Dahod: દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું દિલીપ પટેલ અમદાવાદ, Dahod: દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ બીન ખેતી તેમજ 73AA ના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા. તેને સાચા માનીને અધિકારીઓએ માન્ય ગણ્યા હતા. પ્રાંત અધિકારીએ 175 કરતા વધુ સર્વે નંબરોને શંકાસ્પદ જાહેર કરેલા છે. પણ એવા 219 જમીનના પ્લોટને બિન ખેતી કરીને કૌભાંડ થયું છે. Dahod બેંકના નકલી ચલણ, કલેક્ટર કચેરીના નકલી સિક્કા…
કવિ: દિલીપ પટેલ
Una: 60 વર્ષ જુની ભાડુતી મસ્જિદ ટ્રસ્ટની બે કરોડની મિલ્કત કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર ચાવી અર્પણ કરી ભાજપના નેતા ચંદુભાઈએ મસ્જિદની ભેટ આપી મસ્જિદમાં ભાડાના મકાનમાં દિવ્ય શક્તિના દર્શન કર્યાં ઉનાના ભાજપના પૂર્વ પ્રમુખએ માનવતા અને કોમી એકતા બતાવી ધાર્મિક સંસ્થાની રૂ. 2 કરોડની મિલ્કત પરત કરાતાં હિંદુ અને મુસ્લિમ ભાવવિભોર ઉના શહેરનાં મુખ્ય માર્ગ પરની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી શકાલા મસ્જિદ 60 વર્ષ પછી પરત કરતાં કોમી એકતા બતાવી હતી. Una: મસ્જિદની જમીન પરના મકાનમાં ઊનાના વેપારી આગેવાન સ્વ. પોપટલાલ કોટેચાએ સામાન્ય દરે ભાડે રાખીને જનતા તેલ મીલ ચલાવતાં હતાં. વારસાઈ દરજ્જે શકાલા મસ્જિદ ટ્રસ્ટ ની મિલ્કત…
Narmada river: રેવા નદીનું પતન નોતરતા રેતી અને રાજકીય માફિયા નર્મદા નદી હવે મોતનો દરિયો બની ગઈ ભરૂચ Narmada river: ભરૂચના શુકલતીર્થ પાસે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી કાઢી લેવાથી ખાડામાં ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. ભરૂચની પૂર્વ પટ્ટીના તવરાથી ઝનોર સુધીના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં અને તેની સામેના ઝગડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારો ખોદી કાઢવામાં આવ્યા છે. Narmada river 1300 કિલોમીટરની નર્મદા નદીમાં બીજી 20 નદીઓ ભળે છે. જે રેતી લાવે છે. ભરૂચમાં ડાયમંડ વેપારી સવજી ધોળકિયા દ્રારા નર્મદા નદીમાં રસ્તો બનાવીને નર્મદા નદીનો પ્રવાહ રોકી દીધો હતો. ચાણોદ-પોઇચા ગામ વચ્ચે નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીના…
BJP: ફુલોની સુગંધમાં કરોડોના અત્તર જેવું ખર્ચ કરતા ભાજપના નેતાઓ ફુલોના પ્રદર્શન માટે રૂ. 17 કરોડનો ખર્ચ ભાજપના નેતા અને સાંસ્કૃત્તિક અને મનોરંજન સમિતિના અધ્યક્ષ જયેશ ત્રિવેદી કરાવશે ભાજપ અમદાવાદના લોકોની આવકને બાપાનો બગીચો સમજે છે દિલીપ પટેલ અમદાવાદ, BJP હવે ફુલોના પ્રદર્શન – ફ્લાવર શો 2025 માટે રુપિયા 17 કરોડનો ખોટો ખર્ચ ભાજપના સત્તાધીશો કરી રહ્યાં છે. આ ખર્ચ માટે રિક્રીએશન કમિટીના અધ્યક્ષ અને ભાજપના કોર્પોરેટર જયેશ ત્રિવેદી જવાબદાર છે. તેમનું સન્માન ગાંધીનગર શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અગાઉ તેજસ્વી વ્યક્તિ તરીકે કર્યું હતું. પણ હવે તેઓ અમદાવાદની પ્રજા માટે નિસ્તેજ સાબિત થયા છે. BJP સરખેજ વોર્ડ નંબર 33ના જયેશ…
Water Metro Project: તાપી નદીમાં હવે વોટર મેટ્રો પ્રોજેક્ટ Water Metro Project: તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે. સુરતને ભારતમું લોજીસ્ટ્રીફ્સ હબ બનાવવા વોટર મેટ્રો માટે શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરાશે. Water Metro Project: કોચી પછી સુરતમાં વોટર મેટ્રો શરુ કરનાર શહેર બની શકે છે. સુરતમાં શરૂ થાય તો, કોચીન શિપયાર્ડ દ્વારા બોટ બનેવાયા છે. Water Metro Project પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના વર્કશોપમાં સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ હતા. ચકાસણી માટે કોચી વોટર મેટ્રોની ટીમે સુરત આવવા માટે તૈયારી બતાવી છે. સુરત પાલિકાના ટેકનિકલ અધિકારીઓ કોચી વોટર…
