કવિ: દિલીપ પટેલ

Gujarat પ્રાંતિજમાં ખેતી કરતાં ખેડૂત કલ્પેશ પટેલ રંગબેરંગી ફુલ કોબી શાક ઉગાડવા માટે વિશ્વની કંપનીઓ અને ગુજરાતના ખેડૂતોમાં જાણીતા છે. કંપનીઓ બાયો-ફોર્ટિફાઇડ જાતોની ખેતી કરીને નવીનતા રજૂ કરી છે. પોતાના ખેતરમાં વિવિધ દેશોમાં સંશોધન કરેલા બિયારણોના પ્રયોગ તેના ખેતરમાં કરે છે. તેમણે નવા જ પ્રકારની જાંબલી, આછો જાંબલી અને કેસરી રંગના ફ્લાવર કોબી ઉગાડી બતાવી હતી.  તેમનું ખેતર વિશ્વની ઘણી કંપનીઓ માટે પ્રયોગશાળા છે. ગુજરાતના ખેડૂતોને નવી રીત શિખવવા માટે તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. તેમના ખેતરમાં 10 જાતની ફુલ કોબીના અખતરો  એક વૈશ્વિક કંપની દ્વારા એકી સાથે થયો છે. તેઓ ગુજરાત, ભારત અને વિશ્વની 17 કંપનીઓ સાથે ફિલ્ડ ટ્રાયલ માટે કામ કરી રહ્યા…

Read More

Gujarat ગુજરાતના કેટટલાં સભ્યો રાજ્યસભામાં આજ સુધી ગયા છે તે યાદી જૂઓ જે પી નડ્ડાને બદલે ગુજરાતીને મોકલવા ચળવળ શરૂ થશે. દિલીપ પટેલ અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2024 ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. રૂ. 10 હજાર કરોડનું ઉદ્યોગ સામ્રાજ્ય ધરાવતાં પાટીદાર એવા ગોવિંદ ધોળકીયાને નરેન્દ્ર મોદીએ 2007નો ઉપકારનો બદલો 2024માં આપ્યો છે. સુરતમાં કેશુભાઈ માટે મોટું સન્માન યોજવામાં આવ્યું હતું. જે વિધાનસભાની ચૂંટણીમાં મોદીને હરાવવા માટે વિશાળ સંમેલન 2007માં સરદાર ઉત્કર્ષ સમિતિ દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં કેશુભાઈને રાજકીય મજબૂત…

Read More

OnePlus Buds 3 નો ઉપયોગ 44 કલાક માટે અવાજ રદ કર્યા વિના કરી શકાય છે. OnePlus 23 જાન્યુઆરીએ ભારત સહિત વૈશ્વિક બજારોમાં OnePlus 12 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં OnePlus 12 અને OnePlus 12R સ્માર્ટફોનની કિંમત લીક થઈ ગઈ છે. આ ઉપરાંત, ટિપસ્ટર પારસ ગુગલાનીએ આગામી OnePlus Buds 3 ની કિંમતની માહિતી પણ શેર કરી છે. આગામી ઇયરબડ્સ OnePlus 12 સિરીઝ સાથે રજૂ કરવામાં આવશે. અહીં અમે તમને OnePlus Buds 3 વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. RMUpdates સાથે ટિપસ્ટર પારસના અહેવાલ મુજબ, OnePlus Buds 3 ની ભારતમાં મહત્તમ કિંમત (MRP) 12,999 રૂપિયા હશે. જો…

