કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મળેલી મંજૂરી બાદ સુરતમાં વસતા ઓરિસ્સાવાસી શ્રમિકોને પોતાના માદરે વતન પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેન સુરત થી રવાના કરવામાં આવી રહી છે. જ્યાં રોજ ૧૨૦૦ જેટલા ઓરિસ્સાવાસી શ્રમિકોને પાંડેસરાના જુદા જુદા વિસ્તારોમાંથી મનપા સંચાલિત સીટી બસ મારફતે railway station પહોંચાડવામાં આવ્યા હતા. દરમિયાન માદરે વતન જઈ રહેલા ઓરિસ્સાવાસી શ્રમિકોને બે ટાણું ભોજન અને ફૂડ પેકેટ મળી રહે તેવી વ્યવસ્થા પણ શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.. ટ્રેન મારફતે વતન જઈ રહેલા ઓરિસ્સાવાસી શ્રમિક વર્ગના લોકો વચ્ચે સોશિયલ distance જળવાઈ રહે તેવી વ્યવસ્થા સ્ટેશન પર ગોઠવવામાં આવી હતી. વતનમાં જઈ રહેલા ઓરિસ્સાવાસી શ્રમિકોમાં હર્ષની લાગણી…

Read More

વલસાડ જિલ્લા માં બલીઠા ના યુવાન નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્ર માં દોડધામ મચી છે. જ્યારે જિલ્લા ના પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા દહેરી ના દર્દી સાગર માંગેલા સહિત બે દર્દી સારવાર બાદ સાજા થઈ જતા ડુંગરી ના દર્દી ને આજે રજા અપાઈ હતી જયારે દહેરી ના સાગર ને કાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે જે વાત થી તંત્ર માં નવું જોમ આવ્યું છે. આ અંગે ની વિગતો મુજબ વાપી તાલુકા ના બલિઠા સ્થિત ત્રિવેણી સોસાયટી ખાતે રહેતા 44 વર્ષીય તસેલ અહમદ સમસુલ્લા ચૌધરી ના પત્ની બીમાર થતા તા.11-4-2020 ના રોજ પોતાના પત્ની ની સારવાર માટે મુંબઈ ગયા હતા. જ્યાં…

Read More

અમદાવાદ ના પાલડી વિસ્તાર માં આવેલ એઇમ્સ હોસ્પિટલ ના માલિક અમિત મણિયાર થી આજુ બાજુ ની સોસાયટી ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે. હાલ દેશ માં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પાલડી માં આવેલી એઇમ્સ હોસ્પિટલ ની કેટલીક હરકતો સામે સ્થાનિક રહીશો અવાજ ઉઠાવી રહ્યા છે પરિણામે સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં સત્ય ડે ના પ્રતિનિધિ સાથે ની વાતચીતમાં રહીશો એ આ હોસ્પિટલ ની કાયદેસરતા સામે સવાલો ઉઠાવ્યા હતા. સોસાયટી ના રહીશો દવારા અહીં પાર્કિંગ ની જગ્યા માં ઇમરજન્સી પેસન્ટ ની સારવાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા હાલ જ્યાં પાર્કિંગ છે ત્યાં…

Read More

એડલેઈડ એનિમલ ઈમરજન્સી સેન્ટરે એક એવિ ચોકાવનારી ઘટના આવી જેમાં કુતરું કાટા ચમચી ગળી ગયો હતો.  આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. થોડા સમય માટે એનિમલ ડોક્ટર પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા કે 5 મહિનાના શ્વાનનાં પેટ સુધી કાંટા ચમચી કેવી રીતે જાય ! ત્યારબાદ ઈમરજન્સી સેન્ટરે શ્વાનના પેટનો એક્સ-રે લીધો અને પેટમાં ફોર્ક હોવાની વાત કન્ફર્મ થઇ ગઈ. એનિમલ ઈમરજન્સી સેન્ટરે કહ્યું કે, શ્વાનના પેટમાંથી કાંટા ચમચી કાઢવા માટે બે રસ્તા હતા એક તો એન્ડોસ્કોપી અને બીજું સર્જરી કરીને. પણ નસીબજોગે પહેલો રસ્તો જ કામમાં આવી ગયો. એન્ડોસ્કોપીની મદદથી શ્વાનના પેટમાંથી કાંટા ચમચી નીકળી ગઈ.

