વડોદરા માં છેલ્લા ઘણા જ સમય થી ડેન્ગ્યૂ ના રોગચાળા એ માથું ઉચક્યું છે ,અને છેલ્લા પાંચ જ દિવસ માં ડૅન્યૂ ના 100 જેટલા કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે,નવેમ્બર મહિના ની શરૂઆત માંજ 296 જેટલા શંકાસ્પદ કેસ પૈકી 100 જેટલી વ્યક્તિ ને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવતા તંત્ર એ ગંભીર નોંધ લઇ કામગીરી હાથ ધરી છે ,જોકે એક વાત સ્પષ્ટ થઇ છે કે રોજ ના 25 જેટલા કેસ નોંધાતા હોવાની વાત સામે આવી છે.વડોદરા શહેર માં ચાલુ વર્ષે ડેન્ગ્યૂ ના 1246 કેસો પૈકી 1049 કેસો સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર માં જ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.વડોદરા શહેર માં ડેન્ગ્યૂ ના…
કવિ: SATYA DESK
વલસાડ જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે આજરોજ જિલ્લા રેન્જ આઇજી સમશેર સીંગ વલસાડ જિલ્લા પોલીસ વડા પ્રેમવીર સીંગ ના નેજા હેઠળ જિલ્લા ના તમામ પોલીસોનું વાર્ષિક ઇન્સ્પેકશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ હેડક્વાટર ખાતે વિવિધ મોકડ્રિલઓ પણ યોજાઈ હતી જે અંગે રેન્જ આઇજી સમશેર સીંગ ના જણાવ્યા મુજબ આ મોકડ્રિલ કરવા પાછળ પોલીસ કેટલી સક્ષમ છે તેની ફિટનેસ,શારીરિક શક્તિ થી લઇ માનસિક દ્રષ્ટિ એ પોલીસ કેટલા અંશે પ્રજાની સુરક્ષા કરીશકે છે તે મહત્વ છે સાથે તમામ આવનાર વિપરીત પરિસ્થતિ સામે લેવાના મહત્વના નિર્ણયો અને લોકહિત પ્રજાની સેવામાટે પોલીસ ચોવીસ કલાક ખડેપગે ચુસ્ત-અને તંદુરસ્ત સુરક્ષા માટે તૈયાર રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા આ…
મુંબઈ: પાડોશી પર હુમલો કરવાના મામલાને લઈને બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલીને એક વર્ષ જેલની સજા કરવામાં આવી છે. મુંબઈની અંધેરી કોર્ટના મેજિસ્ટ્રેટ અમિતાભ પંચભાઈએ શુક્રવારે આદિત્ય પંચોલીને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે જીએસટી માટે ચાર સ્તરના ટેક્સ સ્લેબની જાહેરાત કર્યા બાદ સામાન્ય લોકોમાં ચર્ચા છે. પરંતુ સરળરીતે જોવામાં આવે તો જીએસટી અમલી બન્યા બાદ સામાન્ય લોકોને સીધો ફાયદો થશે. જીએસટીની વ્યવસ્થામાં આ બાબત પર ધ્યાન આપવામાં આવ્યુ છે કે સામાન્ય વ્યક્તિ પર કોઇ બોજ ન પડે. ખાદ્યાન સહિત સામાન્યરીતે ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પૈકી અડધાથી વધુ ચીજો પર ટેક્સ શુન્ય રહેશે. અલબત્ત આ વસ્તુ જીએસટીના હિસ્સા તરીકે રહેશે પરંતુ તેમના પર ટેક્સ શુન્ય હોવાના કારણે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર કોઇ અસર થશે નહી. આ ઉપરાંત દરરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓના દર વર્તમાન ટેક્સ ટેક્સ સ્લેબ કરતા ઓછા રાખવામાં…
અમદાવાદ,તા. ૫ : ગુજરાતમાં હાર્ટના રોગથી સૌથી વધુ સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. ગુજરાતમાં હાર્ટ સાથે સંબંધિત રોગ કિલર તરીકે ઉભરી આવતા આની ચર્ચા પણ જોવા મળી રહી છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવા આંકડામાં જાણવા મળ્યું છે કે ર્કાડિયોવેસક્યુલર રોગ અથવા તો હાર્ટ સાથે સંબંધિત રોગના કારણે ગુજરાતમાં ૨૨ ટકા લોકોના મોત થયા છે. વસ્તી ગણતરીને લઈને જારી કરવામાં આવેલા નવા આંકડામાં આ અંગેની વાત કરવામાં આવી છે. સેન્સસ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કેટલીક ચોંકાવનારી વિગતો જારી કરાઈ છે. શ્વાસ લેવાની તકલીફના રોગ, ટીબી, કેન્સર જેવા રોગના કારણે જે…
