Political Donation ગુજરાતના ઉદ્યોગકારો રાજકીય દાનમાં દિલ્હીના ઉદ્યોગપતિઓથી પાછળ, પણ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાને પછાડી દીધા દિલીપ પટેલ નવી દિલ્હી/ગાંધીનગર: એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની તાજેતરની રિપોર્ટ મુજબ, 2023-24 નાણાંકીય વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 2544.28 કરોડનું દાન મળ્યું હતું. સૌથી વધુ દાન દિલ્હીની ઉદ્યોગિક સંસ્થાઓ તરફથી મળ્યું હતું — રૂ. 990 કરોડ. ગુજરાત બીજા નંબરે રહ્યું હતું, જ્યાંથી કુલ રૂ. 404 કરોડનું દાન રાજકીય પક્ષોને મળ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. Political Donation ગુજરાતમાંથી મળેલા દાનમાં 99% હિસ્સો ભાજપનો છે. એકલા વર્ષમાં ભાજપે ગુજરાતમાંથી રૂ. 402 કરોડનું દાન મેળવ્યું, જ્યારે કોંગ્રેસને માત્ર રૂ. 2.45 કરોડ મળ્યા. ઉલ્લેખનીય છે…
કવિ: દિલીપ પટેલ
Gujarat Anganwadi Condition ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધાઓથી વંચિત, શું છે ગ્રાંટ કૌભાંડ? અમદાવાદ, 7 એપ્રિલ 2025 Gujarat Anganwadi Condition પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ 1711 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. નાનાબાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત સંકલિત બાળવિકાસ યોજના આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. બાળકો માટેની યોજના ડામાડોળ થઈ છે. કારણ કેન્દ્રની ભાજપની મોદી સરકારે 90 ટકાની રકમ ઘટાડીને 60 ટકા કરી દીધી હતી. આંગણવાડી બહેનો પોતાના…
Drone PCR પોલીસ નિષ્ફળ જતાં હવે ડ્રોન પોલીસ બની લોકોના ભલા કરતાં વીઆઈપીઓના ભલા માટે ડ્રોન વધારે વપરાશે અમદાવાદ, 6 એપ્રિલ 2025 Drone ગુજરાત પોલીસ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન) શરૂ કરી છે. ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સ વધુ અસરકારક બનાવશે. લોકોના ભલા કરતાં તો વીઆઈપી, જજ જેવા લોકોના માટે ડ્રોનનો વધારે ઉપયોગ થવાનો છે. ડ્રોન દ્વારા મેળવેલા વિડિયો ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રીઅલ-ટાઇમમાં દેખાશે. જેના આધારે ઘટનાનું મૂલ્યાંકન કરીને પોલીસ ફોર્સ નક્કી કરી શકાશે. પરિસ્થિતિનું ત્વરિત મૂલ્યાંકન અને અસરકારક કામગીરી શક્ય બનશે. વિરોધીઓ સામે ઉપયોગ કાયદો, વ્યવસ્થા,…
Gujarat કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ અમદાવાદ, 5 એપ્રિલ 2025 Gujarat ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનું ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ શકતાં બીજા એટલાં જ અને…
Gujarat: જાણો ફટાકડાના ઉદભવથી મોત સુધીની હકીકત કલેક્ટર મિહિર પટેલ અને પોલીસ વડા અક્ષય રાજ સીધા જવાબદાર Gujarat અમદાવાદ, 3 એપ્રિલ 2025 Gujarat: 1 એપ્રિલના રોજ, ગુજરાતમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા અને પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં વિખરાયેલા મળી આવ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. મોટાભાગના મૃતકો મધ્યપ્રદેશના હરદા અને…
Muslim Youth ગણપતિ દાદાને આગની જ્વાળાથી બચાવવા મુસ્લિમ યુવાઓ આગળ આવ્યા આગની જ્વાળામાં લપેટાય એ પહેલાં જ ભયંકર આગમાંથી રીક્ષા અને ટેમ્પો સાઈડ પર કરીને નુકશાનથી બચાવ્યા Muslim Youth ગણપતિ દાદાના મેન્યુફેકચરિંગ ગોડાઉનમાં આગ લાગતાંની સાથે જ મુસ્લિમ યુવાઓએ ફાયર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને કોલ કરીને બિનસાંપ્રદાયિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. મુસ્લિમોના પવિત્ર રમદાન મહિનામાં આ પ્રકારે પુણ્યનું કામ કરનાર મુસ્લિમ યુવાઓની લાગણીને હિન્દુ ભાઈઓએ ઉમળકાભેર આવકારી હતી. વિગતો અનુસાર મંગળવારે એટલે કે 25મી માર્ચની મધરાતે ચાર વાગ્યાની આસપાસ સોનીફળિયાસ્થિત ગણપતિ દાદાના મેન્યુફેકચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસ્સાન અશરફ કાનુન્ગો,…
Solar Eclipse શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે. યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં દેખાશે. Solar Eclipse ૨૯મી માર્ચના રોજ ખંડગ્રાસનો સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જોવા મળવાનું છે. આ ગ્રહણની અવધિ ૩ કલાક ૫૩ મિનિટની રહેશે. જે પ્રદેશો-દેશમાં ખંડગ્રાસ ગ્રહણ જોવા મળવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓ, જાગૃતો જોવા માટે થનગની રહ્યા છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. વૈજ્ઞાનિક સમજ આપી સદીઓ જુના વિચારોને તિલાંજલિ આપવા સંબંધી વાત મુકશે. ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શઃ ૧૪ કલાક ૨૦ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય ઃ ૧૬ કલાક…
Gujarat 12 લાખ ખેડૂતોને બેવડો માર – ભાવ અને તાપમાનથી રૂ. 2500 કરોડની ખોટ ખેડૂત અને સરકાર વચ્ચે જંગના એંધાણ દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2025 Gujarat વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતોને ભારે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ નુકસાન સૌથી વધારે સૌરાષ્ટ્રના 10 જિલ્લાને થયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો પાસેથી નીચા ભાવે ઘઉંની ખરીદી કરીને ગુજરાતમાં 80 ટકા…
Bhavnagar ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈને વહે છે દિલીપ પટેલ અમદાવાદ, 18 માર્ચ 2025 Bhavnagar ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ – 4માં મકાનો તોડી પડાયા હતા. 8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં ગઢેચીના બન્ને કાંઠે મકાનો તોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાવનગરના સૂત્રોએ આપેલી વિગતો ઘણી ચોંકાવનારી છે. જેમાં રાજરમત, ભ્રષ્ટાચાર, જમીન માફિયાઓ અને મતનું રાજકારણ જોડાયેલું છે. યોજના બોર તળાવથી કુંભારવાડા…
Gujarat: ધૂળેટીએ માર્ગ અકસ્માત 78 ટકા વધી ગયા, ભાંગની અસર રંગોના તહેવારોમાં લોહીની હોળી ખેલાઈ અમદાવાદ, 17 માર્ચ 2025 Gujarat: ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વમાં મારામારી, માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા ફોન કોલમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં ૩૦ ટકા વધારો થયો હતો. માર્ગ અકસ્માતોમાં 78 ટકાનો વધારો થયો હતો. ધૂળેટીએ ભાંગનો નશો કરવાની હિંદુ તહેવારોમાં પરંપરા છે. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ રોજ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. માર્ગ અકસ્માતો 458 નોંધાયા હતા જે રોજ સરેરાશ 257 હોય છે. માર્ગ અકસ્માતોમાં 78 ટકાનો વધારો બતાવે છે. ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. જેમાંથી…