Read More

 શહેરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ વધી રહ્યા હોવાથી કોરોનાના ડરથી નરોડા ખાતે રહેતા માતા-પિતા તેની સિવિલમાં સારવાર લઈ રહેલી 6 માસની દીકરીને મૂકીને રાજસ્થાન જતાં રહ્યાં હતાં. જોકે રાજસ્થાનમાં બન્નેને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ  સારવાર લઈ રહેલી બાળકીનું સિવિલમાં મોત નિપજ્યું હતું. જોકે માતા-પિતા રાજસ્થાનમાં ક્વોરન્ટાઈન હોવાથી અમદાવાદ આવી શકે તેમ ન હોવાથી સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરે છ માસની બાળકીનો પરિવાર બનીને બાળકીની અંતિમવિધિ કરી હતી. નરોડા પોલીસે આ અંગેની તપાસ કરી ત્યારે ભરતભાઈ અને તેમની પત્નીને રાજસ્થાનના ધંબોલા વિસ્તારમાં ક્વોરન્ટાઈન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી કોલ્ડ સ્ટોરેજમાં મુકાયો હતો. મૃતદેહને સાત…

Read More

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને ઘણા દેશો માં લોક-ડાઉન ની સ્તિથિ ના લઈને બધા ધંધા બંધ થઈ ગયા છે. લોકો ઘરમાં રહી ને કોરોના સામે ની લડાઈ ને સ્વીકારી ને સરકાર ને સાથ આપી રહી છે. આવા સમયે બેંગકોકમાં 28 દિવસથી લૉકડાઉન છે અને હેર સલૂનને બંધ રખાયા છે, એવામાં ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ ન તો બહાર હેર કટિંગ માટે જઈ રહ્યા છે ન તો હેર ડ્રેસરને હોસ્પિટલોમાં લાવવાની મંજૂરી છે. કોરોના દર્દીઓને બચાવવામાં લાગેલા વોલેન્ટિયરોએ આ સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો છે અને તે જાતે જ હેર સલૂનનો સામાન લઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ડૉક્ટરો, હેલ્થવર્કર્સના વાળ કાપ્યા…

Read More

લૉકડાઉનને કારણે વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ ખાલી પડ્યું છે. તેનો ફાયદો લઈ ચીન 45 વર્ષમાં ત્રીજીવાર તેની ઊંચાઈ માપશે. ચીને ગુરુવારે 53 વિજ્ઞાનીઓની ટીમ મોકલી છે. ચીન 6 વાર સર્વેક્ષણ કરી ચૂક્યું છે. પરંતુ બેવાર જ તેને સફળતા મળી હતી. પ્રથમવાર 1975માં માપણી થઈ ત્યારે તેની ઊંચાઈ 8848.13 મીટર થઈ હતી. બીજીવાર 2005માં તેની ઊંચાઈ 8844.43 મીટર નોંધાઈ હતી.

Read More

હાલ લૉકડાઉનના સમયગાળામાં એક તરફ અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે તો બીજી તરફ તેમનાં ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ પણ વધ્યા છે,  તેના કારણે અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની પીડીએફ ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદેસર છે. ઇ-પેપર કે તેના હિસ્સા કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદે રીતે શેર કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાનૂની અને જંગી દંડની કાર્યવાહી કરી શકે છે.

Read More

રમઝાનના પાક મહિનાની શરૂઆત 25મી એપ્રિલ થી થઈ હતી. આ મહિનો મુસ્લિમ સમાજના લોકો માટે ખુબ જ પવિત્ર અને અલ્લાહ ની ઈબાદત કરવાનો મહિનો હોય છે. હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં પણ મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા નિયમિતપણે પૂજા,ઉપવાસ અને અલ્લાહ ની બંદગી કરવામાં આવી રહી છે. ઇસ્લામ એ અરબી શબ્દ છે જેનો અર્થ છે શાંતિ, સુરક્ષા અને શરણાગતિ. મુસ્લિમ એટલે “જેણે શાંતિથી ભગવાનની શરણાગતિ અપનાવી.” તો આજે તમને અહી જાણવા મળશે એવા facts જે ઇસ્લામ ને અદભુત બનાવે છે. રમઝાન દરમિયાન, મુસ્લિમો સૂર્યોદય થી સૂર્યાસ્ત દરમિયાન ખાઈ પી શકતા નથી. જાતીય સંબંધો, ધૂમ્રપાન અને અશિષ્ટ પણ પ્રતિબંધિત…

Read More

યુ.એસ. આધારિત સંશોધનકારોના એક નવા અધ્યયનમાં દાવો કર્યો છે કે માંસના ગ્રાહકો જ્યારે શાકાહારીઓ અને કડક શાકાહારી સાથે સરખામણી કરે ત્યારે હતાશ થવાની શક્યતા ઓછી હોય છે. અલાબામા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માંસ ખાનારાઓ અને તેમની માનસિક સ્થિતિ વચ્ચેના સંબંધની તપાસ માટે 160,000 થી વધુ લોકો સાથે 18 અભ્યાસની સમીક્ષા કરી. મેઇલ લાઇન અનુસાર, અભ્યાસના અહેવાલમાં એવું તારણ કાઢ્યું છે કે વનસ્પતિ આધારિત આહારવાળા લોકો માંસનું સેવન કરતા લોકોની તુલનામાં તેમના જીવનકાળમાં માનસિક બીમારી માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ લેવાની સંભાવનાથી બે ગણા વધારે છે. ‘માંસ અને માનસિક સ્વાસ્થ્ય: અવ્યવસ્થા અને હતાશા, અસ્વસ્થતા અને સંબંધિત ઘટનાઓની વ્યવસ્થિત સમીક્ષા’ શીર્ષક વાચનમાં જાણવા મળ્યું છે કે…

Read More