Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WhatsApp Image 2016 11 11 at 12.46.49 PM

વલસાડ ના ભાગડાવડા,કોસંબારોડ ખાતે આવેલી આંગણવાડી માં સડેલા ચણા નો નાસ્તો આપતા નાના ભૂલકા લઇ ને આવતા વાલીઓ માં આક્રોસ ફેલાયો હતો અને હોબાળો મચાવતા સબંધિતો દોડતા થઇ ગયા હતા,સરકાર દ્વારા બાળકો ને પૌષ્ટિકભોજન સાથે અભ્યાસ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આગનવાડી માં લોલમલોલ ચાલતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે ભાગડાવડા સ્થિતઆંગણવાડીમાં પણ આ પ્રકાર ની ફરિયાદઉઠતા વાલીઓ વિફર્યા હતા.વાલીઓ એ જણાવ્યું હતું કે આ આંગણવાડીમાં ગંદકી ની સમસ્યા સાથે મકાન જર્જરિત હાલત માં છે અને ગમેત્યારે તૂટી પડે તેમ છે,સત્યડે ની ટીમે સ્થળ પર જઈને પરીસ્થીતી જાણવા નો પ્રયાસ કર્યો હતો ત્યારે હકીકત…

Read More
laxmi robot 1

ચેન્નઈ: તમે બેન્કમાં જાવ અને તમારો સામનો એક ઇન્ટર એક્ટિવ તેમજ ડેટાની સાથે ઝડપથી કામ કરનારા રોબોટ સાથે થાય તો? બની શકે તમને થોડું અજીબ લાગે. પરંતુ ભારતમાં પહેલીવાર અા પ્રકારનો રોબોટ તૈયાર થઈ ગયો છે. ગઈ કાલે દેશના પહેલા બેન્કિંગ રોબોટ ‘લક્ષ્મી’અે કામ કરવાનું શરૂ કરી દીધું. અા રોબોટ કુંભકોણમ સ્થિત સીપી યુનિયન બેન્કે લોન્ચ કર્યો છે. અા ભારતમાં અાવો પહેલો રોબોટ હશે. એચડીએફસી બેન્ક હાલમાં ગ્રાહકોના સવાલોના જવાબ અાપવા માટે રોબોટ્સનો ઉપયોગ કરે છે. તે પણ પોતાની લેબમાં હ્યુમન નોઈડ પર પ્રયોગ કરી રહ્યું છે. લક્ષ્મીને તૈયાર કરવામાં છ મહિનાનો સમય લાગ્યો છે. તે ૧૨૫ કરતાં વધુ સવાલોના…

Read More
ishat

ટીસીએસ ટાટા ગ્રુપની કંપની છે. ટાટા ગ્રુપના સાયરસ મિસ્ત્રીને હટાવાયા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇશાત 1 જુલાઇ 1999 એ ટાટા સંસના બોર્ડમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે આવ્યા હતા અને 28 જુલાઇ 2000 ના દિવસે ટાટા સંસ લિમિટેડના ફાઇનાંસ ડાયરેક્ટર બન્યા હતા. ટાટા સંસમાં જોડાતા પહેલા તે આશરે 10 વર્ષ સુધી ટાટા સ્ટીલમાં સીનિયર વાઇસ પ્રેસિડંટ અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર હતા. ટાટા સંસ લિમિટેડના બોર્ડમાં જોડાવાની સાથે તેઓ વોલ્ટાસ લિમિટેડ અને ટાટા સ્કાઇ લિમિટેડના પણ ચેરમેન છે.

Read More
WhatsApp Image 2016 11 10 at 12.09.53 PM

વલસાડશહેર માં સવાર થીજ બેંકો બહાર લોકો ની લાંબી ભીડ જોવા મળી હતી,શહેર માં નોટો બદલવા માટે ની ચર્ચા દિવસભર જોવા મળી હતી.શહેર માં બજારો સુમસાન અને મંદી નો માહોલ જોવા મળ્યો હતો.   મોટાભાગના લોકો કામધંધા છોડી ને બેંકો માં ઉમટી પડ્યા હતા અને બેંક માં પૈસા જમા કરાવવાથી માંડીને નોટ બદલવાની પ્રક્રિયા હાથ ધરી હતી સરકાર દ્વારા રૂ.૫૦૦ અને ૧૦૦૦ ના  નોટો ચલણ માંથી બહાર કરી દેવાના પગલા અંગે લોકો માં મિસ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા,કેટલાક લોકો એ મોદીજી ના આ પગલા ને આવકાર્યું હતું તો કેટલાકે લોકો ને ખરીદી થી માંડી પડી રહેલી મુશ્કેલી અંગે પોતાની નારાજગી…

Read More
bob2

વડોદરા શહેર માં મોટી સંખ્યા માં લોકો સવાર થી જ બેંકો બહાર પહોંચી ગયા હતા અને લાઈનો લગાવી દીધી હતી ,શહેર ની  બેંકો માં રૂ।500અને 1000 ના દર ની નોટો બદલી આપવાનું શરુ થયું હતું જોકે કેટલીક બેંકો બંધ નજરે પડી હતી વીતેલા કલાકો માં લોકો એ કેશ ડિપોઝીટ મશીન થકી જૂની નોટો ના લાખો રુંપિયા જમા કરાવ્યા હોવાથી એટીએમ છલકાઈ ગયા હતા એટલું જ નહિ પરંતુ બેંકો ના કેશ ડિપોઝીટ મશિનો પણ ઓવર લોડ થઇ ગયા હતા બેંકો માં પૈસા જમા કરાવવા માટે ની વ્યવસ્થા સાથે કર્મચારીઓ એ સવાર થીજ કામગીરી હાથ ધરી હતી ,બેંક ના સૂત્રો એ જણાવ્યું…

