માણાવદર પૉલીસ સ્ટેશન ખાતે આજરોજ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા બે પૉલીસ જવાનૉ વિનુભાઈ જૉષી અને રામભાઈ બકોત્રા ના વિદાય સમારોહ યૉજાયૉ હતૉ માણાવદર ના ઇન્ચાર્જ પી.એસ. આઇ . લાલકા સાહેબ ના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહ નું આયૉજન કરવામાં આવ્યું હતું જેમાં બન્ને પૉલીસ જવાનૉ ને પૉલીસ કૉન્સ્ટેબલ શૈલેષભાઇ કરંગીયાએ શાલ ઑઢાડી તેમનુ સન્માન કરીયું હતું માણાવદર પૉલીસ સ્ટાફ તરફથી પુષ્પગુચ્છ આપી ને બન્ને જવાનૉ નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પૉલીસ સ્ટેશન ના સમગ્ર સ્ટાફ દ્રારા મૉહં મીઠા કરાવવામાં આવ્યા હતા માણાવદર પૉલીસ સ્ટેશન ખાતે યૉજાયેલ આ વિદાય સમારોહ માં પૉલીસ સ્ટાફ , પત્રકારૉ અને આગેવાનો હાજર રહ્યા…
કવિ: Satya Day News
સેનામાં મહિલાઓને કમાન્ડ પોસ્ટિંગ આપવાના સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ શનિવારે મેજર જનરલ માધુરી કાનિટકરને લેફ્ટનન્ટ જનરલના રેંક માટે પ્રમોશન આપવામા આવ્યું. ઉપરાંત માધુરી કાનિટકારના પતિ રાજીવ પણ લેફ્ટનન્ટ જનરલના પદ પર ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે. આ રીતે માધુરી અને રાજીવ દેશના એવા પહેલા પતિ-પત્ની છે જેઓ લેફ્ટનન્ટ જનરલ છે. માધુરી કાનિટકાર ભારતીય સશસ્ત્ર દળમાં લેફ્ટનેટ જનરલ રેંક સુધી પહોંચનારી ત્રીજી મહિલા અધિકારી છે.માધુરી બાળરોગ ચિકિત્સક છે. તે છેલ્લા 37 વર્ષથી સેનામાં છે. ગત વર્ષે લેફ્ટનેટ જનરલના પદ માટે તેમની પસંદગી થઈ હતી. લેફ્ટનન્ટ જનરલ માધુરી નવી દિલ્હીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અંતર્ગત ડેપ્યુટી ચીફ, ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ…
ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મુસ્લિમ વ્યક્તિએ દીકરીના નિકાહનું અનોખું ઇન્વિટેશન કાર્ડ છપાવ્યું છે. મુહમ્મદ સરાફતની પુત્રી અસ્મા ખતૂનના 4 માર્ચના રોજ નિકાહ છે. મુહમ્મદે મેરેજ ઇન્વિટેશન કાર્ડ પર ચાંદ મુબારકની સાથોસાથ ભગવાન ગણપતિ અને રાધા-કૃષ્ણનો ફોટો પણ છપાવડાવ્યો છે. આ યુનિક કાર્ડ વિશે તેમણે કહ્યું કે, હાલ દેશમાં ધર્મને લઈને તોફાનો થઈ રહ્યા છે, તેવામાં હિન્દુ-મુસ્લિમની એકતા દર્શાવતું આ ઉત્તમ ઉદાહરણ છે. મારા મિત્રો અને સંબંધીઓએ મારા આ વિચારના વખાણ કર્યા છે. જો કે. મારા ઘણા સંબંધીઓને હિન્દી ભાષા વાંચતા આવડતી નથી એટલે તેમના માટે મેં ઉર્દુ ભાષામાં પણ કાર્ડ છપાવ્યા છે. હિન્દુ-મુસ્લિમ પહેલાં આપણે માનવી છીએ, તે ક્યારેય ન…
અમદાવાદ ના વાસણા વિસ્તાર માં આવેલ ઓમનગર માં છેલ્લા ૩૦ વર્ષ થી રહેતા ગરીબો ના મકાનો કોર્પોરેશન દ્વારા પોલીસ ને સાથે રાખી ને તોડી પડાતા સ્થાનિકો એ કોર્પોરેશન ના અધિકારી ચૈતન્ય શાહ અને વાસણા પોલીસ સ્ટેશન ના પી.આઈ. પારેવા નો હુરિયો બોલાવ્યો હતો.અને સ્થાનિકો માં આક્ષેપ એ પણ છે કે તેઓ ને કોઈપણ પ્રકાર ની નોટીસ આપવા માં આવી નથી અને તેઓ જયારે કામ પર ગયા હતા ત્યારે કોર્પોરેશન ના અધિકારીઓ પોલીસ ને સાથે રાખી ને મકાનો તોડી પાડવા માં આવ્યા છે. સ્થાનિકો એ જણાવ્યું હતું કે તેઓના ઝુપડા ની બાજુ માં જ એક રાજકીય વગ ધરાવતા બિલ્ડર ની સ્કીમ…
ખેરગામના વેણફળિયા ખાતે શ્રી નરનારાયણ દેવ એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમ ની સ્વામિનારાયણ સંસ્કારધામ સ્કૂલ વિરુદ્ધ વાલીઓએ કરેલ ફરિયાદ બાદ સફાળા જાગેલા નવસારી શિક્ષણ વિભાગની કાયદાકીય ચકાસણીમાં -સ્કૂલ ગેરકાયદે જણાઈ આવતા- સચિવશ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ગત ૧૪/૨ ના રોજ સ્કૂલની માન્યતા રદ કરવા -કારણ દર્શક નોટિસ- ફટકારી ટ્રસ્ટીઓ પાસે નોટિસ મળ્યાના સાત દિવસમાં સ્કૂલની માન્યતા કેમ રદ ન કરવા બાબતે લેખિતમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી ગેરકાયદે વહીવટના વિવાદ માં ફસાયેલ સ્વામિનારાયણ સંસ્કારધામ સ્કૂલ ને બંધ કરવાની સંભાવના સેવાઇ રહી છે.સ્કૂલ ના આચાર્ય અને શિક્ષકોની મહેનતથી ટુક સમયમાં…
