કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ડાયાબીટિસ (Diabetes)ના લાખો દર્દીઓનો વધારો થવાની પુરી સંભાવના છે એવુ મહત્વપુર્ણ અવલોકન ગોત્રી જીએમઇઆરએસ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ કર્યુ છે. કોરોના વાયરસ કોવિડ-19એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસને ખતમ કરવા માટે સમગ્ર માનવજાત કામે લાગી છે પરંતુ આ વાયરસ ખતમ થયા પછી પણ તેની અસરો ખૂબ લાંબા સમય સુધી જોવા મળશે. Diabetes ના દર્દીઓમાં કોરોનાનું જોખમ ડો. મિસ્ત્રી કહે છે કે ‘એક વાત તો હવે જાણીતી થઇ ગઇ છે કે Diabetesના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમને કોરોનાનું સંક્રણ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં…
કવિ: Satya Day News
કોરોનાકાળમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ડિપ્રેશનની અસર માત્ર મગજ સુધી મર્યાદિત નથી, તે શરીરના ઘણા જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ આ સાબિત કરી દીધી છે. જાણો ડિપ્રેશન કેવી રીતે શરીરના 7 ભાગમાં તેની અસર છોડી રહ્યો છે અને કયા લક્ષણ દેખાવા પર અલર્ટ થઈ જવું… ડિપ્રેશનની બીમારી આંખોના તેજને ખરાબ અસર કરે છે. પેટમાં દુખાવો, સોજો અને ઉબકા માનસિક કમજોરીનાં લક્ષણો હોઈ શકે છે. ડિપ્રેશનનાં ઘણાં લક્ષણોમાંથી એક છે માથાનો દુખાવો. જો કે, ઉદાસીનતા, ચીડિયાપણું અને થાક જેવાં લક્ષણો પણ મુખ્ય છે. ડિપ્રેશનનો પીઠ અને શારીરિક પીડા સાથે સીધો અને ઊંડો સંબંધ છે. ડિપ્રેશનથી…
વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિની-03 એપાર્ટમેન્ટની સામે રહેતા અને મુળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ(37) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેઓ સોમેશ્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુ:ખાવો થતા તેમણે બસ સાઈડમાં ઉભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી બસમાં સુઈ ગયા હતા. સુપરવાઈઝરે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના…
સુરતમાં એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી આદિલ નુરાનીના પોલીસે વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે આદિલની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ટોચના ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધાણી હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં ડ્રગ્સને લઇને મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી સુરત માંથી પકડાયેલ 1 કરોડ MD ડ્રગ્સ મામલો મુખ્યસૂત્ર ધાર આદિલ નુરાનીના પોલીસે વધુ…
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સોમવારે સંબંધિત વિભાગો સાથે બેઠક બાદ વાયુ પ્રદુષણ (Air Pollution) વિરુદ્ધ મહા અભિયાનની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી સોમવારે સવારે 11 કલાકે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આજે દિલ્હી સચિવાલયમાં મેરેથોન બેઠક તેમણે ટ્વીટ કર્યું કે, આજે સોમવારે સવારે 11 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પર્યાવરણ, લોક નિર્માણ વિભાગ, દિલ્હી વિકાસ પ્રાધિકરણ, દિલ્હી જળ બોર્ડ, દિલ્હી નગર નિગમ, ટ્રાફિક પોલીસ, પરિવહનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી પ્રદુષણ વિરુદ્ધ સોમવારે અભિયાનની શરૂઆત કરશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સાથે થઇ હતી બેઠક હાલમાં જ…
