કોરોના મહામારી સામે લડવા માટે મુંબઈને આ વાયરસથી બચાવવા માટે નવી નવી ગાઈડલાઈન તો આવતી રહે છે. તેમ છતાં પણ અમુક લોકો નિયમોનું પાલન કરતા નથી. માસ્ક ન લગાવવું તથા જાહેરમાં ગમે ત્યાં થૂંકવુ જેવી હરકતો કરતા રહે છે. મુંબઈમાં હવે જાહેરમાં થૂંકી રહેલા લોકો પર પોલીસ આકરા પાણીએ થઈ છે. કોરોના કાળમાં બીએમસીએ મુંબઈમાં 17 સપ્ટેમ્બરથી સાર્વજનિક સ્થળમાં થૂંકનારા લોકો પર 200 રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કર્યુ હતું. 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર એટલે કે, 15 દિવસમાં બીએમસીએ 852 લોકોને સાર્વજનિક સ્થળે થૂંકવા પર બદલ દંડ ફટકાર્યો છે. જેનાથી કુલ 1 લાખ 46 હજાર રૂપિયા દંડ વસૂલી થઈ છે. જણાવી…
કવિ: Satya Day News
ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં દર્શન કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે ભક્તો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે લઇને આવવાની જરૂર નથી. કોઇપણ વ્યક્તિ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડની વેબસાઇટ ઉપર દર્શન માટે રજિસ્ટ્રેશન કરીને ઉત્તરાખંડ સરળતાથી પહોંચી શકે છે. દેવસ્થાનમ્ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડના જણાવ્યાં પ્રમાણે 3 ઓક્ટોબરે 4844 લોકોએ ચારધામ યાત્રા માટે ઈ-પાસ બુક કરાવ્યો છે. જેમાં બદ્રીનાથ માટે 1172, કેદારનાથ માટે 2647, ગંગોત્રી માટે 641 અને યમનોત્રી માટે 384 લોકોએ ઈ-પાસ બુક કર્યો છે. છેલ્લાં ત્રણ મહિનામાં કુલ 92516 લોકોએ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામની યાત્રાએ આવી રહેલાં ભક્તો માસ્ક,…
વલસાડના વશિયર ગામેથી દોઢ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વલસાડ ડીવાયએસપી સહિત રૂરલ પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાળક વિકલાંગ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતુ. બાળકના મૃતદેહને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આખરે બાળકનું મોત કેવી રીતે થયું. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
તમે આરોગ્ય, મુસાફરી, અકસ્માત અંગેના વીમા કવર વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમને ભાગ્યે જ જાણ હશે કે, એલિયન, વેમ્પાયર અને લગ્ન પહેલાં દુલ્હન ભાગવા ઉપર પણ વીમો ઉપલબ્ધ છે. હા! ઘણી વીમા કંપનીઓ છે જે વિશેષરૂપે આવી ખાસ કવર યોજનાઓ પ્રદાન કરે છે કે જેના વિશે આપણે જાણતા પણ નથી. ચાલો જાણીએ આ કેટલીક વિશેષ વીમા યોજનાઓ વિશે. દુલ્હનનાં ભાગવા પર વીમો બહુ ઓછા લોકોને જાણે છે કે જો લગ્ન પહેલાં વર કે વરરાજા ભાગી જાય છે, તો આ માટે તમે ઘણી વીમા કંપનીઓ પાસેથી વીમા કવર લઈ શકો છો. આ પોલિસી હેઠળ, તમે વીમા કંપનીઓ પાસેથી લગ્ન માટે…
અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણવા માટે ગયેલી 12 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 7 દિવસ પહેલા ધોળકાના કમોડ ખાતે રહેતા મનુભાઇ વસાવા અને તેમના પત્ની અને બાળકી સાથે પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરો વીણવા આવ્યા હતા. બાળકીના માતા-પિતા જ્યારે કચરો વીણતાં હતા તે દરમ્યાન ત્યાં રમી રહેલી નેહા પર અચાનક કચરાનો ઢગ પડ્યો. જેના કારણે નેહા અને તેની સાથે રમી રહેલો અનિલ બંને દટાયા.જો કે અનિલને આજુબાજુ રહેતા લોકોએ બહાર કાઢ્યો. પરંતુ નેહાનો કોઇ પત્તો મળતો નહોતો. છેલ્લા 7 દિવસથી પોલીસ અને ફાયર વિભાગની ટીમ સતત નેહાની શોધખોળ કરી રહી હતી. જે બાદ આખરે કચરાના ઢગમાંથી નેહાનો…