વલસાડમાં મોરારજી દેસાઈ ને બનાવી દીધા જિલ્લા પ્રમુખ. વલસાડ સાંસદ ની જીભ લપસી ગઈ અને મોરારજી દેસાઈ જન્મ જયંતિ કાર્યક્રમ દરમિયાન મોરારજી ભાઈ નેજ પ્રમુખ બનાવી દેતા ઉપસ્થિતો માં હાસ્ય નું મોજું ફરી વળ્યું હતું. હાલમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મણિલાલ પટેલ સ્થાન શોભાવી રહ્યા છે પરંતુ તેઓ ના નામ ની જગ્યા એ મોરારજી ભાઈ આવી જતા ખુદ મણિલાલ પણ ચોંકી ગયા હતા. જોકે , આ વીડિયો વાયરલ થઈ જતા સાંસદ બરાબર ના ભેરવાયા હતા અને ટ્રોલ થયા હતા.
સુરત શહેરમાં ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન ના નામે વાલીઓ પાસેથી વસુલવામાં આવેલ લાખો રૂપિયા ડોનેશનની રકમ પરત કરવામાં આવે તેવી માંગ સાથે વાલીઓએ સુરત જિલ્લા વાલી મંડળ ના નેજા હેઠળ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી. સુરતની અલગ અલગ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વસુલવામાં આવેલ ડોનેશન ની ઉઘાડી લૂંટ સામે વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.અગાઉ ડોનેશન ના નામે કરવામાં આવેલી આ ઉઘાડી લૂંટ ને લઈ વાલી મંડળ દ્વારા DEO તથા FRC માં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી …આ ફરિયાદમાં વાલીઓ પાસે થી FRC એ નિયમન કરેલી ફી કરતા વધુ ફી ની લૂંટ ચલાવવામાં આવી હોવાના…
વલસાડ માં મુખ્યમંત્રી રૂપાણી ના આગમન સમયે વલસાડ કોંગી આગેવાનો ની અટક કરાતા મામલો ગરમાયો હતો અને કોંગી અગ્રણી ગૌરવ પંડ્યા પોલીસ મથકે પોલીસ પાસે શામાટે અટક કરાય છે તે અંગે સવાલો ઉઠાવી ખુલાસો માંગતા વાતાવરણ માં ગરમા ગરમી આવી ગઈ હતી વલસાડ ના ભદેલી ખાતે મોરારજી ભાઈ દેસાઈ ની જન્મ જયંતિ નિમિતે તેમની પ્રતિમા અને ભવન ના ઉદઘાટન પ્રસંગે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવવાના હોય પોલીસ દ્વારા જયશ્રી બેન પટેલ પ્રદેશ મહિલા નેતા , રોનક શાહ યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને રાહીલ શૈખ યુથ કાર્યકર્તા ની અટક કરવામાં આવી હતી પરિણામે કોંગીજનો રોષે ભરાયા હતા અને આ…
અમદાવાદ શહેર ના બાપુનગર વિસ્તાર માં ભીડભંજન મંદિર નજીક ના કાપડ માર્કેટ માં શુક્રવારે રાત્રે ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ આગમાં 20 જેટલી દુકાનો બળી ને ખાખ થઇ જવા પામી હતી બનાવ ને પગલે ફાયર ફાયટર ની 9 જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન મંદિર પાસે મોટું કાપડ માર્કેટ ભરાય છે. આ બજારમાં મોદી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ થોડી જ ક્ષણોમાં એવી ફેલાઈ ગઈ કે 20 જેટલી દુકાનો આગ ની લપેટમાં આવી ગઈ હતી. ફાયર ની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળ…
અમદાવાદથી જયપુર જતી ગોએરની ફ્લાઈટ જી8-702 શુક્રવારે સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી અને બધાજ પેસેન્જર વિમાનમાં બેસી ગયા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી તો તેમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં અને ફ્લાઇટ માં જ ઉડાઉડ કરી મુકતા પેસેન્જરો માં તંત્ર ની લાપરવાહી સામે રોષ ની લાગણી જોવા મળી હતી ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને…