બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું 12મા ધોરણમાં નાપાસ થવા હોવા છતાં આઈપીએસ બની ગયા યુથ ઝોન ડેસ્ક. બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે. પરંતુ આ હકીકત છે જેને સાબિત કરી બતાવ્યું છે મુરેનાનાં એક સામાન્ય પરિવારના યુવકે જેનું નામ મનોજ શર્મા છે. મનોજ શર્મા અત્યાકે મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. અંગ્રેજીમાં લખવામાં આવેલી આ પુસ્તકનું નામ “12th fail” છે અને અનુરાગ પાઠકે આ પુસ્તક લખ્યું છે.…
કવિ: Satya Day News
ફિજીનો વાતુવારા પ્રાઇવેટ આઇલેન્ડ બીજા ક્રમે અબુ ધાબીની એમિરેટ્સ પેલેસ ત્રીજા ક્રમે ન્યૂયોર્ક: રાજકારણી તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વિવાદિત હોય પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીમાં કોઇ તેમની તોલે આવે એમ નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક સ્થિત ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ વિશ્વની સૌથી શ્રેષ્ઠ હોટલ તરીકે સિલેક્ટ થઇ છે. લક્ઝરી લાઇફસ્ટાઇલ મેગેઝિને વાચકોને વિશ્વની 10 સર્વશ્રેષ્ઠ હોટલ્સની યાદીમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલને પ્રથમ ક્રમે રાખી છે. ફિજીનો વાતુવારા પ્રાઇવેટ આઇલેન્ડ બીજા ક્રમે જ્યારે અબુ ધાબીની એમિરેટ્સ પેલેસ ત્રીજા ક્રમે છે. એમિરેટ્સ પેલેસ ગત વર્ષે પ્રથમ ક્રમે હતી.
28 વર્ષીય મલિક બહેનોના નામ પદ્મશ્રી માટે પણ મોકલવામાં આવ્યા છે વર્ષ 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મલિક બહેનો ન્યૂ ઝીલેન્ડની સૌથી ઊંચી ટોચ સર કરશે તેમનાં પિતા રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર છે યૂથ ઝોન ડેસ્ક: ભારતની પ્રથમ 28 વર્ષીય જોડિયાં પર્વતારોહક બહેનો તાશી મલિક અને નુંગશી મલિક આવનારા સમયમાં મેન વર્સીસ વાઈલ્ડ શોના હોસ્ટ બેર ગ્રિલ્સ સાથે જોવા મળશે. આ બંને બહેનોએ નાની ઉંમરમાં અનેક આકરા પહાડો સર કર્યા છે. એટલું જ નહીં પણ હરિયાણાની બહેનોના નામ પદ્મશ્રી માટે પણ મોકલવામાં આવ્યા છે. ‘ઈકો ચેલેન્જ ફિજી’ શો બેર ગ્રિલ્સ ‘ઈકો ચેલેન્જ ફિજી’ શો હોસ્ટ કરવાના…
હોળીમાં બેસીને લોકો રાજમુદ્રી નજીક આવેલા જાણીતા ટુરીસ્ટ સ્પોટ પાપીકોન્ડાલું તરફ જઈ રહ્યાં હતા મુખ્યમંત્રી વાય એસ જગન્ન મોહન રેડ્ડીએ ગોદાવરી નદીમાં ચાલતી હોળીના લાયસન્સને રદ કરવાનો આદેશ આપ્યો CMએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક હોડી ડૂબતા 12 લોકોના મોત થયા છે. જ્યારે હોડીમાં સવાર લોકો પૈકીના 44 લોકો હજુ પણ લાપતા છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દેરક ટીમમાં 30 સભ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે…
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા કપૂરે ઘણા ચઢાવ-ઊતાર અનુભવ્યા છે. અભિનેત્રીએ એક બીમારીનો ભોગ બની ગઇ છે, જેનું કારણ ઘણા પછીથી તે જાણી શકી. શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ” મને શરીરમાં સતત દુખાવો રહેતો હતો. મે વિવિધ તબીબી તપાસ કરાવી હતી, પરંતુ દુખાવાનું કારણ પકડાતુ નહોતું. પછીથી મારા ધ્યાનમાં આવ્યું કે હું એનઝાઇટીનો ભોગ બની ગઇ છું. જોકે મને હવે આ રોગ સામે લડતા આવડી ગયું છે. હું મારા દરેક સંજોગોમાં ખુશ રહું છે, જીવનમાં જે પણ આવે છે તેને સ્વીકારી લઉં છું.” શ્રદ્ધા બોલીવૂડમાં સતત વ્યસ્ત રહેનારી અભિનેત્રી છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતીજાય છે. હાલ જ…
સાઉદી અરબની સૌથી મોટી તેલની કંપની અરામકોના બે તેલ કંપની પર થયેલા ડ્રોન હુમલામા સાઉદી અરબના તેલ ઉત્પાદનને વધુ ખરાબ રીતે અસર થઇ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના ન્યૂઝ અનુસાર, ત્યાં તેલ ઉત્પાદનમા દરરોજના હિસાબે 50 લાખ બેરલની અછત આવી શકે છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમા તેલની કિંમતોમા પ્રચંડ વૃદ્ધિ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરબની એક પ્રેસ એજન્સીએ ઉર્જા મંત્રી શહજાદા અબ્દુલઅજીજના સૂત્રોના આધારે જણાવ્યુ હતુ કે, અરામકોની કંપની પર થયેલા ડ્રોન હુમલાના કારણે બંને વિસ્તારો જેમકે, અબ્કેક અને ખુરેસમા હાલ પુરતુ તેલનુ ઉત્પાદન રોકવામા આવ્યુ છે. આ સિવાય હુમલા થયા બાદ તરત જ સાઉદી અરબમા પણ તેલની સપ્લાય પર…
ગુજરાતના મોરબી જિલ્લામાં એક કથિત રીતે શ્રાપિત ગામ છે. અહિંયા રહેનારા લગભગ દરેક વ્યક્તિની સરનેમ એક સમાન છે. લગભગ 700 લોકોના આ ગામમાં દરેક વ્યક્તિની સરનેમ ‘ચરવડિયા’ છે. કહેવામાં આવે છે કે, આ ગામમાં જે લોકોને રહેવું હોય, તેને ચરવડિયા સરનેમ રાખવી જરૂરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક બીજા સરનેમવાળા લોકોએ આ ગામમાં રહેવાની કોશિશ કરી પરંતુ બાદમાં તેમણે બીમારીઓથી ત્રાસી ગામ છોડી દીધુ. મોરબી જિલ્લાના વાંકાનેરથી 13 કિલોમીટર દૂર ચરવડિયા લોકોનું બોકાડથંભા નામનું ગામ છે. આ ગામમાં ગત 100 વર્ષોથી એક જ સરનેમવાળા લોકો રહે છે. ચરવડિયા સરનેમ ન રાખનારા લોકોનો આ ગામમાં પ્રવેશ વર્જિત છે. ગ્રામીણ…
સ્તનમાં પંદરથી વીસ દૂધ નળીઓ હોય છે, જેને દૂધ નળી (milk ducts) કહેવામાં આવે છે. સ્ત્રીઓના સ્તનની નિપલમાંથી પ્રવાહીના લિકેજને સ્તનની ડીંટડી સ્રાવ કહેવામાં આવે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના અંતિમ અઠવાડિયા દરમિયાન આ સ્થિતિમાંથી પસાર થાય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં, ગર્ભાવસ્થા વિના સ્ત્રીઓ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે. ચાલો તે કેમ થાય છે તે જાણવાનો પ્રયાસ કરીએ. ગર્ભધારણ કર્યા વગર મહિલાઓના નિપલ ડિસ્ચાર્જ (Nipple Discharge) સમસ્યાઓના કેટલાક સામાન્ય કારણો લાંબા ગાળાના તાણ અને અતિશય તણાવ, જાતીયતા વધુ સક્રિય રહેવું, સેક્સ દરમિયાન અતિશય ઉત્તેજના, અમુક કપડા પ્રત્યે એલર્જીક પ્રતિક્રિયાઓ અથવા માનસિક ચિંતા જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.…
બોલીવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ડ્રીમ ગર્લ રિલીઝ થયાના 24 કલાક બાદ ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. ફિલ્મના લીક થવાને કારણે તે કલેક્શન પર સીધી અસર કરી શકે છે. આનાથી બોક્સ ઓફિસ પરની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ને આંચકો લાગશે. જો કે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ એ પહેલા દિવસે જ 10.05 કરોડનું કલેક્શન કર્યું છે. આ આંકડા સાથે ‘ડ્રીમ ગર્લ’ આયુષ્માનની ફિલ્મ યાત્રાની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. આ ફિલ્મની કિંમત 30 કરોડ કહેવામાં આવી રહી છે. આજે એટલે કે શનિવારે આયુષ્માનનો જન્મદિવસ છે. આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાના ફિલ્મ ડ્રીમ ગર્લ એચડી પ્રિંટમાં લીક કરવામાં…
ભાજપ દ્વારા પેટાચૂંટણીને અનુલક્ષીને બેઠકો દૌર શરૂ કરવામાં આવ્યો છે.પાટણના સમીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઇ. રાધનપુર બેઠક પર જીત મેળવવા સમીના મોમાઇ માતાના મંદિરે યોજાયેલી બેઠકમાં સમી અને રાધનપુરના ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, દિલીપ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.