માલિક પોતાની મિલકતના વખાણ કરીને પોતાનો ભાવ કહેશે. આ સમયે તમે જે નકારાત્મક પાસાં નોંધ્યા હશે તે કામમાં આવશે. તે પોતાની મિલકતની સારી બાબતો રજૂ કરે ત્યારે તમે તેની નકારાત્મક બાબતો રજૂ કરી ભાવ અંગે ચર્ચા કરો. ચોક્કસ એવું બનશે કે તે પોતાનો ભાવ ઓછો કરી દેશે અત્યારે તમામ પ્રકારના સોદા થતાં હોય છે. જ્યારે કોઇ મિલકતનો સોદો થતો હોય અને અનુભવ ન હોય ત્યારે છેતરાઇ જવાનો ભય રહેતો હોય છે. જો તમને આ બાબતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો છેતરાઇ જવાની શક્યતા ઓછી થઇ જશે. જો તમે કોઇ મિલકત એટલે કે ફ્લેટ, જમીન કે ઘરનો સોદો કરતાં હો ત્યારે…
કવિ: SATYA DESK
મુંબઈ, તા.૪ : અમેરિકી ડોલરના નિકાસકારો દ્વારા વેચાણના પરિણામ સ્વરુપે અમેરિકી ડોલર સામે રૂપિયો આજે મજબૂતિ સાથે બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે કારોબારના અંતે ૬૬.૭૨ની રેંજમાં રહ્યો હતો. ફોરેક્સ ડિલરોનું કહેવું છે કે, અન્ય ચલણ સામે ડોલરની નબળાઈ જોવા મળી હતી. જેના લીધે રૂપિયાને ટેકો મળ્યો હતો પરંતુ સ્થાનિક શેરબજારમાં મંદીના પરિણામ સ્વરુપે રૂપિયામાં વધારે મજબૂતી જોવા મળી શકી ન હતી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેંજ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે ૬૬.૭૩ની સપાટીએ ખુલ્યો હતો. ગઇકાલે ડોલર સામે રૂપિયો ૬૬.૭૫ની સપાટીએ રહ્યો હતો. ૪.૪૫ વાગે કારોબાર બંધ થતા પહેલા રૂપિયો ૬૬.૭૬ અને ૬૬.૭૦ની રેંજમાં રહ્યો હતો. વિદેશી બજારમાં ડોલરમાં અફડાતફડી રહી…
તા. ૪: અમેરિકાના પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી એકદમ રસાકસીભરી બની રહેવાની છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પના પ્રચારકોએ જાહેરાત કરી છે કે ચુંટણીની રાતે ડોનલ્ડ ટ્રમ્પ તેમના દોસ્તો તથા ટેકેદારો માટે ન્યુ યોર્કના મેનહટનની એક પોશ હોટેલમાં વિક્ટરી પાર્ટી યોજશે. આઠ નવેમ્બરે યોજાનારી આ ચુંટણીમાં પોતાના વિજયની ખાતરીનો સંકેત ડોનલ્ડ ટ્રમ્પ આ રીતે આપી રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પનાં પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટન પણ ચૂંટણીની રાતે ન્યુ યોર્કમાં પાર્ટી યોજવાનાં છે. જો કે તેમના પ્રચારકોએ આ ઘટનાને વિક્ટરી પાર્ટી નથી ગણાવી. ચૂંટણી આડે માત્ર પાંચ દિવસ રહ્યા છે. ત્યારે ન્યુ યોર્ક ટાઇમ્સ-સીબીએસ ન્યુઝના તાજા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ડોનલ્ડ…
મુંબઈ:અમેરિકન પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બનશે કે હિલેરી ક્લિન્ટન તે અંગે સટ્ટાબજારમાં જોરદાર દાવ ખેલાઈ રહ્યા છે. યુએસના લેટેસ્ટ પોલ પ્રમાણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી વચ્ચેનો ગાળો સાંકડો થઈ રહ્યો છે. તેના કારણે મંગળવારે મુંબઈ અને દિલ્હીના સટ્ટાબજારમાં પણ સમીકરણ બદલાઈ ગયા હતા. ગયા સપ્તાહ સુધી ટ્રમ્પના વિજય પર એક રૂપિયાના દાવ સામે પાંચ રૂપિયાનો ભાવ ચાલતો હતો જ્યારે મંગળવારે આ દર ઘટીને માત્ર અઢી રૂપિયા થઈ ગયો હતો. ટ્રમ્પ માટે પ્રીમિયમ ઘટ્યું તે દર્શાવે છે કે તેની જીતની શક્યતામાં વધારો થયો છે. જોકે તમામ પંટરોમાં હિલેરી અત્યારે ફેવરિટ છે.…