ઘણી એવી જગ્યા છે, જે વીરાન છે,પરંતુ રહસ્યમયી લાગે છે. સામાન્ય રીતે તો આવી જગ્યાઓ પર મહત્તમ લોકો જતા નથી, પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી ડરાવની કહાનીઓ પણ પ્રખ્યાત હોય છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બિલકુલ વીરાન છે. ત્યાં કોઈપણ લોકોની અવર-જવર નથી. ખરેખર 10 વર્ષ પહેલા આ જગ્યા પર લોકો વસવાચ કરતા હતા, પરંતુ બાદમાં એક ઘટનાના કારણે હવે અહીંયા કોઈપણ લોકોની અવર-જવર નથી. ત્યાં સુધી કે, તે જગ્યા પર જાનવરોને પણ જવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. આ જગ્યાએ ફ્રાંસના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત છે. અહીંયા લોકો ન આવવા પાછળ…
હવે જેલમાં બંધ કેદીઓને જામીન બાદ મુક્તિમાં થતાં વિલંબમાંથી રાહત મળશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે શુક્રવારે નવું જામીન ડિજીટલ મોડ્યુલ લોન્ચ કર્યું છે. જે સીધો જેલ ઓથોરિટીને મળવાથી પ્રક્રિયામાં ઝડપ આવશે. ગાંધી જયંતિના દિવસે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથે રાજયભરની જિલ્લા અદાલતોને હાઇકોર્ટના ડીજિટલ સહી કરેલા જામીન અંગેના હુક્મ ઉપલબ્ધ બને તે માટે એક નવું મોડ્યુલ લોન્ચ કર્યું હતું.આ નવા મોડ્યુલનું નામ ઇ-રીટ મોડ્યુલ છે. હાઇકોર્ટના આઇ.ટી. સેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં હાઇકોર્ટ જામીનના હુક્મ કરે તેને ડીજીટલ સહીની ચકાસણી પણ કરશે. આઇસીટી અને ઇ ગર્વનન્સ કમિટીના ન્યાયમૂર્તિઓની ભલામણના આધારે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોનાથી મોતનો આંકડો વધીને એક લાખને પાર પહોંચી ગયો છે. આ વચ્ચે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારત કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા મુદ્દે વિશ્વમાં સૌથી મોખરાનું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યુ છે અને વિશ્વભરમાં મહામારીથી ઉભરેલા દર્દીઓમાં 21 ટકા દર્દીઓ ભારતમાં છે.સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે, કોરોના મહામારીથી દુનિયાના કુલ કેસ પૈકી 18.6 ટકા કેસ ભારતમાં છે અને સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશોમાં પણ ભારત સામેલ છે. વિશ્વસ્તરે CFR 2.97 ટકા છે અને ભારતમાં આ પ્રમાણ 1.56 ટકા છે. મંત્રાલયે દાવો કર્યો હતો કે, ભારત એ દેશોમાં…
કડીમાં રિધમ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. રિધમ હોસ્પિટલના ધાબા પર મેડિકલ વેસ્ટ સળગાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના ધાબા પર પીપીઇ કીટ તેમજ અન્ય મેડિકલ વેસ્ટ એકઠો કરવામાં આવે છે અને બાદમાં તેને એક પીપડામાં ભરી સળગાવવામાં આવે છે. પરિણામે હોસ્પિટલની આજુબાજુના રહેણાંક વિસ્તારોના લોકો રોષે ભરાયા છે.
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને સીપીઆઈ નેતા કનૈયા કુમારે મોદી સરકાર પર બરાબરના પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યુ છે કે, મસ્જિદ જાતે જ પડી, જીડીપી પણ પોતાની રીતે જ નીચે આવ્યો, વિપક્ષના નેતા પણ કેમેરાને જોઈને પડી રહ્યા છે. ઉપર તો બસ એક વડાપ્રધાન જ આવ્યા છે. જેમણે ઉડવા માટે 8 હજાર કરોડના વિમાનની વ્યવસ્થા કરી છે.નોંધનીય છે કે, કનૈયા કુમાર ભારતીય જનતા પાર્ટીને મુખર આલોચક છે. પોતાના આ ટ્વીટ દ્વારા કનૈયા કુમારે હાલમાં બાબરી વિધ્વંસ મામલે વિપક્ષી નેતાઓ સાથે થઈ રહેલા ધક્કા મુક્કીને લઈ ભાજપનો ઘેરાવ કર્યો હતો.