Read More
Seattle shooting 1

સીએટલ: વોશિંગ્ટનના સીએટલ ખાતે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાઢવામાં આવેલી રેલીમાં ફાયરિંગ થયાના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી નારાજ લોકોએ આ રેલી કાઢી હતી અને આ દરમિયાન થયેલા ફાયરિંગમાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળે છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી એક મોટો વર્ગ નારાજ છે અને તેથી ઠેરઠેર તેમની વિરુદ્ધ દેખાવો અને રેલીઓ યોજવામાં આવી રહી છે. ગઈ કાલે મતગણતરી દરમિયાન કેલિફોર્નિયામાં પણ ફાયરિંગ થયું હતું, જેમાં એકનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર અમેરિકન શહેર સીએટલમાં એક રેલીનું આયોજન…

Read More
bank loan

અમદાવાદ: લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવત સાચી પડી છે શહેરના નવા બાપુનગર વિસ્તારમાં રહેતા અને મ્યુ. કોર્પોરેશનના કર્મચારી તરીકે ફરજ બજાવતા હસમુખભાઇ બ્રહ્મભટ્ટ પર, જેમણે 25 લાખ રૂપિયાની લોન લેવાના ચક્કરમાં સવા લાખ રૂપિયા ગ‌િઠયાઓને આપી દીધા છે. હસમુખભાઇ છેલ્લા બે મહિનાથી બાપુનગર પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાંચમાં છેતર‌િપંડીની ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હસમુખભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે નવેમ્બર-2015માં દિલ્હીથી અમિત શર્મા તથા અભિષેક ખંડેલવાલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે 0% વ્યાજ પર 25 લાખ રૂપિયાની લોન મળશે. જો તમે ઇન્સ્યોરન્સ પોલિસી લેશો તો… 0% વ્યાજ પર લોન લેવાની…

Read More
arrested 12

અમદાવાદ: શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિને ડામી દેવા શહેર પોલીસ કમિશનરની અપાયેલી સૂચનાને પગલે દાણીલીમડા પોલીસે રિવરફ્રન્ટ નજીક એક કાચા છાપરામાં ચાલતા જુગારધામ પર ગંજીપા પાનાનો જુગાર રમતાં ૩૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસે રોકડા રૂ.૭૫,૨૦૦, બે ગાડીઓ અને ચાર ટુ વ્હીલર મળી રૂ.૩.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ડિવિઝન એસીપી તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એમ. વસાવાને બાતમી મળી હતી કે સાબરમતી નદીના સપ્તર્ષિના આરે આવેલા રિવરફ્રન્ટ પર રફિક આલમભાઇ પરમારના કાચા છાપરામાં કેટલાક લોકો મોડી રાત્રે જુગાર રમે છે. જેના આધારે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે દાણીલીમડા પોલીસે રિવરફ્રન્ટ પર દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતાં…

Read More
bse ians

ટ્રમ્‍પના વિજયના સંજોગો અને પ૦૦-૧૦૦૦ની નોટ ચલણમાંથી દુર થવાના નિર્ણયથી શેરબજારમાં સુનામી : પ્રારંભે સેન્‍સેકસમાં ૧૬૦૦ પોઇન્‍ટ અને નીફટીમાં પ૦૦ પોઇન્‍ટનો કડાકોઃ બાદમાં શાનદાર રિકવરીઃ અફડા-તફડીનો માહોલ તા.૯ : અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પને મળેલી સફળતા અને ભારતમાં પ૦૦ અને ૧૦૦૦ રૂા.ની નોટો ચલણમાંથી દુર કરાતા તેની અસર સ્‍વરૂપ શેરબજારમાં પ્રારંભે ૧૬૦૦ પોઇન્‍ટનો કડાકો બોલી ગયો હતો. જો કે બાદમાં રિકવરી થઇ હતી અને આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૧૦૩૪ પોઇન્‍ટ ઘટીને ર૬પપ૬ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નીફટી ૩૩૭ પોઇન્‍ટ ઘટીને ૮ર૦પ ઉપર છે. શેરબજારમાં આજે વેચવાલીની સુનામી આવી હતી અને પ્રારંભે રોકાણકારોના ૭ લાખ કરોડ ડુબી ગયા હતા.…

Read More
93434lrci 1

આજ મધરાતથી બહાર પડશે નવી નોટ :અર્થવ્યવસ્થા માટે નિર્ણય જરૂરી :સરકારે આતંકવાદ વિરુદ્ધ ભર્યું પગલું :મોટી નોટનું આતંકવાદના ફંડિંગ માટે થતો હતો ઉપયોગ :લોકોએ ગભરાવવાની જરૂર નથી :નોટ બદલાવવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે :નવી નોટ નવી સિરીઝમાં મહાત્મા ગાંધીજી અને માંગલ્યનનો ફોટો :રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલની પ્રેસ કોન્ફરન્સ.

Read More