Read More

પાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તક આપી ચુકેલા લેખક, પત્રકાર, ફિલ્મ- વેબ‌ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહે કચ્છમાં ચાર દાયકા પત્રકારત્વ કરનારા વિપુલ નલીનકાન્ત વૈદ્યને કેન્દ્રમાં રાખીને રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા ‘કચ્છ ફાઇલ- રણ, રહસ્ય ને રોમાંચ’ લખી છે. કચ્છની સૂકી ધરતીમાં બાવળ વચ્ચે ઉગેલા અકલ્પ્ય અપરાધિક થોરની આ રિયલ લાઈફ સ્ટોરી છે.‌ ચાર દાયકાના મુંબઈના પત્રકારત્વના અનુભવી પ્રફુલભાઈએ ગુજરાતી ભાષામાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે.ડૉક્યુ નોવેલ ‘કચ્છ ફાઇલ’માં છે શું?કચ્છના પીઢ પત્રકાર-માજી તંત્રી તથા કથા-નાયક વિપુલ વૈદ્યના ચાર દાયકાના પત્રકારત્વના ભાથામાંથી કલ્પનાતીત રોમાંચક ઘટનાઓ છે. જેમાં* રણમાં શસ્ત્રો સાથે પકડાયેલા ઊંટને મુશર્રફનું નામ કેમ અપાયું?* કચ્છના પહેલા પોલીસ એન્કાઉન્ટરનો મામલો…

Read More

મિલકત વેરાથી જબ્બર કમાણી,શ્રીમંતોને ગાડીઓ ખરીદવાની ઘેલછા, મિલકતોની સંખ્યામાં જબરદસ્ત વૃદ્ધિ અમદાવાદમાં વેરાની આવક 4466 કરોડ થઈ હતી. મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થાય છે. મિલકતોની આવક વધી છે. લોકોની આવક માંડ 3.85 ટકા વધી છે. પણ શ્રીમંત લોકો વાહનો વધારે ખરીદીને મેટ્રો રેલ, બીઆરટીએસ, એએમટીએસ બસને પડકાર ફેંકી રહ્યાં છે. વેરો ન ભરતાં હોવાથી 8 હજાર મિલકતો સીલ કરવામાં આવી હતી. 31 ડીસેમ્બર સુધી 8212 મિલકતો સીલ કરવામાં આવી હતી. મધ્યઝોનમાં 903, ઉત્તર 1174, દક્ષિણ ઝોન- 1229, પૂર્વ ઝોન- 1586, પશ્ચિમ ઝોન- 1551, ઉત્તપ પશ્ચિમ- 990 અને દક્ષિણ પશ્ચિમ – 779 મિલકતો સીલ કરવામાં આવી હતી. માર્ચ 2023 સુધીમાં એક લાખ મિલકતોને સીક કરાઈ હતી. આવક 31 ડિસેમ્બર સુધીના વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્યઝોનમાં 130 કરોડ, ઉત્તર ઝોનમાં 98 કરોડ, દક્ષિણ ઝોનમાં 100 કરોડ, પૂર્વમાં રૂ. 123 કરોડ, પશ્ચિમમાં 190 કરોડ, ઉ.પ.માં રૂ. 222 કરોડ અને દ.પ.માં રૂ. 170 કરોડની આવક થઈ હતી. નાણાંકીય વર્ષમાં 31 ડીસેમ્બર 2023 સુધી મિલકત વેરા પેટે…

Read More

Daman News લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના પખવાડિયા રહયા છે, ત્યારે દમણ-દિવ માં ખરાખરીનો જંગ જામશે કે પછી એકતરફા મતદાતાઓનો પ્રવાહ રહેશે? આ વખતની ચૂંટણી સત્તાપક્ષ ભાજપા માટે માથાનો દુખાવો રહેશે તેવું લાગી રહ્યું છે, પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળીને પ્રફુલભાઈ પટેલે દાદરા, નગર હવેલી અને દમણ દિવમાં જે કાર્યો કર્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે જેમાં બેમત નથી પણ ક્યાંક ને ક્યાંક ભાજપના સ્થાનિક નેતાઓ બન્ને જિલ્લાની પ્રજાને પ્રદેશમાં થઈ રહેલા વિકાસના ફાઈદાઓ સમજાવી નથી શક્યા અને સ્થાનિકોનો વિશ્વાસ જીતવામાં વિફળ થયા છે, જ્યારે બીજી બાજુ વિરોધીઓ પ્રજાના મનમાં ગેરસમજ ઊભી કરવામાં સફળ થયા છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે પણ…

