Author: દિલીપ પટેલ

gir cow

Gujarat: રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગોકુલ ગ્રામની કલ્પના પર ‘ગીર ગાય અભયારણ્ય’ને મંજૂરી આપવામાં આવી હતી. 2015માં જાહેરાતો કરાઇ તેને 10 વર્ષ થયા છતાં ગાયોને અભ્યારણ્ય લાવવામાં આવી નથી. સરકારે 9 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. રૂ. 500 કરોડની જમીન ઉપયોગ વગર 10 વર્ષથી પડી રહી છે. ગુજરાતની આવી અનેક યોજનાઓ પડી રહી છે. યોજનાની સૌથી મોટી ખામી એ છે કે ગીર ગાયના જન્મ સ્થાન ગીર જંગલથી 200 કિલોમીટર દૂર પોરબંદર પાસે બનાવાયુ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન રાધા મોહન સિંહે જાહેરાત કરી હતી. પશુધન વીમા કવરેજ હેઠળ ધરમપુર, પોરબંદર ખાતે સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. દેશ દૂધ ઉત્પાદનમાં…

Read More
Satyaday Web 1 1

Gujarat: 135 લોકોના હત્યારા અને ભાજપની સાથે સારા સંબંધો ધરાવતાં મોરબી અને અમદાવાદના ઉદ્યોગપતિ જયસુખ પટેલને લોકસભાની ચૂંટણીના આગલા દિવસોમાં જ જામીન મળ્યા તેને ઘણાં લોકો રાજકારણ ગુજરાતની પ્રજા માટે અત્યંત સંવેદનશીલ ખટલામાં કંઈક તો રંધાયું છે. ચૂંટણી ટાણે કંઈક તો થયું છે. ગુજરાતની વડી અદાલતે જામીન ફગાવી દીધા હતા અને દેશની સર્વોચ્ચ અદાલતે જયસુખ પટેલને જામીન આપી દીધા તે રહસ્ય પ્રજા સમજી શકી નથી. આ ખટલામાં 370 સાક્ષી છે. એ વાત જયસુખ પટેલ માટે ફાયદો કરાવી ગઈ છે. કારણ કે અદાલત માને છે કે, 370 સાક્ષી હોવાથી ટ્રાયલ ક્યારે પુરી થશે. કેસ ચાલતાં લાંબો સમય લાગી શકે છે. અદાલદતમાં…

Read More
ભાજપમાં હોળી

Gujarat: ચૂંટણી પંચે 18મી લોકસભાની ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મે 2024ના રોજ મતદાન થશે અને પરિણામ 4 જૂન 2024માં આવશે. પણ ભાજપમાં 10 બેઠકો પર ભારે વાદવિવાદ અને વિરોધ થતાં તેમાં બે બેઠક પર ઉમેદવાર બદલવા પડ્યા હતા. બે ઉમેદવારો સામે જાહેરમાં વિરોધ થયો હતો. 4 ઉમેદવારો સામે પક્ષમાં આંતરિક વિરોધ થયો હતો. જે દબાવવામાં પાટીલ સફળ થયા હતા. આમ થતાં પક્ષનું વાતાવરણ ખરાબ થઈ ગયું હતું. ચૂંટણી વાતાવરણ ડહોળાઈ જતાં પક્ષમાં આંતરિક હોળી પ્રગટી હતી. ધુળેટીએ રંગ ઉછળવાના બદલે માતમ હતો. હોળી પ્રગટી પણ પક્ષ પોતે હોલીકા બની રહ્યો હતો. ચૂંટણી…

Read More
dragon fruit

Gujarat ગુજરાતમાં ડ્રેગન ફળની ખેતી 2020માં 1100 એકર હતી તે, વધીને 2024માં 110 હેક્ટર થઈ ગઈ છે. ડ્રેગન થતું હોવાનું અનુમાન છે. કચ્છમાં 250 ખેડૂતો ડ્રેગન ફળની ખેતી 350 એકરમાં કરે છે. ખેડૂતને કિલો પ્રમાણે સરેરાશ રૂ.100 મળે છે. અંદરના લાલ પલ્પનું ફળનું છૂટક વેચાણ રૂ.200 સુધી હોય છે. MIDH યોજના હેઠળ ભારતમાં ડ્રેગન ફ્રુટની ખેતીનો વિસ્તાર 2022માં 3,000 હેક્ટરથી વધીને 2026માં 50,000 હેક્ટર સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતમાં આયાત 2017 દરમિયાન 327 ટનના જથ્થા સાથે શરૂ થઈ હતી. જે 2019માં 9,162 ટન થઈ ગઈ હતી. 2021માં 15,491 ટન હતી. પાંચ વર્ષમાં 2026 સુધીમાં 50,000 હેક્ટર વાવેતર થશે. 2021માં આશરે…

Read More

Gujarat: ગાયત્રી મંત્રથી ખેતીમાં ફાયદો લેતાં હોય એવા એક ખેડૂત છે. શિવનગરી પ્રભાસ પાટણથી થોડે દૂર તેમનું ગીરના જંગલની નજીક ખેતર છે. તેઓ એક એક આંબા પાસે જઈને ગાયત્રી મંત્ર બોલે છે. દરેક વૃક્ષ પાસે એક મંત્ર બોલે છે. તે પણ વર્ષમાં બે વખત તેઓ આવું કરે છે. વર્ષમાં બે વખત આદ્રા નક્ષત્રમાં અને મકર સંક્રાતિના દિવસે દરેક વૃક્ષ પાસે જઈને મંત્રનો વૈદિક ઉચ્ચાર કરે છે. તેના ખેતર અંદર 1400 આંબા છે. દરેક પાસે જઈને તેઓ આ મંત્રોચ્ચાર કરે છે. આખા ખેતરમાં મંત્ર ઉચ્ચરમાં આખો દિવસ પસાર થઈ જાય છે. મંત્ર તેઓ પોતે બોલે છે. જેમાં બીજા કોઈની મદદ લેતા…