વલસાડઃવલસાડ જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની એક વિદ્યાર્થીનીએ આશ્રમ શાળાના શિક્ષકોં પર દુષ્કર્મના ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે.શાળામા રહી અભ્યાસ કરતી પિડિતા વેકેશન મા ઘરે આવ્યા બાદ થોડા દિવસ મા તેની તબિયત લથડી હતી.આથી સારવાર માટે વલસાડ ની સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા તેને શાળાના શિક્ષકો પર દુષ્કર્મના ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ હતી.પિડિતાના મતે શાળાના બે શિક્ષકો દ્વારા તેને કોઈ ગોળીઓ આપવા મા આવતી હતી અને ત્યાર બાદ દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર મામલો કલેક્ટર સુધી પહોંચતાં કલેક્ટર એ તાત્કાલિક તપાસ ના આદેશ આપ્યા હતા. આથી પોલીસ અને જિલાનું બાળ સુરક્ષા એકમ…
એન્ડ્રોઇડ નોગેટ સાથે લોન્ચ થનાર સ્માર્ટફોન એલજી વી ૨૦ ભારતીય બજારમાં ઉતારવા તૈયારી થઇ રહી છે જોકે હજુ તારીખ અંગે જાણકારી અપાઈ નથી ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત ૪૫ થી ૫૦ હજાર વચ્ચે હશે એલજી વી ૨૦ સપ્ટેમ્બરમાં સાન ફ્રાન્સિસ્કોમાં લોન્ચ કરાયો હતો આ ફોનમાં ૫,૭ ઇંચની ડિસ્પ્લે છે જેમાં સેકન્ડરી ડિસ્પ્લે પણ છે ફોનને ૪ મીટરની ઊંચાઈથી પટકાવ્યાં બાદ પણ કોઈ અસર થતી નથી આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરો છે જેમાં એક ૧૬ મેગા પિક્સલનો છે અને બીજો ૮ મેગા પિક્સલનો છે જયારે ૫ મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
વધતા ઇમિગ્રેશન આંકને કાબુમાં રાખવા માટે બ્રિટન સરકારે બિનયુરોપિયન સંગઠન લોકો માટે પોતાની વીઝા પોલિસીમાં ફેરફાર કરવાન નિર્ણય લીધો છે. આ પરિવર્તનથી મોટી સંખ્યામાં ભારતીયોને જેમાં ખાસ કરીને આઇટી ક્ષેત્રે જોડાયેલા લોકોને વધુ અસર પડી શકે છે. આ જાહેરાત બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ પોતાના ભારતના પ્રવાસ પહેલા કરી છે. થેરેસા રવિવારે નવી દિલ્હી આવી રહ્યાં છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં હોમ ઓફિસ તરફથી ગુરૂવારે જાહેરાત કરવામાં આવી કે નવા વીઝા પ્રમાણે ટાયર-૨ એન્ટ્રા કંપની ટ્રાન્સફર (કંપની અંદર ટ્રાન્સફર)ની કેટેગરી માટે ૨૪ સપ્ટેમ્બર બાદ અરજી આપનારા લોકો માટે જરૂરી પગાર મર્યાદા ૩૦૦૦૦ પાઉન્ડ હશે. આ પહેલા લઘુત્તમ મર્યાદા ૨૦૮૦૦ પાઉન્ડ હતી.…
મુંબઈ:ભારતીય સ્ટેટે બેન્કે(SBI) તહેવારની ભેંટ આપતાં હોમ લોનના દર ઘટાડીને 9.1 ટકા કર્યા છે, જે છ વર્ષની સૌથી નીચી સપાટી દર્શાવે છે. ગયા સપ્તાહે SBIએ તેના બેન્ચમાર્ક દરમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. SBIની તહેવારની સ્કિમ અંતર્ગત મહિલાઓ માટેની હોમ લોનનો દર બેન્ચમાર્ક દરથી 20 બેસિસ પોઈન્ટ વધારે એટલે કે 9.1 ટકા રહેશે જ્યારે અન્ય લોકો માટે હોમ લોનનો દર 9.15 ટકા રહેશે.નવેમ્બર, ડિસેમ્બરમાં મંજૂર થનારી લોન માટે પણ આ નવા દર લાગૂ પડશે અને તેનું ડિસ્બર્સમેન્ટ એક મહિનામાં થશે. રેટ ઘટાડવા ઉપરાંત SBIએ અન્ય પ્રોસેસિંગ ફી પણ રદકરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં SBIના MD રજનીશ કુમારે…
અમદાવાદ: એસટી બસ સેવા ખાનગી બસ ટ્રાવેલ્સની સામે હરીફાઇમાં ટક્કર લેવા વાઇ ફાઇ ફ્રી સુવિધાની ઓફર સાથે સજ્જ થઇ રહી છે. એસટી મુસાફરોને આકર્ષવા માટે હવે મુસાફરોને વાઇ ફાઇ સુવિધા ટૂંક સમયમાં આપવામાં આવશે. એસટી વિભાગના આયોજન અનુસાર શરૂઆતના તબક્કે આ સગવડ લાંબા અંતરની એસી બસોમાં શરૂ કરાશે. ત્યારબાદ ક્રમશઃ આ વ્યવસ્થા તમામ બસોમાં આપવામાં આવશે. બસમાં મુસાફર ચઢશે કે તેને વાઇ ફાઇ સાથે મોબાઇલ કનેક્ટ કરવા માટેનો પાસવર્ડ આપી દેવામાં આવશે, જેનો મુસાફર બસમાં મુસાફરી પૂરી કરશે ત્યાં સુધી વિનામૂલ્યે અનલિમિટેડ ઉપયોગ કરી શકશે, જેના માટે તેણે વધારાનો કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જોકે તેના માટે નિગમે ચાલુ બસ…