Read More

બેંગલુરુના 39 વર્ષીય સ્ટાર્ટઅપના સ્થાપક અને સીઈઓની તેના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુચના સેઠે સોમવારે ઉત્તર ગોવાના કેન્ડોલિમ સ્થિત સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી. આ પછી, તેણીએ તેના પુત્રનો મૃતદેહ એક થેલીમાં રાખ્યો અને ભાડાની ટેક્સીમાં કર્ણાટક ભાગી ગયો. આ ચોંકાવનારો ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હાઉસકીપિંગ સ્ટાફના એક સભ્યને એપાર્ટમેન્ટની સફાઈ કરતી વખતે લોહીના ડાઘ મળ્યા હતા જ્યાંથી સુચના સેઠે સોમવારે સવારે તપાસ કરી હતી. પોલીસ હજુ સુધી હત્યા પાછળનું કોઈ કારણ શોધી શકી નથી. ગોવા પોલીસની ચેતવણીના આધારે, તેને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના આઈમંગલા પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.…

Read More

Gujarat : મુખ્ય પ્રધાને જીઆઈડીસીની ખાલી જમીન જપ્ત કરવા કહ્યું પણ કેમિકલ બોંબ જેવી 600 ફેક્ટરીઓ ખાલી કરવા ન કહ્યું અમદાવાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે નીતિ જાન્યુઆરી 2024માં જાહેર કરી છે. જીઆઈડીસીમાં લીઝ પરની ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના તફાવતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે. 500 જીઆઈડીસીમાં 1800 હેક્ટર જમીન ખાલી પડી છે. જ્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા નથી. હવે ત્યાં ઉદ્યોગો સ્થાપવા જમીન જપ્ત કરાશે. પણ મુખ્ય પ્રધાને આવી જમીન પર બોંબ…

Read More

આંતરરાષ્ટ્રીય સામયિક ઇકોનોમિસ્ટમાં દેશમાં મેટ્રો રેલ નેટવર્ક અંગે ભારત સરકારના ભ્રામક દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. જેનાથી ભારત સરકાર હચમચી ઉઠી હતી. તેના અહેવાલ અંગે જાહેરમાં સરકારે નિવેદન બહાર પા઼ડવું પડ્યું હતું. ઇકોનોમિસ્ટનો અહેવાલ કહે છે કે, દેશની કોઈપણ મેટ્રો લાઇન તેની અડધી ક્ષમતાથી મુસાફરોને વહન કરતી નથી. ઘણા શહેરોમાં મેટ્રોની મોટા પાયે નિષ્ફળ છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા બોલવામાં આવેલા જુઠ્ઠાણાનો હવે અમુક અંશે વિદેશી મીડિયામાં પર્દાફાશ થયો છે. મીડિયામાં મેટ્રોનું હાડપિંજર દેખાઈ રહ્યું છે. ખરાબ કામગીરી છતાં મેટ્રોના કેટલાક અધિકારીઓ દ્વારા સ્વ-મહત્વનું વધુ પડતું પ્રદર્શન છે. દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ગીતમ તિવારી અને દીપ્તિ જૈનના અભ્યાસ અનુસાર, ભારતની કોઈપણ…

Read More

વાઘોડિયા(Waghodia) સાથે ત્રણ પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ છે. ગુજરાતમાં 156 નગરપાલિકાઓ છે. હવે 157મી વાઘોડિયા બનશે. અગાઉ છાંયા, વઢવાણ, વિજલપોરને છેલ્લે નગરપાલિકા બનાવવામાં આવી હતી. 4 નગરપાલિકાઓને મહાનગરમાં ભેળવી દેવામાં આવી જેમાં પેથાપુર, સચિન, કનકપુર, બોપલનો સમાવેશ થાય છે. 3 કરોડ શહેરી લોકો 156 નગરપાલિકાઓની કુલ વસતી 75 લાખની આસપાસ થવા જાય છે. આ 156માંથી શહેરી મતદારો ભાજપને મત આપતાં હોવાથી હવે 50 બેઠકો નગરપાલિકાઓની થઈ ગઈ છે.…

Read More