેમાં બ્રેક્ઝિટ વોટના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં સર્જાયેલી અનિશ્ચિતતા છતાં લંડન સિટીની ક્ષિતિજે સૌથી ઊંચી ૬૨ મજલાની ગગનચૂંબી ઈમારત એટલે કે ૨૭૮ મીટરની ઊંચાઈનું ટાવર તૈયાર થવાનું છે. ૨૨ બિશપ્સગેટ જગ્યાના માલિકોએ આ ટાવરના નિર્માણને સમર્થન આપ્યું છે. અગાઉ, લિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશન નજીકના આ સ્થળે પિનેકલ અથવા ‘હેલ્ટર સ્કેલ્ટર’ નામે ટાવર બંધાવાનું હતું, જે હવે ૨૨ બિશપ્સગેટ તરીકે ઓળખાશે. લંડનના ફાઈનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં સૌથી ઊંચી બની રહેનારી આ ઈમારત AXA Investment Managers Real Assets દ્વારા ડેવલપ કરાશે. આ બિલ્ડિંગ ૨૭૮ મીટર ઊંચી હશે અને ૧૦ વર્ષ અગાઉની મૂળ ડિઝાઈન કરતા ૧૦ મીટર ઓછી રહેશે. AXA IMસહિતના કોન્સોર્ટિયમે ૨૦૧૫માં આ સાઈટ…

Read More
baraat horse1

ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવતા અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જલદી જ ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરી રહેલા 30 લાખ ઇમિગ્રન્ટ્સને હકાલપટ્ટી કરવાની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓને અમેરિકામાંથી બહાર કરવા અથવા જેલમાં મોકલવા આવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર વસતા 1.1 કરોડની હક્કાલપટ્ટી કરવામાં આવશે, જેઓ પાસે દસ્તાવેજ નથી. આમાંથી હજારોની સંખ્યામાં ભારતીય-અમેરિકનો પણ છે. મોટી સંખ્યામાં મેક્સિકોથી આવેલા લોકો પણ ગેરકાયદેસર વસી રહ્યા છે. ટ્રેમ્પે અમેરિકાની સીબીએસ ન્યૂઝને આપેલા નિવેદન પ્રમાણે કહ્યું છે કે, ‘અમે એવા લોકોને શોધી રહ્યા છીએ, જેઓ અપરાધી છે અને તેઓનો ગુનાઇત રેકોર્ડ છે, તેઓ ગેંગના સાગરિત છે, તેઓ ડ્રગ માફિયા…

Read More
modi 6

નવી દિલ્હી: દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. ત્યારે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ગોવામાં ફરી જાહેરાત કરી હતી કે ૩૦ ડિસેમ્બર બાદ આનાથી પણ વધુ આકરા નિર્ણય લેવાઈ શકે છે. તે મુજબ તેઓ કોઈ મોટો ધડાકો કરે તેવી શક્યતા છે. તેવી જાહેરાતથી હાલ આ અંગે દેશમાં અનેકવિધ અટકળોનો દોર ચાલી રહ્યો છે. અને તે વખતે મોદીએ પણ ખાતરી આપી હતી કે દેશવાસીઓને તેમની કલ્પના મુજબનું ભારત મળશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ૩૦ ડિસેમ્બર બાદ કાળું નાણંુ રોકવા માટે હજુ આનાથી પણ વધુ આકરાં પગલાં લેવામાં આવશે. અને તેને કારણે…

Read More
NZ Earthquake2

અાંદામાનઃ કેન્દ્ર શાસિત રાજ્ય આંદામાન નિકોબારમાં ગઈ કાલે મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે લગભગ ત્રણ વાગે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા ૪.૬ રહી હતી. જોકે આ ભૂકંપથી કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. જોકે બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં ફરી ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ભૂકંપથી ન્યૂઝીલેન્ડમાં હાલ વીજળી અને ટેલિફોન સેવા ખોરવાઈ જતાં અનેક લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ગુજરાતના કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની રિકટર સ્કેલ પર ૫.૬ ની તીવ્રતા માપવામાં ‍આવી હતી. જોકે આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. જ્યારે…