Read More
chotu vasava

Gujarat: હવે કોંગ્રેસ નવા પક્ષ સાથે ગઠબંધનમાં આવી શકે છે 80 વર્ષના આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ભારત આદિવાસી સેના નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. ભારત આદિવાસી સેના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત આદિવાસી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાને બનાવવામાં આવ્યા છે. આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવાના છે. બચુભાઈ માસ્ટર,અશ્વિન પટેલ,રોહિત નરેન્દ્ર, અંબાલાલ જાદવ હાજર હતા. ગુજરાતથી આદિવાસી વિસ્તારોને સ્વતંત્ર કરવા માટે ભિલિસ્તાન ટાઈગર સેનાની સ્થાપના વસાવાના પુત્રએ કરી હતી. જે સામાજિક સંગઠન હતું. ભિલિસ્તાનના પ્રમુખ મહેશ વસાવા હતા. મહેશની ભૂલોના કારણે રાજસ્થાનમાં ભારત આદિવાસી…

Read More
મહેશ બ્રહ્મભટ્ટ

Politics: ચૂંટણીના મેદાનમાં ઉતરનારા પ્રત્યેક ઉમેદવારને એક વાતનું સૌથી શ્રેષ્ઠ ભાન રહેતું હોય છે કે મતદાતાઓને રીઝવવા તેઓને ગમે એવું બોલવાનું છે, તેઓને પોરસ ચઢે એવું બોલવાનું છે, તેઓને ના ગમે એવો એકપણ શબ્દ બોલવાનો નથી લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને 19 એપ્રિલથી 1 જૂન સુધીના સાત તબક્કામાં દેશના તમામ રાજ્યોમાં મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આજથી 80 દિવસ માટે આચારસંહિતા પણ લાગુ પડી ગઇ છે. ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરી તે સાથે જ દેશમાં લોકતંત્રના એક મહોત્સવનું વાતાવરણ ઉભું થઇ ગયું છે, હવે આ ચૂંટણીના મેદાનમાં ઝૂકાવનારા મૂરતિયાઓએ 40…

Read More
sabarmati river.1

Gujarat:સાબરમતી નદીનું પ્રદુષણ દૂર કરવા રૂ. 400 કરોડનો નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન બનાવ્યો હતો. રૂ. 500 કરોડ ખર્ચ થઈ ગયું છતાં નદીનું પ્રદુષણ ઓછુ થયું નથી. હતુ તેનાથી વધી ગયુ છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે 2011માં આ ખર્ચ ચૂક્યુ હતું. મોદીની સાબરમતી મેલી જ રહી છે. મોદી જે રીતે વારાણસીની ગંગા નદી શુધ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમ સાબરમતીને શુધ્ધ કરવામાં તેઓ ગંગા પ્લાન પહેલા નિષ્ફળ હતાં. 500 કરોડો રૂપિયા એળે ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના પાણી શુદ્ધિકરણ એસટીપી પ્લાન્ટ છે. પણ ગટર અને ઉદ્યોગો દ્વારા ટ્રીટ કરીને છોડવામાં આવતા પાણીમાં પ્રદુષણની માત્રા વધારે છે. રૂ. 444.44 કરોડના…

Read More
ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી

Gujarat: ગુજરાતમાં સૌથી વધારે સ્ટ્રોબેરી ડાંગ જિલ્લામાં પાકે છે. ડાંગ જિલ્લામાં 17 ગામમાં 9.78 હેક્ટરમાં ખેતરમાં ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યાં છે. હેક્ટર દીઠ 8થી 10 ટન થાય છે. ડાંગમાં 100 ટનથી વધારે ઉત્પાદન નથી. 2028માં 50 ખેડૂતોએ 23 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. 2022માં આહવા તાલુના નાની દભાસ અને મોટી દભાસ, બરમ્યાવડ , ગલકુંડ, બરડ પાણી, ભૂરા પાણી સહિત 100 ગામોમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી હતી. હવે ખેડૂતો વધ્યા છે. અહીં 25 વર્ષ પહેલાં એક ખેડૂતથી ખેતી શરૂ થઈ હતી. હવે પ્રાકૃતિક ખેતીથી પાકતી સ્વાદીષ્ટ સ્ટ્રોબેરી પાકે છે. જેની માંગ સતત વધી રહી છે. જાન્યુઆરી મહિનામાં શિયાળાના ફળોની રાણી…

Read More
pm modi

PM Modi: તમિલનાડુનો દરેક વ્યક્તિ જાણે છે કે હિંદુ ધર્મમાં શક્તિ કોને કહેવાય છે. હવે તમિલનાડુએ નક્કી કર્યું છે કે 19 એપ્રિલે દરેક વોટ ભાજપ અને NDAને જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (માર્ચ 19) તમિલનાડુના સાલેમમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિરોધ પક્ષના ‘ભારત ગઠબંધન’ વારંવાર , જાણીજોઈને હિંદુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી કોંગ્રેસ અને ડીએમકે હિંદુ ધર્મનું અપમાન કરવાનું વલણ ધરાવે છે. હિંદુ ધર્મ વિરુદ્ધ તે જે નિવેદન કરે છે તે ખૂબ જ સારી રીતે વિચાર્યું છે. વડાપ્રધાન મોદીએ ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે તમે જુઓ,…

Read More