Ahmedabad Airport: અમદાવાદ હવાઈ મથકેથી રોજ 270 વિમાનોની આવ-જાવ Ahmedabad Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દર 3.33 મિનિટે એક વિમાન ઉતરે કે ચઢે છે. ગયા વર્ષની સરખામણીમાં વિમાનોની અવરજવરમાં 8 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2024માં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ 270 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 230 ફ્લાઈટ ઉડી કે ઉતરી હતી. Ahmedabad Airport: વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બરમાં 60 લાખ મુસાફરો હતા. જેમાંથી 50 લાખ મુસાફરોએ ભારતની અંદર ઘરેલુ મુસાફરી કરી હતી. જ્યારે 10 લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હતી. દિલ્હી-મુંબઈ અને દુબઈ જનારા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ છે. 2024માં…
Ahmedabad: બે વર્ષમાં એસ.ટીની 2787 નવી બસો ખરીદી, પણ કરોડોનું વોલ્વો ટાયર કૌભાંડ પર પૈડાં ફરી ગયા દિલીપ પટેલ Ahmedabad બે વર્ષમાં 400 મિની બસો, 300 લક્ઝરી કોચ બસો, 400 સ્લીપર કોચ બસો, 1682 એક્સપ્રેસ બસો તેમજ 5 ઈલેક્ટ્રીક ડબલ ડેકર મળી કુલ 2787 નવી બસ સર્વિસ સંચાલનમાં મુકી હતી. 109 નવી વોલ્વો બસ મૂકવામાં આવશે. એવું વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી કહે છે પણ એસ ટીમાં પારાવાર કૌભાંડ થતાં હોવાથી ખોટ થઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ રોજ 1 લાખ મુસાફરોની અવર-જવર અમદાવાદના ગીતા મંદિર બસ મથક પર થઈ હતી. એસ.ટી નિગમ દ્વારા 15 હજાર 519 રૂટો ઉપર 42 હજાર…
Gujarat: સુરત જિલ્લા અને શહેરના ગેરકાયદેસર ઝીંગાના 8 હજાર તળાવો દૂર કરો, ગુજરાતના 1 લાખ હેકટર જમીન પર 40 હજાર ઝીંગા ફાર્મ અમદાવાદ Gujarat: સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા 60 ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી 5 હજાર હેક્ટર જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે 8 હજાર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલા છે. આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનધિકૃત ઝીંગા તળાવો અન્વયે ૧૬/૨૦૨૦ થી કેસ દાખલ કરવામાં આવેલો હતો. કલેકટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલો હતો કે સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના (૮૦ ટકા) તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન…
Dhartiputra Keshubhai: કેશુભાઈની સરકારને ઉથલાવવા નરેન્દ્ર મોદીએ કેવા કાવતરાં કર્યા હતા, તેનો ધરતીપુત્ર કેશુભાઈ પુસ્તકમાં ધડાકો પુસ્તક રીવ્યુ Dhartiputra Keshubhai: ધરતીપુત્ર પુસ્તકમાં ઘડાકો, કેશુભાઈએ મુખ્ય પ્રધાન બનવા ત્યારે ઈન્કાર કર્યો 27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિન રાજકીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક રાજ્યોના કૂર્મિ નેતાઓ આવવાના છે. Dhartiputra Keshubhai: તે સમયે કેશુભાઈના જીવન અને કર્મ ઉપકનું પુસ્તરનું વિમોચન થવાનું છે. આ પુસ્તક ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલે લખ્યુ છે. જેમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે. આ પુસ્તકમાં લખ્યું છે કે, બાબુભાઈ જશભાઈ એક…
Gujarat: શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી અમદાવાદ, 25 ઓક્ટોબર 2024 Gujarat: શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી છે. ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં ઇકો ફ્રેન્ડલી બોટલ બની રહી છે. શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. પણ તે 8 ગણો ભાવ વધારે છે. Gujarat માં 4 લાખ હેક્ટરમાં 9 લાખ ટન મકાઈ અને 12થી 20 લાખ ટન મકાઈના છોતરા પેદા થાય છે. શેરડી 2 લાખ હેક્ટરમાં દોઢ કરોડ શેરડી પેદા થાય છે. જેનો કુચો 70થી 80 લાખ ટન પેદા થાય છે. જે ગોળ બનાવવા ભઠ્ઠીમા સળગાવી બળતણ તરીકે વાપરી નાખવામાં આવે છે. કાં તો…