અમેરિકામાં મેદસ્વિતાનો દર વધવાની સાથે કોરોના વાઈરસ પર નિયંત્રણમાં તેની ભૂમિકા ગુંચવણભર્યો વૈજ્ઞાનિક સવાલ બની ગયો છે. તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, વધુ વજન ધરાવતા લોકો સામાન્ય લોકોની સરખામણીએ ગંભીર હુમલાનો ભોગ બને છે. માનવ અને પ્રાણીઓની કોશિકાઓ પર પ્રયોગથી જાણવા મળ્યું કે, વધુ ચરબી કેવી રીતે શરીરની રોગ-પ્રતિકાર શક્તિને અસ્ત-વ્યસ્ત કરી શકે છે. ‘મેદસ્વિતા અને કોવિડ-19’ વચ્ચેના સંબંધ રહસ્યમય છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસી જેવી અનેક બીમારીઓનો સંબંધ વધુ વજન સાથે છે. આ બીમારીઓથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કોવિડ-19 સામે લડવું અઘરું છે. વિશેષજ્ઞો કહે છે કે, શરીરમાં ચરબીનું વધુ પ્રમાણ માત્ર ફેફસાના નિચેના ભાગને દબાવી શકે છે. તેનાથી શ્વાસ…
સાઉદી અરેબિયામાં સાત મહિના બાદ રવિવારે મુસ્લિમોના ધાર્મિક સ્થળ મક્કાને ઉમરા માટે ખોલવામાં આવ્યુ છે. આ માટે આવશ્યક સાવચેતીની પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ ધાર્મિક સ્થળને ત્રણ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં સાઉદીના 6 હજાર લોકોને મંજૂરી આપવામાં આવશે. બીજા તબક્કામાં 18 ઓક્ટોબર બાદ વધુમાં વધુ 15,000 જાયરીને તથા નમાજ માટે 40,000 લોકોને પરવાનગી આપવામાં આવશે. ઉમરા માટે લોકોને મોબાઈલ એપ્લિકેશનથી અરજી કરવાની રહેશે. જેથી ભીડથી બચી શકાય. સાઉદી અરેબિયાના હજ બાબતોના મંત્રીએ આ માહિતી કે જાયરીન 1 નવેમ્બરથી મક્કા જઈ શકશે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 3 લાખ 35 હજારથી વધારે લોકો સંક્રમિત મળ્યા છે અને 4,850…
અહીંના એક સ્ટોરમાં હાલના દિવસોમાં ખાવાની વસ્તુઓ પર બે ટેગ લાગેલા જોવા મળી રહ્યાં છે. એક પર વેચાણ કિંમત છે તો બીજા પર કુલ ખર્ચની સાથે વાસ્તવિક કિંમત લખેલી છે. જોકે લોકોએ પહેલાંની જેમ વેચાણ કિંમત જ ચૂકવવાની છે. બે ટેગ એટલા માટે જેથી લોકો સમજી શકે કે જે ખાવાની વસ્તુઓ તેઓ એકદમ સસ્તી ખરીદી રહ્યાં છે તેને ત્યાં સુધી પહોંચાડવા માટે સમાજ અને પર્યાવરણે તેના માટે કેટલી કિંમત ચૂકવવી પડી છે. જર્મનીમાં ખાણી-પીણીની વસ્તુઓ ખાસ કરીને દૂધમાંથી બનેલી વસ્તુઓ અને પશુઓથી મળતા ઉત્પાદનોના ભાવ ખૂબ જ ઓછા છે. 2016ના એક રિપોર્ટ મુજબ યુરોપિયન યુનિયનના દેશોમાં દર વર્ષે 8.8 કરોડ…
શનિવાર, 17 ઓક્ટોબરથી દેવી પૂજાનો નવ દિવસનો પર્વ નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વખતે નવરાત્રિની શરૂઆતમાં 17 તારીખે જ સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે. સૂર્ય તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલાંથી વક્રી બુધ પણ રહેશે. આ કારણે બુધ-આદિત્ય યોગ બનશે. સાથે જ, 58 વર્ષ પછી શનિ-ગુરુનો પણ દુર્લભ યોગ બની રહ્યો છે. આ નવરાત્રિમાં શનિ મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ બંને ગ્રહ 58 વર્ષ પછી નવરાત્રિમાં એકસાથે પોત-પોતાની રાશિમાં સ્થિત રહેશે. 2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો. તે સમયે 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ હતી. આ વર્ષે નવરાત્રિ નવે-નવ દિવસ…
કોલકાતાના એસ.એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિસના વૈજ્ઞાનિકોએ પેટના રોગોનું નિદાન કરવા માટે નવી રીત શોધી કાઢી છે. આ તકનીકની મદદથી ડોકટરો દર્દીના શ્વાસની પ્રિન્ટ પરથી શોધી શકશે. પેટ, અલ્સર અથવા કેન્સર જેવા કોઈ જીવલેણ રોગમાં સામાન્ય ચેપ છે કે કેમ તે પણ શોધી શકશે. દર્દીના શ્વાસના નમૂનાઓ જ પ્રારંભિક તબક્કે પેટના રોગની ઓળખ કરશે.તેનું નામ ‘પાયરો-શ્વાસ’ રાખવામાં આવ્યું છે. કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.માનિક પ્રધાને જણાવ્યું હતું કે, ‘પાયરો-શ્વાસ’ એ ગેસનું વિશ્લેષણ કરી આપતો એક પ્રકાર છે, જે ફેફસામાંથી પાછા ફરતા શ્વાસમાં હાજર રહેલાં ચોક્કસ પ્રકારના ગેસ અને કણોના શ્વાસ-પ્રિન્ટને સ્કેન કરી શકે છે. એક રીતે, ફિંગરપ્રિન્ટ જેવું છે, જે…