Read More
chandra grahan1

અમદાવાદ: વર્ષ વિક્રમ સંવત ર૦૭૩નાં વર્ષમાં કુલ ચાર સૂર્યગ્રહણ અને ચાર ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાશે. નવા વર્ષની શરૂઆતે ફેબ્રુઆરી અને ત્યારબાદ ઓગસ્ટમાં ચાર પૈકીના બે સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. કુંભ અને મકર રાશિમાં ચંદ્રગ્રહણ અને કુંભ તેમજ સિંહ રાશિમાં સૂર્યગ્રહણનો યોગ સર્જાશે. હિંદુ શાસ્ત્રોની માન્યતા અનુસાર વિશ્વભરમાં સમયાંતરે બનતી ખગોળિય ઘટનાઓની જુદી જુદી રાશિ ધરાવતા લોકો પર સારી નરસી અસરો થાય છે. જ્યારે આ જ બાબત ખગોળિય ઘટના સંદર્ભે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બને છે. ૩૧, ઓકટોબરે શરૂ થયેલું હિંદુઓનું નવું વર્ષ ર૦૭૩ દરમ્યાન કુલ ૪ ગ્રહણ થશે તેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે. બે ચંદ્ર ગ્રહણ ભારતમાં…

Read More
tata motors 01

મુંબઇ: ટાટા ગ્રૂપનું ઘમસાણ સતત વધી રહ્યું છે. ટાટા સ્ટીલના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હવે ખુલ્લેઆમ સાયરસ મિસ્ત્રીની સાથે આવી ગયા છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ઇચ્છે છે કે સાયરસ મિસ્ત્રી ટાટા સ્ટીલના ચેરમેન તરીકે ચાલુ રહે. આમ, જ્યારે ટાટા ગ્રૂપમાં સાયરસ મિસ્ત્રીના મામલે હજુ વિવાદ શમ્યો નથી ત્યાં એવા સમાચાર મળી રહ્યા છે કે સાયરસ મિસ્ત્રી બાદ હવે નસલી વાડિયાને કંપનીમાંથી હટાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે એજીએમ બોલાવવામાં આવી છે. ટાટા સન્સનું માનવું છે કે ટાટા ગ્રૂપને તોડવા માટે સાયરસ મિસ્ત્રી અને નસલી વાડિયા મિલિભગત કરી રહ્યા હતા. ટાટા સ્ટીલની એજીએમ પણ બોલાવવામાં આવશે. બીજી બાજુ ટાટા કેમિકલ્સમાંથી ભાસ્કર ભટ્ટે રાજીનામું આપી દીધું…

Read More
akshay kumar dimple kapadia

નવી દિલ્હી: કરણ જોહરના સેલિબ્રિટી ટોક શો ‘કોફી વિથ કરણ’માં અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાએ પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે સંકળાયેલા કેટલાંક રહસ્યો જગજાહેર કર્યાં છે. આ દરમિયાન ટ્વિંકલે પોતાની મમ્મી ડિમ્પલ કાપડિયાના અક્ષયને લઈને એવા વિચારોનો ઘટસ્ફોટ કર્યો છે કે જે સાંભળીને તમે ચોંકી ઊઠશો. એ‍વું કહેવાય છે કે પુરુષો બહાર ભલે ગમે એવી વાતો કરતા હોય, પરંતુ પત્ની સામે તેની બોલતી બંધ થઈ જાય છે. ટીવી શો ‘કોફી વિથ કરણ’માં અક્ષયકુમારને જોઈને આ વાતની ખાતરી થઈ ગઈ છે. સમગ્ર શો દરમિયાન ટ્વિંકલ જ સતત બોલતી હતી અને અક્ષય ચુપચાપ તેની સાથે બેસીને કોફી પીતો હતો. આ દરમિયાન ટ્વિંકલે જણાવ્યું…

Read More
IMF

વોશિંગ્ટનઃ ભારતના વડા પ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની કરેલી જાહેરાતને સમર્થન આપતાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે કે આવાં પગલાંથી દેશમાં ભ્રષ્ટાચાર અને કરચોરી પર અંકુશ આવશે. આઈએમએફના પ્રવકતા ગેરી રાઈસે જણાવ્યું હતું કે અમે ભારતમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે નાણાંના પ્રવાહ સામે લડવા જાહેર કરવામાં આવેલા ઉપાયોને સમર્થન આપીએ છીએ. ભારતની અર્થવ્યવસ્થામાં દરરોજની લેવડદેવડમાં રોકડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી પડશે. જેનાથી ઓછી મુસીબત અનુભવવી પડે. તેથી આ બાબતે હવે ચોકકસાઈ રાખવી પડશે. દરમિયાન ગત મંગળવારે વડા પ્રધાન મોદીએ આવી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ બુધવારે બેન્ક બંધ રહી હતી અને એટીએમ પણ બે દિવસ…

Read More