સામાન્ય લોકોને ટુંક સમયમાં જ હવે પાસપોર્ટ, લાયસન્સ, રજિસ્ટ્રેશન, પરીક્ષા અને સરકાર તરફથી ઉપલબબ્ધ કરાવવામાં આવી રહેલી અન્ય અનેક સેવા માટે વધારે ફી ચુકવવી પડશે. કારણ કે નાણાં મંત્રાલય દ્વારા આ દિશામાં પહેલ કરી છે. સાથે સાથે યુઝર ચાર્જ વધારી દેવા માટેની તૈયારી કરી છે. નાણાં મંત્રાલય દ્વારા હવે વર્તમાન પ્રોજેક્ટ પર ખર્ચના ફંડિંગ અને ઉપલબ્ધ કરાવવામાં આવનાર સર્વિસના ખર્ચને રિકવર કરવા માટે યુજર ચાર્જમાં વધારો કરવા માટે વિભાગ મંત્રાલયને સીધી સુચના આપી દીધી છે. હાલમાં જ બજેટને લઇને ચર્ચા વિચારણા શરૃ કરનાર નાણાં મંત્રાલય દ્વારા ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે મંત્રાલય અને વિભાદ યુઝર ચાર્જ વધારી દઇને વર્તમાન…
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર ફેસબુક એક એવું વિશેષ સોફ્ટવેર તૈયાર કરી રહ્યું છે, જેનાથી કોઈ ખાસ વિસ્તાર અને દેશોથી લોકો દ્વારા આવતી ન્યૂઝ ફીડમાં આવનાર પોસ્ટને ઓછું મહત્વ આપીને દબાવી શકાય છે અથવા સેન્સર કરી શકાય છે. આ સમાચારને ખાસ કરીને ચીનનાં સંદર્ભમાં જોઈ શકાય છે, જ્યાં સેન્સરશીપની વાત વારંવાર ઉઠે છે. સૂત્રો નું કહેવું છે કે, તેનાથી ફેસબુકનાં ત્રણ કાર્યરત અને પૂર્વ ગુનેગારોથી જાણકારી મળી છે કે, આ ફીચરને તે માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી ફેસબુક બીજી વખત ચીની બજારમાં પગ જમાવી શકે છે. પરંતુ તેઓએ તે પણ કહ્યું છે કે આ ફીચર તે વિચારોનો ભાગ છે,…
નોટબંધી પર વિપક્ષના આકરા વિરોધનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદીએ હવે સીધેસીધા દેશની જનતા પાસે અભિપ્રાયો માંગ્યા છે. મોદીએ ટ્વીટર પર દેશની જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ એક ખાસ એક દ્વારા નોટબંધીના નિર્ણય પર પોતાના સીધેસીધા વિચારો પીએમ સુધી પહોંચાડી શકે છે. તેમણે એક સર્વે દ્વારા પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું છે. પ્રધાનમંત્રીના આ નિર્ણયને સંસદમાં સતત પડકારવામાં આવી રહ્યો છે અને વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો મચાવવામાં આવી રહ્યો છે અને પીએમને સંસદમાં આવીને જવાબ આપવા જણાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી સવારે 11.25 લાગ્યે એક ટ્વીટ કર્યો જેમાં આમ જણાવવામાં આવ્યું, ‘કરન્સી નોટ્સના સબંધમાં…
ટેલિવિઝન આપણાં બધાંનાં જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. એક સમયે કદાચ આખો દિવસ ભૂખ્યા રહી શકાય પણ ટીવી વિના રહેવું મુશ્કિલ હી નામૂમકિન બની ગયું છે. ઘરે બેઠા વિશ્વના ખૂણે ખૂણાના સમાચાર આપણી પાસે આવી જાય છે. રાત્રે આઠ વાગ્યે આપણાં દેશના વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરે અને રાતોરાત લોકોને દોડતાં કરે, હબલ ટેલિસ્કોપ સનફ્લાવર આકાશગંગાની તસવીર લે અને એ તસવીર ટીવીના માધ્યમથી સીધી આપણાં સુધી પહોંચે એ ટેલિવિઝનની જ કરામત છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના શું હાલહવાલ છે તેની માહિતી આપણને ઘરે બેઠાં બેઠાં ટીવી જ તો પૂરી પાડે છે. જોકે, મજાની વાત એ છે કે નાના કદના ટેક્નો…
હાલમાં જ લોન્ચ થયેલા વિન્ડોઝ 10 લેપટોપ રિવ્યુ માટે આરડીપી થિંકબુક, એસર એસ્પાયર વન ક્લાઉડબુક 11 અને હાલમાં જ આઇબોલ કોમ્પબુક એગ્જેમ્પિલયર આવ્યા હતા. આમાંથી લગભગ તમામ લેપટોપ એક જેવા જ સ્પેસિફિકેશનવાળા છે, ફર્ક માત્ર વિલ્ડ ક્વોલિટી અને ડિઝાનનો છે. માઇક્રોમેક્સે મે માસમાં આ સેગ્મેન્ટમાં પોતાનું કેનવાસ લેપબુક એલ1160 પ્રોડક્ટ રજૂ કર્યું હતું. આની કિંમત 10,499 રૂપિયા છે. આ પોતાના ક્લાસનું 11.6 ઇંચની ડિસ્પલેવાળું સૌથી સસ્તુ લેપટોપ છે. આવો જાણવાનો પ્રયત્ન કરીએ કે કંપનીએ ઓછી કિંમતે લોન્ચ કરેલું આ લેપબુક પર્ફોર્મન્સ સાથે કોઈ સમાધાન તો નથી કરતુંને? 11.6 ઇંચના આ લેપબુકની સૌથી મોટી ખાસિયત તેનું કોમ્પેક્ટ હોવું છે. તેનું વજન…